ઇન્ટિરિયર ડિઝાઈનિંગનો કોર્સ કર્યો હતો સિદ્ધાર્થ શુક્લાએ, આ રીતે આવ્યા એક્ટિંગ લાઈનમાં, જાણો કઈ બાબતોનો હતો શોખ

બિગ બોસ 13થી ચર્ચામાં આવેલા એકટર સિદ્ધાર્થ શુકલાનું 2જી સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં નિધન થઈ ગયું છે. એકતેને મુંબઈના કૂપર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર સિદ્ધાર્થની ખૂબ જ મોટી ફેન ફોલોઇંગ હતી. જ્યાં સિદ્ધાર્થે ટીવીથી લઈને ફિલ્મો અને વેબ સિરીઝમાં ખૂબ જ સારું કામ કર્યું હતું. હાલમાં જ આપણે સિદ્ધાર્થ શુકલાને બિગ બોસ ઓટીટીમાં જોયા હતા જ્યાં એ શોમાં એક ગેસ્ટ તરીકે પહોંચ્યા હતા. એટલું જ નહીં એકટર બિગ બોસ 13ના વિજેતા પણ રહી ચૂક્યા છે.

image source

તમને જણાવી દઈએ કે ટીવીની દુનિયામાં સિદ્ધાર્થે ખૂબ નામ કમાયું હતું જ્યાં એમને બાલિકા વધુ, દિલ સે દિલ તક, ખતરો કે ખિલાડી 7 જેવા ઘણા શોમાં દમદાર કામ કર્યું છે. એ સિવાય એકટર સાવધાન ઇન્ડિયા અને ઈંડિયાઝ ગોટ ટેલેન્ટને હોસ્ટ પણ કરી ચુક્યા છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે વર્ષ 2005માં સિદ્ધાર્થે વર્લ્ડ બેસ્ટ મોડલનો ખિતાબ એમના નામે કર્યો હતો. એક્ટરે એમના ટીવી કરિયરની શરૂઆત વર્ષ 2008માં એમના શો બાબુલ કા આંગન છૂટે નાથી કરી હતી. તો સિદ્ધાર્થે એમનું બૉલીવુડ ડેબ્યુ સહાયક કલાકર તરીકે વરુણ ધવનની સાથે એમની ફિલ્મ હંપટી શર્મા કી દુલહનિયાથી કર્યું હતું. એકટર આપણને હાલમાં જ એમની વેબસિરિઝ બ્રોકન બટ બ્યુટીફૂલ 3માં પણ દેખાયા હતા..

 

View this post on Instagram

 

A post shared by Sidharth Shukla (@realsidharthshukla)

સિદ્ધાર્થ શુકલાનો જન્મ 12 ડિસેમ્બર 1980માં મુંબઈમાં થયો હતો એમના પિતા અશોક શુકલા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયામાં સીવી એન્જીનીયર હતા. પણ મોડલિંગના દિવસોમાં જ એમના પિતાનું નિધન થઈ ગયું હતું. શરૂઆતથી જ સિદ્ધાર્થ અભ્યાસમાં અને રમતગમતમાં આગળ હતા, એમને સેન્ટ ઝેવિયર્સ હાઈ સ્કૂલ, ફોર્ટથી અભ્યાસ કર્યો એ પછી એમને ઇન્ટિરિયર ડિઝાઇનનોં કોર્સ કર્યો હતો. એક્ટરને સતત ફેન્સનો પ્રેમ મળતો રહ્યો, એમને હંમેશા બધાનું ખૂબ મનોરંજન કર્યું પછી એ બિગ બોસ હોય કે પછી એમની સિરિયલ.તમને જણાવી દઈએ કે આવનારા દિવસોમાં એ આપણને અન્ય ઘણા મોટા પ્રોજેકટમાં દેખાવાના હતા. સોશિયલ મીડિયા પર સિદ્ધાર્થ શુકલાના ફેન્સ અને એમના મિત્રો સતત એમને લઈને પોસ્ટ કરી રહયા છે..

image source

સિદ્ધાર્થ શુકલાના શોખની વાત કરીએ તો એક્ટરને જિમ અને ટ્રાવેલ કરવાનું ખૂબ જ ગમતું હતું. એવોર્ડ્સની વાત કરીએ તો એક્ટરને HT મોસ્ટ સ્ટાઈલિશ એકટર (2017લ, બ્રેક થ્રુ સ્પોર્ટિંગ પરફોર્મન્સ મેલ 2014 હમ્પટી શર્મા કી દુલહનિયા માટે મળ્યો, મોસ્ટ ફિટ એકટર મેલ (2014) ઝી ગોલ્ડ એવોર્ડ પણ એમને મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sidharth Shukla (@realsidharthshukla)

સિદ્ધાર્થ શુકલાનો કોન્ટ્રોવર્સી સાથે જાણે ગાઢ સંબંધ રહ્યો છે, નવા વર્ષના અવસર પર ડ્રન્ક એન્ડ ડ્રાઈવ કેશમાં પોલિસે એમને પર 2000 રૂપિયાનું ચલણ ઠોકયું હતું. એ પછી પોલીસે એમનું લાયસન્સ સિઝ કરી લીધું હતું. વર્ષ 2018માં મુંબઈ પોલીસે રેશ ડ્રાઇવિંગને લઈને એમને અરેસ્ટ કર્યા હતા. એ પછી એમને 5 હજાર રૂપિયા લઈને છોડવામાં આવ્યા હતા.