..અને આ સમયે કરિશ્મા અને રવીના ટંડન વચ્ચે એવો ઝઘડો થયો કે ખેંચી નાખ્યા હતા એકબીજાના વાળ, કારણ જાણીને તમને પણ લાગશે નવાઇ

બોલીવુડમાં એવા ઘણા સ્ટાર્સ છે જેમના ઝગડા ઘણા ચર્ચામાં રહ્યા છે. ઘણી એક્ટ્રેસની જબરદસ્ત કેટ ફાઈટ ચર્ચામાં રહી ચેમ એવી જ એક કેટ ફાઈટ જે એ સમયમાં ખૂબ જ ચર્ચામાં રહી હતી એ હતી રવીના ટંડન અને કરિશ્મા કપૂરની લડાઈ. બન્ને એકબીજાને જોવાનું સુદ્ધા પસંદ નહોતા કરતા, એટલે સુધી કે એક ફિલ્મના સેટ પર તો બંને વચ્ચે વાત મારપીટ સુધી પણ પહોંચી ગઈ હતી. અને કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે કે એમની આ દુશ્મનીનું કારણ અન્ય કોઈ નહિ પણ અજય દેવગન હતા. જેને બંને પ્રેમ કરતી હતી.

image source

એ તો બધા જાણે છે કે રવીના ટંડન અને કરિશ્મા કપૂર બંને 90ના દાયકાની સફળ અભિનેત્રીઓ હતી. બન્નેએ એકસાથે ઘણી ફિલ્મો પણ કરી, પણ બહુ ઓછા લોકો જાણે છે કે બન્ને વચ્ચે સંબંધ ક્યારેય સારા નથી રહ્યા. બન્નેને એકબીજા માટે એટલી નફરત હતી કે એ એકબીજાનું મોઢું જોવાનું પણ પસંદ નહોતી કરતી.

image source

એકવાર તો ફિલ્મ આતીશના સેટ પર બન્નેમાં કોઈ વાતને લઈને તું તું મેં મેં એટલી વધી ગઈ કે બંને એકબીજાને વાળ ખેંચવા પર ઉતરી આવી. આ વાતનો ખુલાસો કોરિયોગ્રાફર ફરાહ ખાને પણ કરણ જોહરના શો કોફી વિથ કરણમાં કર્યો હતો. કરણે જ્યારે ફરાહને આ કેટ ફાઈટને લઈને સવાલ કર્યો તો ફરાહે જણાવ્યું કે હું કરિશ્મા અને રવીના ટંડન સાથે આતીશ ફિલ્મનું એક ગીત કરી રહી હતી.

એટલામાં બન્ને વચ્ચે જબરદસ્ત લડાઈ શરૂ થઈ ગઈ અને લડાઈ એટલી વધી ગઈ કે બન્ને એકબીજાના પોતપોતાની વિગથી મારવા લાગી. બન્નેએ એ ગીતના શૂટિંગ માટે વિગ પહેરેલી હતી. અચાનક કઈ વાત થઈ અને બન્ને લડવા લાગ્યા. ફરાહે જણાવ્યું કે વાત એટલી વધી ગઈ કે મારપીટ સુધી પહોંચી ગઈ. આ બાળકો જેવી હરકત હતી. મને ખબર છે કે બન્ને એ ઝગડાને યાદ કરીને અત્યારે હસતી હશે.

image source

રિપોર્ટ્સનું માનીએ તો રવીના અને કરિશ્મામાં ઝગડાનું કારણ અજય દેવગન હતા. જણાવવામાં આવે છે કે એક સમયે અજય અને રવીના ખૂબ જ ક્લોઝ હતા. બન્ને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. એ દરમિયાન અજયની લાઈફમાં કરિશ્માની એન્ટ્રી થઈ અને કરિશ્મા માટે અજયે રવીના સાથે બ્રેકઅપ કરી લીધું બસ એ પછી રવીના કરિશ્માને નાપસંદ કરવા લાગી. બન્ને વચ્ચે ઝઘડો એટલો વધી ગયો હતો કે બંનેએ એકવાર શાહરુખ ખાનની હોળી પાર્ટી દરમિયાન સાથે ફોટો પડવાની પણ ના પાડી દીધી હતી. જ્યારે રવીનાને એનું કારણ પૂછવામાં આવ્યું તો એમને કહ્યું હતું કે જો હું કરિશ્મા સાથે પોઝ આપું તો એ કઈ મને સુપરસ્ટાર નહિ બનાવી દે.

હું એમની સાથે ફિલ્મ કરી શકું છું પણ અમે ક્યારેય ફ્રેન્ડ્સ નથી બની શકતા.

image source

ખબરો અનુસાર ફિલ્મ અંદાજ અપના અપના જેમાં કરિશ્મા અને રવીના સાથે કામ કરી રહ્યા હતાનું શૂટિંગ દરમિયાન પણ બન્ને એકબીજા સાથે વાત નહોતા કરતા. એટલે સુધી કે ફિલ્મ પ્રમોશન દરમિયાન પણ બન્ને સાથે ફોટો પણ નહોતા પડાવતા. એ ફિલ્મ દરમિયાન કરિશ્માને જ્યારે રવીના સાથેના એમના સંબંધ વિશે પૂછવામાં આવ્યું તો એમને કહ્યું હતું કે ભલે અંદાજ અપના અપનામાં એમને બેસ્ટ ફ્રેન્ડ બતાવવામાં આવ્યા હોય પમ અસલ જિંદગીમાં એવું બિલકુલ નથી.

image source

કહેવાય છે કે અંદાજ અપના અપનાના નિર્દેશક રાજકુમાર સંતોષી, સલમાન ખાન અને આમિર ખાન પણ એમની લડાઈથી થકી ચુક્યા હતા. સલમાન અને આમિરે બન્નેએ સુલેહ કરાવવાની ઘણી કોશિશ કરી પણ કોઈ ફાયદો ન થયો. એકવાર તો ફિલ્મના એક સીન માટે કરિશ્મા અને રવીનાને એક ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યા હતા.

મોકો જોઈને રાજકુમાર સંતોષીએ કહ્યું કે જ્યાં સુધી તમે એકબીજા સાથે વાત નહિ કરો, અમે ત્યાં સુધી તમને નહિ ખોલીએ. પણ તો ય કઈ ફરક ન પડ્યો. એ વાતનો ખુલાસો ખુદ રવીનાએ એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો.

image source

જો કે હવે કરિશ્મા અને રવીના બંને જૂની બધી જ વાતો ભુલાવી ચુકી છે અને બન્ને વચ્ચે હવે પેચઅપ થઈ ગયું છે. પણ બન્નેની કેટ ફાઈટના કિસ્સા આજે પણ ગોસિપ વર્લ્ડમાં પોપ્યુલર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!