મોડલ, બૉલીવુડ અને ટીવી એક્ટ્રેસ સારા અલી ખાનને તો તમે ઓળખતા જ હશો, આજે સારા ખાન પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. સારા ખાનનો જન્મ વર્ષ 1989માં 6 ઓગસ્ટના રોજ ભોપાલમાં થયો હતો. એમને વર્ષ 2007માં મિસ ભોપાલનો ખિતાબ જીતી હતી
.એ પછી સારા ખાને દૂરદર્શન મધ્યપ્રદેશ અને ઇટીવીમાં થોડા સમય સુધી એન્કરિંગ કર્યું. એ પછી એમને સ્ટાર પ્લસના લોકપ્રિય શો સપના બાબુલ કા….. બીદાઈથી પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી હતી. આ સીરિયલમાં એમને સાધનના રોલમાં ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. આ સીરિયલમાં એમને ખૂબ જ સીધી સાદી દેખાતી છોકરીનો રોલ કર્યો હતો.
તમને જણાવી દઈએ કે સારા ખાન બિગ બોસ 4માં પણ કન્ટેસ્ટન્ટ તરીકે સામેલ થઈ ચૂકી છે. બિગ બોસ 4 વર્ષ 2010માં ટીવી પર રિલીઝ થયો હતો.વર્ષ 2010માં સારા ખાને ઝી ટીવીના શો પ્રીત સે બંધી યે ડોર રામ મિલાયે જોડીમાં મોનાનો ફોલ કર્યો હતો. આ શોમાં એમને પ્રિયલ ગોરને રિપ્લેસ કરી હતી.
આ સિવાય સારા અલી ખાને વર્ષ 2004થી વર્ષ 2015 સુધી ચાલેલા કલર્સના શો સસુરલ સિમર કામાં ઈચ્છાધારી નાગીનનો રોલ કર્યો હતો.
સારા ખાને વર્ષ 2015માં ટીવી શો ભાગ્યલક્ષ્મીમાં પવીત્રાનો રોલ કર્યો હતો અને વર્ષ 2016માં એ સૌભાગ્યલક્ષમીમાં કુહુની ભૂમિકા નિભાવી રહી હતી. સંતોષી માઁ, શક્તિ: અસ્તિત્વ કે અહેસાસ કી અને સંતોષી મા: સુનીએ વ્રત કથાએ જેવા ટીવી શોમાં પણ કામ કર્યું છે.
તમને જણાવી દઈએ કે સારા ખાન હવે પહેલા કરતા વધુ હોટ અને ગ્લેમરસ દેખાવા લાગી છે. એમના લુકમાં એટલું પરિવર્તન આવો ગયું છે કે એમને ઓળખવું પણ મુશ્કેલ થઈ ગયું છે.
સારા ખાનના લુકમાં આવેલા આ પરિવર્તનની સૌથી મોટું કારણ લિપ સર્જરી ગણવામાં આવી રહી છે. સારા ખાને લિપ સર્જરી દ્વારા પોતાના લિપ્સને અપલીફ્ટ કરાવ્યા છે. પણ એમની સર્જરી એટલી સારી નથી રહી અને એમનો આખો લુક ખૂબ જ બદલાઈ ગયો છે.
શરૂઆતના દિવસોમાં એમના આ લુકની ખૂબ જ આલોચના થઈ, લોકોએ કહ્યું કે એમને પોતાનો ચહેરો ખરાબ કરી નાખ્યો છે. એ પછી એ પોતાના લુકને ઠીક કરવા માટે ખૂબ જ પરેશાન રહી હતી.જો કે હાલના દિવસોમાં એ ખૂબ જ હોટ અને ગ્લેમર્સ દેખાય છે.જો કે આ બદલાવ કેવી રીતે આવ્યો એની કોઈ અપડેટ નથી.