અહીં એકસાથે 37 બાળકો કોરોના ગ્રસ્ત થતાં સરકારની ઊડી ગઈ ઊંઘ, તંત્રમાં દોડધામ થઈ શરૂ

હિમાચલ પ્રદેશમાં કોરોના વાયરસના કેસ હવે એટલા વધ્યા છે કે સરકારની ઊંઘ ઉડી ગઈ છે. અહીં કોરોનાના કેસ વધવાની સાથે બાળકોમાં સંક્રમણના કેસ વધુને વધુ સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં પ્રદેશમાં ત્રીજી લહેરના ભણકારા વાગવા લાગ્યા છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન અહીં 700થી વધુ કેસ નોંધાયા છે. અહીંના મંડી જિલ્લામાં સૌથી વધુ એક્ટિવ કેસ સામે આવ્યા છે.

image source

શુક્રવારે હિમાચલ પ્રદેશમાં 256 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે 2 દર્દીના મોત થયા હતા. પ્રદેશમાં 37 બાળકોનો કોરોના રિપોર્ટ એક જ દિવસમાં પોઝિટિવ આવ્યો હતો. તેમાં મંડી જિલ્લાના 10, કાંગડા જિલ્લાના 8, શિમલાના રોહડુમાં 10 બાળકો, બિલાસપુરમાં 5, હમીરપુરના 3, ઉના અને ચંબામાં 2-2 બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. કોરોના વાયરસ હવે દોઢથી 18 વર્ષ સુધીના બાળકોને ચપેટમાં લઈ રહ્યો છે.

image source

હિમાચલ પ્રદેશમાં કોરોનાના સંક્રમણના કેસ ઘણા જિલ્લામાંથી વધતા સામે આવે છે. ચંબામાં 68, શિમલામાં 52, કાંગડામાં 43, હમીરપુરમાં 24, બિલાસપુરમાં 18, લાહૌલ સ્પીતિમાં 10, ઉનામાં 8, કુલ્લૂ તેમજ સોલનમાં 5-5 અને કિન્નોરમાં ચાર નવા કેસ સામે આવ્યા છે. કાંગડા અને મંડીમાં એક એક સંક્રમિત મહિલાનું મોત થયું છે.

image source

છેલ્લા 24 કલાક દરમિયાન અહીં 137 દર્દી સ્વસ્થ થયા છે. પ્રદેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 207344 પર પહોંચી છે. તેમાંથી 202060 સંક્રમિત સ્વસ્થ થયા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 1727 થયા છે જ્યારે અત્યાર સુધીમાં રાજ્યના 3517 સંક્રમિતોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના ટેસ્ટ માટે કુલ 13,940 સેમ્પલ લેવામાં આવ્યા હતા.

image source

હિમાચલ પ્રદેશની સૌથી મોટી મેડકલ કોલેજ અને હોસ્પિટલ આઈજીએમસી શિમલાના એમએસ ડોક્ટર જનક રાજનું કહેવું છે કે હિમાચલ પ્રદેશમાં છેલ્લા 2 સપ્તાહ દરમિયાન કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 23 જુલાઈની 829થી વધુ અને 6 ઓગસ્ટ સુધીમાં 1727 થઈ છે. આ આંકલનથી ખ્યાલ આવે છે કે રોજ દર્દીઓની સંખ્યામાં 100થી વધુ વધારો થઈ રહ્યો છે. તેનો અર્થ એ પણ થાય છે કે હિમાચલ પ્રદેશમાં કોરોનાની ત્રીજી લહેરની શરુઆત થઈ ચુકી છે.

image source

સ્વાસ્થ્ય વિભાગના આંકડા અનુસાર રાજ્યમાં લગભગ 55 લાખ 23 હજાર લોકો છે જેને રસી આપવાની બાકી છે. અત્યાર સુધીમાં 38 લાખથી વધુ લોકોને રસીનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. જ્યારે 13 લાખથી વધુ લોકો એવા છે જેમને રસીના બંને ડોઝ અપાઈ ચુક્યા છે.