Site icon News Gujarat

સિદ્ધાર્થ શુકલાની હતી કરોડોની નેટવર્થ, જાણો કયા શોથી થઈ ચૂક્યા હતા ફેન્સમાં ફેમસ

ટીવીના મોસ્ટ પોપ્યુલર એકટર સિદ્ધાર્થ શુકલાનું નિધન 40 વર્ષની ઉંમરમાં થઈ ગયું છે. એમના ચાલ્યા જવાની ખબરથી એમના ફેન્સ ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયા છે. ખબરો અનુસાર સિદ્ધાર્થ શુકલાનું મોત હાર્ટ એટેકથી થયું છે. સિદ્ધાર્થ શુક્લાએ લોકોના મનગમતા કલાકાર હતા. બિગ બોસના વિજેતા બન્યા પછી એમના હાથમાં ઘણા પ્રોજેક્ટ્સ હતા પણ એ આમ ચાલ્યા જશે કોઈએ વિચાર્યું નહોતું. એ બે મોટી બૉલીવુડ ફિલ્મો અને ઘણી ટીવી સિરિયલ્સમાં દેખાઈ ચુક્યા હતા. ચાલો જાણી લઈએ કે એમના દમ પર સિદ્ધાર્થ શુક્લાએ કેટલી કમાણી કરી હતી.

image source

મળેલી માહિતી અનુસાર દિવંગત એકટર સિદ્ધાર્થ શુકલાની કુલ સંપત્તિ 15 લાખ ડોલર છે. એટલે કે 11.25 કરોડ રૂપિયાની ઉપર છે. એક ટીવી અભિનેતા તરીકે આ એક મોટી રકમ છે. એમની મોટાભાગની કમાણી ટીવી શો અને મોટી બ્રાન્ડની એડથી થતી હતી. એમની મહિનાની કમાણી 10 લાખ રૂપિયાથી વધુ હતી.

image source

સિદ્ધાર્થ શુકલાનું મુંબઈમાં એક ઘર હતું જેમાં એ પોતાના પરિવાર સાથે રહેતા હતા. એમને બિગ બોસ જીત્યા પછી આ ઘર ખરીદ્યું હતું.એમની માતા પણ આ ઘરમાં એમની સાથે રહેતી હતી. જ્યારે એમનું મૃતયય થયું ત્યારે એ આ ઘરમાં હાજર હતી.

સિદ્ધાર્થ શુકલા ગાડીઓના ખૂબ જ શોખીન હતા. એમની પાસે બીએમડબલ્યુ એક્સ5 અને હાર્લે ડેવિડસન ફેટ બોબ મોટરસાઇકલ પણ હતી. એક્વાફ એમની આ જ બીએમડબલ્યુ કારથી એક એક્સિડન્ટ પણ થઈ ગયું હતું જેના કાળને એમને પોલીસ સ્ટેશન જવું પડ્યું હતું.

image source

સિદ્ધાર્થ શુક્લાએ ઝલક દિખલા જા, સાવધાન ઇન્ડિયા, ઇન્ડિયા ગોટ ટેલેન્ટ જેવા ઘણા રિયાલિટી શોમાં કામ કર્યું હતું. એ ખતરો કે ખિલાડી સિઝન 7ના વિનર સિદ્ધાર્થ શુકલાને 25 લાખ રૂપિયાની પ્રાઇઝ મની મળી હતી.

સિદ્ધાર્થ શુકલા પોતાની કમાણીનો અમુક ભાગ દાન કરતા હતા. એ લોકોની મદદ માટે હંમેશા આગળ રહેતા હતા પણ કદાચ કિસ્મતને કઈક બીજું જ મંજુર હતું અને સિદ્ધાર્થ શુકલા ખૂબ જ જલ્દી આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા.

મુંબઈમાં 12 ડિસેમ્બર 1980માં જન્મેલા સિદ્ધાર્થ શુક્લાએ પોતાના કરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી. વર્ષ 2004માં એમને ટીવીથી પોતાનું એક્ટિંગ ડેબ્યુ કર્યું હતું. વર્ષ 2008માં એમને બાબુલ કા આંગન છૂટે ના નામની સિરિયલ કરી હતી પણ એમને અસલી ઓળખ તો બાલિકા વધુ સિરિયલથી મળી હતી જેના દ્વારા એ ઘર ઘરમાં જાણીતા બની ગયા હતા.

ટીવી ઇન્ડસ્ટ્રીમાં સફળતા પછી સિદ્ધાર્થ શુક્લાએ બોલીવુડ તરફ પણ પ્રયાણ કર્યું.વર્ષ 2014માં આવેલી ફિલ્મ હંપટી શર્મા કી દુલહનિયામાં એ દેખાયા હતા. આ વર્ષે એમની બ્રોકન બટ બ્યુટીફૂલ નામની એક વેબ સિરીઝ પણ આવી હતી જે ખૂબ જ ચર્ચામાં રહી હતી.

Exit mobile version