ગરમીની ઋતુમાં લગ્નમાં જવાનું હોય અને સાથે રિલેક્સ રહેવું હોય તો આલિયા ભટ્ટનું એથનિક કલેક્શન તમારા માટે છે જોરદાર, કરી લો એક નજર

આલિયા ભટ્ટ જો વાત કરવામાં આવે તો આલિયા ભટ્ટ એ બોલિવુડની સૌથી નાની અને હોટ એક્ટ્રેસ છે. ખુબ જ ઓછા સમયમાં અલિયા ભટ્ટે બોલિવુડમાં પોતાના દમ પર ઘણી ફિલ્મો કરી છે. અને ફિલ્મોમાં દમદાર રોલ થી આલિયા ભટ્ટે ઘણા ફેંસ ને પોતાના દિવાના બનાવી દીધા છે. આલિયા ભટ્ટ ના ફેંસમાં છોકરીઓ અને છોકરાઓ પણ છે.

image source

છોકરાઓ આલિયા ભટ્ટના સ્ટાઈલ ઉપર મરે છે અને છોકરીઓ આલિયા ભટ્ટ ની ફેશન પર. બોલિવૂડ ની આ અભિનેત્રી આલિયા ભટ્ટ ને વેસ્ટર્ન કપડાંની સાથે સાથે ભારતીય કપડાં પણ પસંદ છે. તેથી જ તેઓ ઘણીવાર દેશી અવતારમાં પણ જોવા મળે છે.

એન્થેનીક સૂટ હંમેશાં ભારતીય છોકરીઓ માટે આકર્ષણનો વિષય બની રહ્યો છે. બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ ચોક્કસ પણે ભારતીય વેશભૂષાનો જાદુ જાણે છે, તેથી તે ઘણીવાર દેશી અવતારમાં પણ જોવા મળે છે. આજના આ લેખમાં અમે તમને આલિયા ભટ્ટના ભારતીય સંગ્રહ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેમની પાસેથી પ્રેરણા લઈને તમે કોઈ પણ મહફિલનું ગૌરવ બની શકો છો.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt)

લાલ કુર્તા પલાજો સેટમાં આલિયા ભટ્ટનો શાહી લુક ઉનાળાના લગ્નો માટે યોગ્ય છે. બનારસી સ્કાર્ફ તેના દેખાવની વિશેષતા હતી. સોનાની બુટ્ટીઓની જોડીએ દ્વારા આલિયાના લુક ને તેણે પૂરો કર્યો.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt)

આલિયા ભટ્ટ તેના પીળા કુર્તા પલાજો સેટમાં સૂર્યની જેમ ચમકી રહી છે. આ પોશાકો કોઈ પણ પીઠી ના પ્રસંગમાં પહેરી શકાય છે, તે કાર્ય માટે તે રોલ મોડેલ પણ બની શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt)

ફ્લોરલ પ્રિન્ટ સ્કાય બ્લુ શરારા સૂટમાં આલિયા ભટ્ટનો લુક વધુ તેજસ્વી બની રહ્યો છે. તેણે આ સૂટ સાથે મિનિ મલ મેકઅપ પણ કર્યો છે જેમાં આલિયા એકદમ ખૂબસૂરત લાગી રહી છે. આલિયા સિલ્વર ઇયરિંગ્સ, કોલ્હાપુરી ચંપલ અને સાઇડ પાર્ટેડ હેરડોઝમાં એકદમ એલિગન્ટ લાગી રહી છે.

અનારકલી સૂટની ફેશન ક્યારેય પણ જતી નથી. આલિયાના કલેક્શનમાં પણ આવા ઘણા સૂટ છે. આ સૂટમાં આલિયા એકદમ દેશી છોકરી હોય તેવી લાગી રહી છે. આલિયા આ ક્રીમ રંગના સૂટમાં એકદમ રોયલ લુક આપી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt)

આલિયા ભટ્ટની જેમ તમારા કબાટમાં પણ એક વ્હાઇટ સૂટ હોવો જ જોઇએ. આલિયાએ આ સૂટ સાથે નો મેકઅપ લુક પસંદ કર્યો અને તેના લહેરાતા વાળને સેન્ટર પાર્ટેડ હેરડોમાં પિન કર્યા. સિમ્પલ ડ્રેસ અને ચૂની પણ આલિયા ભટ્ટેને એક નવોજ લૂક આપે છે, અને એના બીજા જ ક્ષણે છોકરીઓ તેની આ ફેશનને અપનાવી લે છે. આવા ટાઈપના ડ્રેસ આલિયા ભટ્ટના ફેવરિટ છે. કૉલેજની છોકરીઓ આ ફેશનને ખુબ જ કોપી કરે છે.

image source

અલિયા ભટ્ટ પણ ટ્રેડિશનલ સાડી અવતારમાં ઘણી ખુબસુરત લાગે છે. તરુણ તહિલિયાની દ્વારા ડિઝાઇન કરેલ પિંક, ગ્રીન,અને ગોલ્ડન કલર ની હેવી લુક વાળી સાડી કે પછી સબ્દસાચી દ્વારા ડિઝાઇન કરેલ પ્લેન રેડ કલરની નેટ વાળી સાડી બંને લુકમાં ખુબસુરત લાગે છે આલિયા ભટ્ટ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *