જુહી ચાવલા છેલ્લા ઘણા વર્ષોથી ખેતી કરીને કમાય છે અઢળક રૂપિયા, જોઇ લો તસવીરોમાં

આખા દેશમાં ચાલી રહેલ કોરોના વાયરસની મહામારીના કારણે સરકાર દ્વારા દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેના લીધે થઈને સામાન્ય વ્યક્તિઓથી લઈને બોલીવુડ સેલેબ્સ અને ક્રિકેટર્સ, અન્ય રમતવીરોથી લઈને રાજકારણીઓને પણ ફરજીયાત પણે ઘરે બેસી રહેવાનો વારો આવ્યો છે. ત્યારે બોલીવુડ સેલેબ્સ ઘરમાં જ સમય પસાર કરવા માટે કઈકને કઈક ઉપાયો કરતા રહે છે.

image source

ત્યારે બોલીવુડના દબંગ કહેવાતા સલમાન ખાન પોતાના ફાર્મહાઉસમાં સમય ગાળી રહ્યા છે. ત્યારે બોલીવુડની ચુલબુલી જુહી ચાવલા પણ પોતાના ફાર્મહાઉસ પર રહીને ત્યાં શાકભાજી ઉગાડવાનું કામ કરીને પોતાનો સમય વિતાવી રહી છે. જુહી ચાવલાએ પોતાના ખેતી કરતા ફોટોઝ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. તેમજ જુહી ચાવલા છેલ્લા ઘણા સમયથી ફિલ્મોથી અંતર જાળવી રહી છે.

જુહી ચાવલા દ્વારા શેર કરાયેલ એક ફોટોમાં આપ જોઈ શકો છો કે, ફોટામાં જુહીના વાળ વિખરાઈ ગયા છે, તેમજ ચહેરા પર સ્પષ્ટરૂપે થાક જોવા મળે છે. આ ફોટોના કેપ્શનમાં જુહી લખે છે કે, જોવો મારું નવું કામ મેથી, કોથમીર, અને ટામેટા ઉગાડવાનો પ્રયત્ન કર્યો છે. હવે જોઈએ આગળ શું થાય છે?

image source

૫૨ વર્ષીય જુહી ચાવલા સતત ૮ વર્ષથી ખેતી ક્ષેત્રે કામ કરી રહી છે. જુહી ચાવલા પોતાના ફાર્મહાઉસમાં ઓર્ગેનિક ખેતી કરીને શાકભાજી અને ફળ ઉગાડી રહી છે. જુહી ચાવલાના બગીચામાં ૨૦૦ કરતા વધારે આંબાના ઝાડ ઉગાડવામાં આવ્યા છે. ઉપરાંત જુહી ચાવલા પોતાના બગીચામાં ચીકુ, પપૈયા અને દાડમના ઝાડ પણ ઉગાડ્યા છે. છેલ્લા ૮ વર્ષથી ખેતીમાં કાર્યરત જુહી કહે છે કે, હું ફાર્મહાઉસમાં ફક્ત ઓર્ગેનિક ખેતી જ કરીએ છું. ઓર્ગેનિક ખેતી જુહી વાડા સ્થિત ફાર્મહાઉસમાં કરી રહી છે.

જુહી ચાવલા પોતાના એક ઇન્ટરવ્યુમાં જણાવે છે કે, જો આપ એકવાર ઓર્ગેનિક રીતે ઉગાડવામાં આવેલ શાકભાજી અને ફળ ખાઈ લેશો તો ત્યાર પછી આપ ક્યારેય માર્કેટમાં મળતા કેમીકલયુક્ત શાકભાજી કે ફળો ખાવાનું પસંદ કરશો નહી.

જુહી ચાવલા કહે છે કે, મારા પિતા એક ખેડૂત હતા. તેમણે ૨૦ એકર જેટલી જમીન વાડા સ્થિત ખરીદી હતી. પિતાએ જયારે જમીન લીધી ત્યારે મને તેના વિષે કોઈ જાણકારી હતી નહી કારણ કે, તે સમયે હું ફિલ્મોમાં કામ કરવાના લીધે ખુબ જ વ્યસ્ત હતી. પણ મારા પિતાના અવસાન થઈ ગયા પછી મારે ખેતીવાડીમાં ધ્યાન આપવું પડ્યું.

image source

જુહી ચાવલા પાસે વાડા સિવાય પણ એક ફાર્મહાઉસ ધરાવે છે જ્યાં તે ઓર્ગેનિક પદ્ધતિ અપનાવીને શાકભાજી ઉગાડી રહી છે. આ વિષે જણાવતા જુહી ચાવલા જણાવે છે કે, જયારે મારી પાસે રોકાણ કરવા માટે પૈસા હતા ત્યારે મને કોઈએ સલાહ આપી કે હું જમીનમાં રોકાણ કરું. આ સલાહનું અનુસરણ કરીને મેં માંડવામાં ૧૦ એકર જેટલી જમીન ખરીદી છે. આ જમીન પર હાલમાં ત્યાં પણ ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરીને શાકભાજી ઉગાડી રહી છે.