Site icon News Gujarat

અમદાવાદમાં ઓલિપિમ્કસ! તડામાર તૈયારીઓ શરૂ, આ મોટા સમાચાર વાંચીને દરેક ગુજરાતી ઘરમાં નાચવા લાગશે, જાણો તમામ માહિતી

વર્ષ 2036ના ઓલિમ્પિક્સને લઈને હાલ એક અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ બન્યા પછી હવે અમદાવાદે ઓલિમ્પિક્સ માટે કમર કસી લીધી છે.

image source

વર્ષ 2036ની ઓલિમ્પિક્સમાં દાવેદારી માટે અમદાવાદે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઓલિમ્પિક્સની જરૂરિયાતના સરવે માટે ઔડાએ ટેન્ડર પણ બહાર પાડ્યું છે. એક એવો અંદાજ પણ લગાવાઈ રહ્યો છે કે ઓલમ્પિકસ માટે 50 હજાર કરોડથી વધુ ખર્ચ થશે. અગાઉ આઈઓએના પ્રમુખ બત્રાએ જણાવ્યું હતું કે, 2036 ઓલિમ્પિક્સ માટે અમદાવાદ દાવેદારી નોંધાવી શકે એમ છે.

તમને જણાવી દઈએ કે હાલમાં વર્ષ 2032ની ઓલિમ્પિક ગેમ્સ યોજવા માટે ઓસ્ટ્રેલિયાનું બ્રિસ્બેન શહેર પ્રબળ દાવેદાર મનાય છે. તો બીજી બાજુ વર્ષ 2036ના ઓલમ્પિકસ માટે અમદાવાદની દાવેદારી નોંધાવી શકાય એ માટે શહેરમાં સ્પોર્ટ્સ સંકુલો અને હોટલો સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સરવે કરવા માટે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી એક એજન્સીની નિમણૂક કરશે. એ માટેનું ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવ્યું છે. આ એજન્સી ત્રણ મહિનામાં સરવે કરીને ઓલિમ્પિક્સ યોજવા માટે ખૂટતી બાબતોનો રિપોર્ટ આપશે.

image source

આ એજન્સી દ્વારા બનાવેલા રિપોર્ટમાં હોસ્ટ તરીકે અમદાવાદમાં ગેમ્સ અને ટ્રેનિંગ માટે સ્ટેડિયમ્સ, હોટલ્સ, ગેમ્સ વિલેજ, રસ્તા,ટ્રાન્સપોર્ટ, પાવર, સેનિટેશન વગેરે તમામ જરૂરિયાતોની ઝીણામાં ઝીણી વિગતો તૈયાર કરાશે. આ ઉપરાંત આ રિપોર્ટમાં આ સુવિધાઓ ઊભી કરવા માટે જરુરી બજેટની જોગવાઇઓનું અનુમાન પણ કરવામાં આવશે.

image source

ફેબ્રુઆરી 2021માં અમદાવાદમાં વિશ્વનાં સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની સાથે સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલની પણ જાહેરાત થઇ હતી. આ સમગ્ર ચર્ચા વચ્ચે બધાના મનમાં એ સવાલ હશે કે અમદાવાદમાં વર્ષ 2036માં ઓલિમ્પિક્સ કેમ યોજાશે? આટલું મોટું આયોજન આટલું લેટ રાખવાનું કારણ શું?

image source

તો એ પાછળનું કારણ આજે અમે તમને જણાવી દઈએ કે, આટલો લાંબો સમય સુધી રાહ જોવા પાછળનું કારણ એ છે કે 2028 સુધી ઓલિમ્પિકસ વેન્યૂ બુક છે. ઓલિમ્પિક્સ યોજવા માટે વર્ષ 2028 સુધીનાં શહેરો નક્કી થઇ ગયાં છે.

image source

તમને જણાવી દઈએ કે વર્ષ 2020ની ઓલિમ્પિકસ ટોક્યોમાં યોજાવાની હતી, જે કોવિડ 19ને કારણે વર્ષ 2021માં યોજાશે. જ્યારે 2024ની ગેમ્સ પેરિસમાં, 2028માં લોસ એન્જલસમાં યોજાશે. 2032 માટે IOCએ ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનને પ્રિફર્ડ વેન્યૂ જાહેર કર્યું છે. જોકે ફાઇનલ બીડ જુલાઇ 2021માં ખૂલશે.

જો વર્ષ 2036ના ઓલમ્પિકસ માટે અમદાવાદને મંજૂરી મળી તો તેના માટે વિશ્વસ્તરીય સ્ટેડિયમ, કડક સુરક્ષા વ્યવસ્થા અને હોટલ્સનું નિર્માણ કરવું પડશે. આ સિવાય સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલથી સરળતાથી જઈ શકાય એવું અદ્યતન ગેમ્સ વિલેજ બનાવવું પડશે.

image source

જો અમદાવાદ વર્ષ 2036ના ઓલિમ્પિક્સ માટે હોસ્ટ બનશે તો તેનાથી અમદાવાદનો વિકાસ થશે, હજારો લોકોને રોજગાર અને બિઝનેસ મળશે. ટૂરિઝમને વેગ મળશે. ગુજરાત વર્લ્ડ મેપ પર મુકાશે. યુવાનો સ્પોર્ટ્સ પ્રત્યે સજાગ બનશે. હોટલ, રિયલ એસ્ટેટ સહિતના ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે..

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version