Site icon News Gujarat

બે ચોરો ધાડ પાડવા ગયા, તો એક સાથે આટલી બધી રોકડ જોઈને એક ચોરને આવી ગયો હાર્ટ એટેક, પછી….

આપણે ત્યાં દરરોજ ચોરીને અનેક બનાવો સામે આવે છે. પોલીસ પણ એટલી ડજ કટિબદ્ધ છે તેમ છતાં ચોરો સુધરતા નથી અને લોકોનું બુચ માર્યા જ કરે છે. પરંતુ હાલમાં એક કિસ્સો એવો સામે આવ્યો છે કે ચોરને જ મુશ્કેલી થઈ ગઈ છે અને ચોરી કરેલ પૈસા દવાખાનામાં જતાં રહ્યા છે. હાલમાં જે કિસ્સો સામે આવ્યો છે એ વાત છે ઉત્તર પ્રદેશના બિજનોનરની કે જ્યાં ચોરીને લગતો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે અને લોકો વિચારમાં મુકાઈ ગયા છે. આ ગામમાં એક ચોરને જ્યારે ચોરી કરતી વખતે ધાર્યા કરતાં વધારે પૈસા મળ્યા તો તે પોતાની ખુશીને રોકી શક્યો નહીં અને એટલો ખુશ થઈ ગયો કે તેને હાર્ટ અટેક આવી ગયો.

image source

હા તમને કદાચ સાંભળીને નવાઈ લાગશે પણ આ વાત બિલકુલ સાચી છે. બંને ચોર નૌશાદ અને એજાઝે રકમને સમાનરૂપે વહેંચી દીધી. પરંતુ થોડા દિવસ બાદ એજાઝને હાર્ટ એટેક આવ્યો અને તેને પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો અને સારવારમાં મોટી રકમ ખર્ચમાં જતી રહી. નવાઈની વાત તો એ છે કે હાર્ટ અટેક આવ્યો હોવાથી ચોરીના પૈસાની મોટાભાગની રકમ ચોરના સારવારમાં જ ખર્ચ થઈ ગઈ.

image source

જો ત્યારબાદની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો આ પછી તેના હાથમાં કંઈ ના આવ્યું. ઉલ્લેખનીય છે કે, આ કેસ ત્યારે સામે આવ્યો જ્યારે બિજનોર કોતવાલી દેહાત વિસ્તારમાં થયેલી ચોરીની બાબતમાં 2 ચોરમાંથી 1ની ધરપકડ કરવામાં આવી હતી.

image source

જ્યારે ચોરે પૂછપરછ દરમિયાન બિજનોર પોલીસની સમક્ષ સમગ્ર વાત જણાવી કે ચોરીની આટલી મોટી રકમ કેવી રીતે તેમના માટે મુસીબત બની ગઈ હતી અને લાભ થવાના બદલે નુકસાન થયું હતું. સમગ્ર ઘટનાની વાત કરીએ તો બિજનોરના એસપી ધર્મ વીર સિંહના જણાવ્યા પ્રમાણે, 16 અને 17 ફેબ્રુઆરીની રાત્રે 2 ચોર નવાબ હૈદર નામની વ્યક્તિના પબ્લિક સર્વિસ સેન્ટરમાં ધાડ પાડવા માટે ઘૂસી ગયા હતા અને ત્યાં ચોરી કરી.

image source

જો રકમ અને મુદ્દામાલ સાથે વાત કરીએ તો ચોરોએ કેન્દ્રમાંથી 7 લાખની રોકડ અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ અને આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સની ચોરી કરી હતી. ત્યારબાદ હૈદરે ફરિયાદ નોંધાવી કે તેના કેન્દ્રમાંથી 7 લાખ રૂપિયાથી વધુની ચોરી થઈ છે. પોલીસે અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે વધારે તપાસ હાથ ધરી પછી બુધવારે પોલીસને નગીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા અલીપુરથી 2 આરોપીઓ નૌશાદ અને એજાઝની ધરપકડ કરી મામલો થાળે પાડ્યો હતો. ત્યારે હવે આ ચોર વિશે લોકો વાતો કરી રહ્યા છે અને તેના માઠા નસીબ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી.

Exit mobile version