જુગાડ તો બોસ આપણા દેશમાં જ, એવી બાઈક એમ્બ્યુલન્સ બનાવી કે બધી જ સુવિધા ઉપલબ્ધ, દર્દીઓની ફ્રીમાં સેવા કરશે

હાલમાં મહારાષ્ટ્રથી એક ખુબ જ સારા સમાચાર સામે આવી રહ્યાં છે. એમ્બ્યુલન્સની અછતને દૂર કરવા માટે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં બાઈક એમ્બ્યુલન્સની સેવા શરૂ કરવામાં આવી છે. આ એમ્બ્યુલન્સ સ્ટ્રેચર, ઓક્સિજન કિટ, લાઇટ, પંખા, આઇસોલેશન કેબીન જેવી સુવિધાઓથી સજ્જ છે. આ એમ્બ્યુલન્સને ‘ફર્સ્ટ રિસ્પોન્ડર’ નામ પણ આપવામાં આવ્યું છે.

image source

હાલમાં આપણે સૌ જાણીએ છીએ કે કોરોના મહામારીએ દેશના આરોગ્યતંત્રની સાથે લોકોની પણ કમર તોડી નાખી છે. અત્યારે હોસ્પિટલમાં દાખલ થવા માટે બેડ, ઓક્સિજનની સાથો-સાથ એમ્બ્યુલન્સની પણ અછત વર્તાઈ રહી છે. તેવામાં જો કોરોનાના દર્દીને એમ્બ્યુલન્સ મળી પણ જાય, તો તે ટ્રાફિકમાં ફસાઈ જાય છે અને એના કારણે કોરોના પોઝિટિવ દર્દીનું મૃત્યુ થઈ જાય છે.

હવે આ સેવાનો લોકોને લાભ મળશે અને કંઈ કેટલી જિંદગીઓને બચાવી શકાશે એવું પણ લાગી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે એલર્ટ સિટીઝન ફોરમ અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ અત્યારે પાલઘર જિલ્લા પ્રશાસનને 2 બાઈક એમ્બ્યુલન્સ આપી છે, જે હવે દર્દીઓની સેવા માટે કાર્યરત રહેશે. જો કે એનાથી પણ સારા સમાચાર એ છે કે સંસ્થાના જણાવ્યા પ્રમાણે તેઓ આવી હજુ પણ 23 બાઈક એમ્બ્યુલન્સ આપશે કે જે દર્દીઓની સેવામાં કાર્યરત રહેશે. 36 વર્ષીય નિરંજન આહીરે આ બાઈક એમ્બ્યુલન્સનું નિર્માણ કર્યું હોવાનું જાણવા મળે છે. ઉલ્લેખનીય છે કે તેઓ એલર્ટ સિટીઝન ફોરમના ફાઉન્ડર છે.

image source

જો નિરંજન વિશે વિગતે વાત કરીએ તો નિરંજનની સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી ગ્રામીણ વિસ્તારમાં આરોગ્ય, શિક્ષણ, રોજગારી જેવા વિષયો પર કામ કરી રહી છે. તેઓનું કહેવું છે કે આરોગ્યના વિવિધ વિષયો પર કામ કરતી વખતે અમને એક વાત સમજાય ગઈ કે ખરાબ અને નાના રસ્તાઓ હોવાને કારણે દર્દીઓને હોસ્પિટલ લઈ જવામાં મોડું થઈ જાય છે અને યોગ્ય સમયે સારવાર ન મળતા મોટાભાગના દર્દીઓનો મોતને ભેટે છે.

અમે આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ઘણું વિચાર્યું અને સંશોધન કર્યું. ત્યારપછી અમારી સંસ્થાએ નિષ્ણાત સાથે બેઠક કરીને બાઇક એમ્બ્યુલન્સ બનાવવાનો પ્લાન કર્યો હતો. આ કાર્ય અમારા માટે પડકારજનક હતું, કારણ કે આને બનાવવા પાછળ અમારે દર્દીઓની તમામ સુવિધાઓને પણ ધ્યાનમાં રાખવાની હતી.

image source

નિરંજને પ્લાન બનાવતી વખતની વાત કરી કે જ્યારે અમે વ્યૂહરચના બનાવી રહ્યા હતા, ત્યારે અમારી ટીમમાંથી એક સભ્યને શોલે ફિલ્મની બાઈક યાદ આવી કે જેમાં સાઈડ કાર પણ હતી જે આપણે સૌએ જોઈ જ હશે. અમે 4 મહિના સતત કાર્ય કરીને ફર્સ્ટ રિસ્પોન્ડર નામની આ બાઈક એમ્બ્યુલન્સ તૈયાર કરી અને લગભગ 3 લાખ રૂપિયાનો ખર્ચ બનાવવામાં થયો. આ એમ્બ્યુલન્સ બાઇક કન્ટેનરની જેમ વિકસિત કરવામાં આવી કે જેની સાઇડ કાર પણ ખુલે છે. સુવિધા વિશે વાત કરીએ તો એમાં લાઇટ, પંખો, રેસ્ક્યૂ સ્ટ્રેચર, સેલાઈન સ્ટેન્ડ, ઓક્સિજન સિલિન્ડર રાખવાની જગ્યા તેમજ દર્દીના સંબંધીને બેસવાની સુવિધા પણ છે.

આ સાથે જ એમ્બ્યુલન્સમાં એ પણ ધ્યાનમાં રાકવામાં આવ્યું છે કે પ્રોપર વેન્ટિલેશન અને ચારેય બાજુ બારીઓ રાખવામાં આવી છે. બાઈકની બેટરી જો કામ કરતી બંધ થઈ જાય તો અમે આમાં વધારાની બેટરી પણ આપી કે જેથી અણધારી તકલીફોને વેઠી શકાય. તેની સાથે આ બાઈકને પેરામેડિકલ સ્વયંસેવક જ ચલાવશે, જેને કટોકટીના સમયમાં દર્દીની કેવી રીતે સારવાર કરવાની હોય એ અંગે તાલીમ પણ આપવામાં આવી હશે. ટૂંકમા કોરોના પોઝિટિવ દર્દીઓેને હોસ્પિટલમાં લઈ જવા માટે આ એમ્બ્યુલન્સનો ઉપયોગ કરી શકાય તેમ છે.

image source

આના કન્ટેનરને સારી રીતે આઈસોલેટ કરવામાં આવ્યું છે. આવી પરિસ્થિતિમાં એમ્બ્યુલન્સના ડ્રાઈવરને PPE કિટ પહેરવાની પણ જરૂરત નહીં રહે, કારણ કે આ એમ્બ્યુલન્સમાં આઈસોલેશનની સુવિધા ઘણી સારી આપવામાં આવી છે. ત્યારે હવે આ લોકોની ભારે ચર્ચાં કરવામાં આવી રહી છે અને લોકો વચ્ચે આ સેવાની પ્રશંસા પણ કરવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!