Site icon News Gujarat

Online ક્લાસ લેવા માટે આ ટીચરે કર્યો એવો જુગાડ કે ઈંટરનેટ પણ કહી રહ્યું છે જય હો…

કોરોના વાયરસના કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી દુનિયા જાણે અટકી ગઈ છે. માર્ચ માસથી જૂન સુધીનો સમય અને હજુ પણ આગામી દિવસો કોરોનાના કારણે કેદમાં પસાર થવાના છે.

image source

કોરોનાના આ કપરા કાળમાં સરકારે લોકોની સુરક્ષા માટે વર્ક ફ્રોમ હોમ અને બાળકો માટે ઘર બેઠા અભ્યાસ માટે ઓનલાઈન ક્લાસ શરુ કરાવ્યા છે. બાળકોનો અભ્યાસ ખરાબ ન થાય તે માટે શાળાઓ ઓનલાઈન ક્લાસ શરુ કરી ચુકી છે. તેવામાં ટીચર્સ પણ ઓનલાઈન ક્લાસ ચલાવવા એવા જુગાડ કરતી જોવા મળવા લાગી છે કે જેને જોઈ તમે પણ પેટ પકડીને હસી પડશો.

image source

ટીચર્સને ઓનલાઈન ક્લાસ ચલાવવા માટે ફોન લેક્ચરનો વીડિયો બનાવી વિદ્યાર્થીઓને મોકલવાનો હોય છે. હવે બધા જ ટીચર્સ પાસે તો વીડિયો રેકોર્ડ કરવા માટે જરૂરી સંસાધનો હોય તે જરૂરી નથી. ન તો બધા પાસે કોઈ કેમેરામેન હોય કે જે તેનો વીડિયો શૂટ કરે. તેવામાં આવી ટીચર્સ જોરદાર જુગાડ કરવા લાગી છે. આવી જ એક ટીચરના જુગાડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

પુણેમાં કેમેસ્ટ્રી ટીચર એવી મોમિતા બીએ ગત સપ્તાહમાં લિંક્ડઈન પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોના માધ્યમથી તે એ જણાવવા ઈચ્છતી હતી કે લોકડાઉનમાં તે પોતાની ઓનલાઈન ક્લાસ કેવી રીતે ચલાવી રહી છે. વીડિયોમાં મોમિતા ગ્રીન બોર્ડ પર કોઈ ટોપિક લખી અને સમજાવી રહી છે તેની પાસે ફોન હોલ્ડ કરવા માટે કોઈ સ્ટેંડ નથી એટલે કે તેણે એક જુગાડ કર્યો છે.

તેણે જૂના કપડા ફાડી અને દોરડું બનાવ્યું. આ દોરડાના ચાર ટુકડા કરી અને પછી તેને કપડા ટીંગાળવાના હૈંગર સાથે બાંધી દીધું. ત્યારબાદ ખુરશી અને છતથી દોરડા બાંધી હેંગરને લટકાવી દીધું. પછી તેણે હૈંગરમાં ફોન ફસાવ્યો અને પોતાનો વીડિયો રેકોર્ડ કર્યો.

image source

મોમિતાએ આ વીડિયો લિંક્ડઈન પર શેર કરી લખ્યું છે કે, મારી પાસે કોઈ ટ્રાઈ પોડ નથી તો મે ઓનલાઈન ક્લાસ લેવા માટે જુગાડ કર્યો.

હાલ તો ઈંટરનેટ પર મોમિતાનો આ વીડિયો અને તેની તસવીરોના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેને લિંક્ડઈન પર 2 લાખથી વધુ વાર જોવામાં આવ્યો છે અને 600થી વધુ કોમેન્ટ કરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version