બંગાળમાં મમતા બેનર્જીનો ભવ્ય વિજય, મોદી-શાહના પ્રચાર બાદ પણ ભાજપે બસ આટલી સીટ

દેશમાં એક તરફ કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યા હતા અને તે દરમિયાન જ છેલ્લા 62 દિવસથી ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી હતી. બંગાળ, કેરળ, આસામ, તમિલનાડૂ અને પુડુચેરીમાં યોજાયેલી ચુંટણની આજે મતગણતરી શરુ છે. ચુંટણીમાં બંગાળ, કેરળ અને આસામમાં તો જૈસે થે… તેવી જ સ્થિતી છે. એટલે કે બંગાળમાં ફરીવાર મમતા બેનર્જી જીતની હેટ્રીક કરી ચુકી છે, કેરળમાં એલડીએફ અને આસામમાં ભાજપની સરકાર બનતી જોવા મળે છે.

image source

આ ચૂંટણીમાં તમિલનાડૂમાં પરિવર્તન જોવા મળ્યું છે અહીં દ્રમુક સરકાર બનાવવા જઈ રહી છે. જ્યારે પુડુચેરીનું ચિત્ર બપોર બાદ પણ સ્પષ્ટ નથી. જણાવી દઈએ કે બંગાળમાં દીદીની સરકાર બનશે તે વાત બપોર સુધીના આંકડાથી જ સ્પષ્ટ થઈ ચુકી હતી. કારણ કે બપોર સુધીમાં જ દીદીના તૃણમૂલ પક્ષે ડબલ સેન્ચુરી પાર કરી લીધી હતી.

બંગાળમાં મતગણતરી શરુ થઈ તેના પ્રારંભિક તબક્કામાં જ તૃણમૂલ કોંગ્રેસ બહુમતીનો આંકડો પાર કરી ચુકી હતી. જો કે આ વખતનો આ આંકડો વર્ષ 2016 કરતાં ઓછો હતો. પરંતુ આ તકે તૃણમૂલ કોંગ્રેસની જીત નક્કી થઈ ચુકી હતી અને સાથે જ ભાજપની હાર પણ નિશ્ચિત હતી.

image source

જો કે અહીં શરુઆતી મતગણતરીમાં મમતા બેનર્જી સતત ભાજપના શુભેન્દુ અધિકારીથી પાછળ ચાલી રહ્યા હતા. નંદીગ્રામ બેઠક પર જ્યારે સૌ કોઈની નજર હતી ત્યારે મમતા બેનર્જી તેના પર બપોર સુધી પાછળ રહ્યા અને બપોર બાદ આ બેઠક પર કાંટે કી ટક્કર જેવી સ્થિતિ જોવા મળી. જો કે તમામ રાઉન્ડના અંતે મમતા બેનર્જી નંદીગ્રામ બેઠક પરથી વિજયી થયા હતા. તેમણે ભાજપના શુભેન્દુ અધિકારીને 1200 મતે હરાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે શુભેન્દુ અધિકારી એક સમયે મમતા બેનર્જીની ખૂબ નજીકના માનવામાં આવતા હતા. તેઓ તૃણમૂલ છોડી અને ભાજપમાં જોડાયા હતા અને ભાજપે તેમને નંદીગ્રામ બેઠક પરથી મમતા બેનર્જી સામે મેદાને ઉતાર્યા હતા.

image source

જો કે આ ચૂંટણીમાં ફરીવાર દીદીનો ડંકો ચાર મુદ્દાએ વગાડ્યો છે. આ ચાર મુદ્દાએ ભાજપને બંગાળમાં ધૂળ ચાટતું કરી દીધું છે. આ ચાર મુદ્દામાં મતુઆ સમુદાય, મુસ્લિમ સમુદાય, મહિલાઓ અને મમતા બેનર્જી ખુદ મહત્વના રહ્યા.

image source

પીએમ મોદીએ ચુંટણી પહેલા મતુઆ સમાજને રાજી રાખવા બાંગ્લાદેશ પ્રવાસ પણ કર્યો પરંતુ ચુંટણી પરિણામ જોતા લાગે છે કે મતુઆ સમાજે પીએમ મોદીને મત આપ્યા નહીં. ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ સતત આરોપ લગાવી રહ્યું હતું કે મમતા બેનર્જી મુસ્લિમ તુષ્ટીકરણ કરે છે. જ્યારે મમતાએ મંચ પરથી મુસ્લિમોને એકજૂટ થવા જ સંદેશ આપ્યો.

image source

મતદાન સમયે બૂથ પર મહિલાઓની સંખ્યા વધુ જોવા મળી હતી. ભાજપને આશા હતી કે આ વોટ તેમને મળશે પણ પરિણામ જોતા સ્પષ્ટ થયું છે કે બંગાળની મહિલાઓએ પણ દીદીને જ મત આપ્યા છે. જ્યારે સૌથી મહત્વનું સાબિત થયા મમતા બેનર્જી ખુદ. ભાજપ બંગાળમાં દીદીની છબિને ઝાંખી કરી શકી નહીં અને બંગાળની જનતાએ ત્રીજી વખત દીદીને જ મત આપી વિજયી બનાવ્યા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *