પતિ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવનાર નિશા રાવલના લેટેસ્ટ ફોટા આવ્યા સામે, સાથે જ કહી આ વાત

યે રિશ્તા ક્યાં કહેલાતા હેના નૈતિક એટલે કે કરણ મેહરા અને એમની પત્ની નિશા રાવલ વચ્ચેની તકરાર તો જગજાહેરછે. કપલ પોતાની વચ્ચે ચાલી રહેલી કાયદાકીય લડતના કારણે સતત ચર્ચામાં છે. પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ નોંધાવ્યા પછીથી નિશા અને કરણ વચ્ચે આરોપ પ્રત્યારોપનો સિલસિલો ચાલુ છે. હાલ કપલ વચ્ચે ડિવોર્સ અને દીકરા કવીશની કસ્ટડીને લઈને કાયદાકીય લડત ચાલી રહી છે. પતિ કરણ મેહરા સાથે ચાલી રહેલી કાયદાકીય લડત દરમિયાન નિશા રાવલના લેટેસ્ટ ફોટા સામે આવ્યા છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને મહત્વપુર્ણવાત કરી છે ‘

Nisha Rawal
image source

કાયદાકીય વિવાદની વચ્ચે નિશા રાવલે એક શોર્ટ નોટ સાથે પોતાનો બોલ્ડ અને સુંદર ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. એ સાથે એમને જે નોટ લખી છે એમાં એક્ટ્રેસે જણાવ્યું છે કે કેવી રીતે જીવનના કપરા સમયે એમને મજબૂત બનાવ્યા છે ને એમને પોતાની તાકાતનો અહેસાસ કરાવ્યો છે. જેના વિશે એ પહેલાં નહોતી જાણતી.

Nisha Rawal
image source

નિશાએ પોતાની પોસ્ટની સાથે કેપ્સનમાં લખ્યું છે કે એ દરવાજામાંથી બહાર નીકળી, જેમાં અવરોધોની જંજીર મારા હાડકાથી મારી ચામડીને જકડી રહી હતી. પોતાના જુના અસ્તિત્વને પાછળ નથી છોડ્યું બસ એને મારા નવા નવા ખભા પર કેરી કર્યું જેની તાકાતનો મને પહેલા અંદાજ નહોતો. મારા મન, શરીર અને આત્માને ધન્યવાદ આપવા માટે એક ક્ષણે મારો ક્યારેય સાથ નથી છોડ્યો. હું જીવન માટે મારી બેસ્ટી જાતે જ છું. મારો વિશ્વસ જળવાઈ રહ્યો છે..’

એ પહેલાં 1 ઓગસ્ટે એક્ટ્રેસે પોતાના જીવનની નવી શરૂઆતની પહેલ કરતા પોતાની એક મિરર સેલ્ફી શેર કરી હતી. એ સાથે કેપ્સનમાં લખ્યું હતું કે 1-08- 2021…અને એક નવી શરૂઆત…જો કે નિશાએ પોતાના આ કેપ્સનમાં જે નવી શરૂઆતની વાત કરી છે એ વિશે નથી જણાવ્યું.એવામાં એ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે એ એમના નવા પ્રોજેકટ સાથે જોડાયેલી હોઈ શકે છે. જેને એમને સકફ કર્યો છે કે પછી કરવાની છે.

છેલ્લા કેટલાક દિવસથી એ ચર્ચા ચાલી રહી છે કે નિશા રાવલ પ્રોડ્યુસર શશી સુમિતના અપકમિંગ શોનો એક મહત્વપૂર્ણ રોલ કરવા માટે તૈયાર છે. પતિ સાથે ચાલી રહેલી કાયદાકીય લડતની વચ્ચે નિશાના આ બોલ્ડ અને સુંદર ફોટા એ વાતનું પ્રમાણ છે કે એ દરેક પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે અને પોતાના જીવનની નવી શરૂઆત કરીને એ આગળ વધી રહી છે.

image source

તમને જણાવી દઈએ કે 25 જૂનના રોજ કરણ મેહરા વિરુદ્ધ ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં ઘરેલુ હિંસાનો કેસ નોંધાવ્યો હતો. નિશાએ પોતાની ફરિયામાં પતિ કરણના ફેમીલી મેમ્બર્સ અજય મેહરા, બેલા મહેરા અને કુણાલ મેહરા પર હિંસા તેમજ શોષણનો આરોપ લગાવ્યો હતો. એ સાથે જ એક્ટ્રેસે કહ્યું હતું કે કરણે એમના બેન્ક એકાઉન્ટમાંથી 1 કરોડ કરતા વધુ રકમ ઉપાડી હતી.

Nisha Rawal and Karan Mehra
image source

તમને જણાવી દઈએ કે એ પહેલાં 31મેના રોજ નિશા રાવલે એમના પતિ કરણ મેહરા વિરુદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી. વાત જાણે એમ હતી કે નિશા એ સમયે પોલીસ સ્ટેશન પહોંચી જ્યારે એમના માથામાંથી લોહી વહી રહ્યું હતું. એમને આરોપ લગાવ્યો કે એમના પતિ કરણ મેહરાએ એમની સાથે હિંસા કરી. એમના આરોપ પછી કરણ મેહરને અરેસ્ટ કરવામાં આવ્યા પણ પછી એમને જામીન પર છોડવામાં આવ્યા. એ પછીથી પતિ પત્ની વચ્ચે આરોપ પ્રત્યારોપનો સિલસિલો શરૂ થઈ ગયો અને એમની અંદરોઅંદરનો ઝગડો કાયદાકીય લડતમાં ફેરવાઈ ગયો.