મધુબાલા ના હિટ સોંગ પર ડાંસ કરીને પલભરમા જ મેળવી બે લાખ લાઈક, જાણો આ દિગ્ગજ અભિનેત્રી વિશે…

નમસ્તે મિત્રો, આજે આપણે બૉલીવુડની એક એવી અભિનેત્રી વિશેની ચર્ચા કરીશું જે તમામ લોકોના દિલ પર રાજ કરી રહી છે. જે એક ભારતીય ફિલ્મ ની અભિનેત્રી છે. ઘણી વખત બોલીવુડ ની શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે મીડિયા દ્વારા ટાંકવામાં આવી છે,જે અભિનત્રી એટ્લે માધુરી દીક્ષિત ! માધુરી દીક્ષિત ની સૌપ્રથમ ફિલ્મ અબોધ અને તેઝાબ ફિલ્મથી તે લોકોની નજરમા આવી. તેનો અદ્ભૂત અભિનય, સુંદરતા તથા નૃત્ય પરિપૂર્ણતા એ તેને અગ્રણી અભિનેત્રીઓની હરોળમા મુકી છે.

image source

આ બૉલીવુડ અદાકારાએ એક થી એક હિટ ફિલ્મો આપી છે.અને જેથી તેને પાચ ફિલ્મફેર ઍવોર્ડથી સન્માનીત કરવામાં આવેલ છે.તેની બોક્સ ઓફિસ હિટ ફિલ્મો જેવી કે દિલ ,સાજન , બેટા , હમ આપકે હે કોન અને રાજા નો સમાવેશ થાય છે. ત્યારબાદ પ્રમાણમા ઓછા તબક્કાની ફિલ્મ જેમકે, દિલ તો પાગલ હૈ, મૃત્યુદંડ, પુકાર , લજ્જા અને દેવદાસ. વર્ષ ૨૦૦૨મા ફિલ્મોથી નિવૃત્તિ લઇ પોતાના બાળકોને આગળ લાવવા માટે ટીવી કાર્યક્રમ આજા નચલેમા પાછી ફરી.

image source

હાલમાં આ અભિનેત્રી ડાંસ દીવાને સીજન-૩ મા નજર આવી રહી છે. આ સેટ પરથી તે અનેક વિડીયો અને ફોટા સોસિયલ મીડિયા પર શેર કરે છે. જેમાં તે ક્યારેક મેહમાનો સાથે તો ક્યારેક સ્ટેજ પર ડાન્સ કરતી નજર આવી રહી છે. હાલમાં આ અભિનેત્રીએ પોતાના સોસિયલ મીડિયા અકાઉન્ટ પર એક વિડીયો શેર કરિયો છે. જેમાં આ અભિનેત્રીએ બ્લેક અને વાઇટ કલરની ચોલી પેહરેલી છે. જેમાં તે ખુબજ સુંદર લાગી રહી છે. આ વિડીયો સોસિયલ મીડિયામાં વાઇરલ થવાની સાથે જ બે લાખ જેટલી લાઈક મળી રહી છે.

image source

આ અભિનેત્રીએ ડાન્સ દીવાને-૩ સેટ પર મધુબાલા આઇકોનીક સોંગ “આઈ એ મહેરબાન” પર ડાન્સ કર્યો હતો જેમાં આ અભિનેત્રી ખુબજ સારું એક્સ્પ્રેસન આપી રહી છે. આ વિડિયોની અંદર તેણીએ જૂની યાદોને તાજી કરી છે. આ વિડીયો તેમના ચાહકોએ ખુબજ પસંદ કર્યો છે જેથી આ વિડીયો શૅર થવાની બે ક્લાક ની સાથેજ બે લાખ જેટલી લાઈક મળી છે.

 

View this post on Instagram

 

A post shared by Madhuri Dixit (@madhuridixitnene)

આ અભિનેત્રીએ અનેક એવા ડાન્સ તેમજ એક્ટિંગો કરી છે જેના દ્વારા લોકો તેને ખુબજ પસંદ કરી રહ્યા છે. આ અદાકારાએ અનેક મનોરંજન કાર્યો કર્યા છે અને જેમાં તે ખુબજ સારી રીતે પોતાનો કિરદાર નિભાવી રહી છે. અને લોકોના દિલ પર રાજ કરી રહી છે.