શિવ ભક્તોનું શ્રદ્ધાનું સ્થાન ગણાતા મહાકાલેશ્વર મંદિરમાં ખોદકામમાં મળી આવ્યું શિવ લિંગ, ચોમેર હાહાકાર મચી ગયો

ભગવાન શિવને સમર્પિત સ્વયંભૂ જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં આવેલું છે. આ મંદિર વિશે અનેક પૌરાણિક ગ્રંથોમાં વર્ણન મળે છે. અહીં દર વર્ષે મહાકાલના દર્શને લાખો લોકો દેશ-દુનિયાથી આવે છે અને કુંભ મેળા દરમિયાન તો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પહોંચે છે. હાલમાં આ મંદિર ચર્ચામાં આવ્યુ છે જે વિશે અહીં વાત કરવામાં આવી રહી છે. ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર સંકુલમાં વિસ્તરણનું કામ હાલમાં ચાલી રહ્યુ છે. આ માટે ખોદકામ શરૂ થઈ ચૂક્યું છે.

image source

મળતી માહિતી મુજબ ખોદકામ દરમિયાન મંગળવારે એક વિશાળ શિવ લિંગ અને ભગવાન વિષ્ણુની મૂર્તિ મળી આવી હતી. જ્યારે કામદારોએ અહીં ખોદકામ કરી રહ્યાં હતાં ત્યારે તેમણે અહી શિવ લિંગને જોયું. આ પછી તેમણે તરત જ તેની જાણ મંદિર સમિતિને કરી હતી અને ત્યારબાદ પુરાતત્વ વિભાગને મંદિર સમિતિ દ્વારા જાણ કરવામાં આવી હતી. આ બાબતને ધ્યાનમાં લેતા બુધવારે સવારે જ પુરાતત્વ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આ મુદ્દે તપાસ શરૂ કરી દીધી હતી.

image source

આ મુદ્દે પુરાતત્વ વિભાગના નિષ્ણાતો સાથે જયારે વાત કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું હતું કે મળી આવેલુ જલાધારી શિવ લિંગ 9મીથી 10મી સદીના સમયનું છે. આ સાથે જે ભગવાન વિષ્ણુની મૂર્તિ મળી આવી છે તે 10મી સદીની છે. હવે પુરાતત્વ વિભાગના નિષ્ણાતોની દેખરેખ હેઠળ શિવ લિંગ કાઢવામાં આવી રહ્યું છે. આ વિષે પુરાતત્વ વિભાગના અધિકારી ડો.દેવેન્દ્ર સિંહ જોધાએ જણાવ્યું કે આ શિવ લિંગ 9મી અને 10મી સદીનું હોય તેવું લાગે છે. હવે જયારે આ શિવલિંગને બહાર કાઢવાની પ્રક્રિયા પૂર્ણ થશે તે તપાસ કરી અને તેને લગતી પ્રાચીન માહિતી શોધી કાઢવામાં આવશે.

image source

આ સિવાય ખોદકામ દરમિયાન શુંગ કાળ અને પરમાર કાળની મૂર્તિઓ અને અવશેષ પણ મળી આવ્યા છે અને તે શિવ લિંગ ફ્લોરથી 2 ફૂટ નીચે જોવા મળે છે. આ શિવ લિંગ વિશે વિગતે વાત કરીએ તો આ શિવ લિંગના ત્રણ ભાગ છે જેમાં તળિયે બ્રહ્મા ભાગ, તેની ઉપર વિષ્ણુ ભાગ અને ટોચ પર શિવ ભાગ છે. પ્રાપ્ત શિવલિંગમાં શિવ ભાગ ખંડિત હોવાનું જાણવા મળ્યું છે અને બાકીના બે ભાગ સુરક્ષિત મળી આવ્યાં છે. આ સાથે માહિતી મળી છે કે ખોદકામ દરમિયાન ગુપ્તકાળની ઇંટો મળી આવી છે અને જે પાંચમીથી છઠ્ઠી સદીની હોય શકે છે.

image source

આ બધી મળી આવેલી ચીજોને જોતા પુરાતત્વ અધિકારીએ જણાવ્યું છે કે પ્રાચીન સમયમાં પણ અહીં શિવ મંદિર હોવું જોઈએ. આ અંદાજ પાછળનું કારણ છે કે અહીંથી ખોદકામમાં શિવ પરિવાર અને ભગવાન શિવ સંબંધિત મૂર્તિઓ અને અવશેષો મળી આવ્યા છે. આ સિવાય વાત કરીએ છેલ્લાં એક વર્ષની તો ઉજ્જૈનમાં છેલ્લા એક વર્ષથી મહાકાલેશ્વર મંદિરની દક્ષિણ બાજુએ ચાર મીટર નીચે એક દીવાલ મળી આવી છે અને જે લગભગ 2100 વર્ષ જૂની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ મંદિર ભક્તો માટે શ્રદ્ધાનું સ્થાન છે અને તેમાં પણ આવા અવશેષો સામે આવતાં તેનું મહત્ત્વ વધી ગયું છે.