Site icon News Gujarat

મેડિકલ ટીમની મહેનત ફળી, વડનગરના નવજાત સુવાસ અને સ્વરા થયા કોરોનામુક્ત

ગુજરાતના વડનગર તાલુકાના મોલીપુરની કોરોનાગ્રસ્ત મહિલાએ ટ્વીન્સને જન્મ આપ્યો હતો. આ ટ્વીન્સને પણ કોરોનાનો ચેપ લાગી ગયો હતો. પરંતુ આજે સારા સમાચાર એ મળ્યા છે કે આ ટ્વીન્સ હવે કોરોનામુક્ત થયા છે. તેઓ 10 દિવસની સારવાર બાદ આજે કોરોના મુક્ત થયા છે. સારવાર દરમિયાન તેમને આઈસીયુમાં પણ રાખવા પડ્યા હતા. પરંતુ સદનસીબે હવે તેમને રજા આપવામાં આવી છે.

image source

આ અંગે જાણવા મળ્યાનુસાર ગઈકાલે જ બાળરોગ નિષ્ણાંતે જાહેર કર્યું હતું કે બાળકો હવે સંક્રમણથી મુક્ત થયા છે અને તેમના જીવને પણ કોઈ જોખમ નથી. તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જન્મ થયા બાદથી માતા અને પરીવારથી દૂર આ બાળકો આટલા દિવસ હોસ્પિટલમાં ડોક્ટર અને નર્સ પાસેથી જ પ્રેમ મેળવી રહ્યા હતા.

બાળકોના જન્મ થયા ત્યારે માતા કોરોનાગ્રસ્ત હતી તેથી બાળકોને તેનાથી દૂર રાખવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ બાળકો કોરોનાગ્રસ્ત થયા અને માતા કોરોનામુક્ત થઈ ચુકી હતી એટલા માટે ત્યારે પણ બાળકોને માતાથી દૂર રાખવા પડે તેમ હતા. એટલે કે હવે જન્મના 14 દિવસ બાદ માતા અને બાળકોનું મિલન થયું હતું.

14 દિવસ કેવી રીતે થઈ બાળકોની સારવાર ?

image source

ટ્વીન્સ ભાઈ-બહેનને કોરોનાનો ચેપ લાગ્યા બાદ તેમની સઘન સારવાર વડનગરની મેડિકલ ટીમે કરી હતી. ટીમે આ ચેલેન્જ સ્વીકારી હતી કે આ બાળકોને કોરોનામુક્ત કરવા છે. મેડિકલ ટીમમાં ડો. પાલેકરની આગેવાનીમાં બાળકોની સારવાર કરવામાં આવી હતી. બંને નવજાત બાળકોને માતાનું દૂધ જંતુરહિત બાઉલમાં કાઢીને આપવામાં આવતું હતું. મેડિકલ ટીમ આઈસીયુમાં રાખેલા બાળકોની સંભાળ પીપીઈ કીટ પહેરીને કરતાં. આ બંને બાળકોના નામ હોસ્પિટલમાં જ સુવાસ અને સ્વરા રાખવામાં આવ્યા હતા.

image source

બાળકોના જન્મથી લઈ કોરોનાગ્રસ્ત થવાનો ઘટનાક્રમ

પાલનપુરના મોલીપુર ગામે જન્મેલા ટ્વીન્સ બાળકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. વડનગર તાલુકાના મોલીપુર ગામે 30 વર્ષીય મહિલાએ 16 મેના રોજ ટ્વીન્સને જન્મ આપ્યો હતો. બાળકોની માતા કોરોના પોઝિટિવ હતા જ તેથી બાળકોના રીપોર્ટ પણ કરવામાં આવ્યા હતા. ગર્ભમાં બાળકની પોઝિશન બદલી જતાં મહિલાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તેણે એક પુત્ર અને પુત્રીને જન્મ આપ્યો હતો.

image source

નવજાત બાળકોનો પહેલીવાર રીપોર્ટ થયો ત્યારે પુત્રનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો પરંતુ બાળકીનો રીપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ બે દિવસ બાદ બાળકીનો ફરીવાર રીપોર્ટ કરવામાં આવતાં જાણવા મળ્યું કે બાળકી પણ કોરોના સંક્રમિત થઈ હતી. ત્યારબાદથી બંને બાળકો સારવારમાં હતા. જો કે ગુજરાતમાં આ પહેલી ઘટના હતી કે જેમાં નવજાત ટ્વીન્સને કોરોનાનું સંક્રમણ લાગ્યું હોય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version