Site icon News Gujarat

જેમને મિત્ર સમજતી હતી દુનિયા એ તો અસલમાં નીકળ્યા પતિ-પત્ની, જાણો એ સ્ટાર્સ વિશે જેમને ગુપચુપ કરી લીધા લગ્ન

બોલીવુડમાં લગ્નની સિઝન ફરી એકવાર શરૂ થઈ ગઈ છે અને ઘણા જાણીતા ચહેરાઓ લગ્ન બંધનમાં બંધાઈ ચુક્યા છે. તો અમુક સ્ટાર્સ તો એવા પણ છે જે લગ્ન કરશે એવી ચર્ચાઓ થઈ રહી છે. હવે તો સ્ટાર્સના લગ્નની ખબર ઘણા સમય પહેલા જ ચર્ચામાં આવી જાય છે પણ ઘણી હસ્તીઓ એવી પણ છે જેમને ગુપચુપ લગ્ન કરી લેવું જ યોગ્ય માન્યું હતું. એટલે સુધી કે આ સ્ટાર્સને લોકો પહેલા ફક્ત એકબીજાના સારા મિત્રો જ માનતા હતા. એવામાં જ્યારે આ કલાકારોના લગ્નની ખબર સામે આવી ત્યારે એમના ફેન્સ તો હેરાન જ થઈ ગયા.

જોન અબ્રાહમ અને પ્રિયા રૂંચલ.

image source

બોલીવુડમાં પોતાની દમદાર એક્ટિંગ અને ગુડ લુકસથી ધૂમ મચાવનાર જોન અબ્રાહમ લગભગ 9 વર્ષ સુધી બિપાશા બાસુ સાથે રિલેશનશિપમાં રહ્યા હતા. એટલે એમના ફેન્સને પણ લાગવા લાગ્યું હતું કે જોન અને બિપાશા લગ્ન કરી લેશે. જો કે એક પોસ્ટ દ્વારા મીડિયા અને ફેન્સની સામે જોન અને પ્રિયા રૂંચલના લગ્નનો અચાનક જ ખુલાસો થયો હતો. એમના લગ્નના સમાચાર ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા.

રેખા અને વિનોદ મેહરા.

image source

બોલીવુડની સદાબહાર અભિનેત્રી રેખા અને વિનોદ મેહરાનો સંબંધ ક્યારેય સંપૂર્ણ રીતે સ્પષ્ટ ન થઈ શક્યો. એવું કહેવામાં આવે છે કે બંનેએ ચોરીછુપી લગ્ન કરી લીધા હતા. રેકજ અને વિનોદ મેહરાના લગ્ન વિશે કહેવામાં આવે છે કે વિનોદ મેહરા તેમની માતાને રેખા સાથેના લગ્ન માટે નહોતા મનાવી શક્યા. જ્યારે એ કોલકાતામાં લગ્ન કરીને રેખાને સીધા એરપોર્ટ પરથી ઘરે લઈ ગયા અને રેખા વિનોદ મેહરાની માતા કમલા મેહરાને પગે લાગી તો એમને રેખાને ધક્કો મારી દીધો હતો.

સાજીદ નાડીયાદવાલા અને દિવ્યા ભરતી.

image source

સમય કરતાં પહેલાં દુનિયાને અલવિદા કહી દેનારી બોલિવુડ અભિનેત્રી દિવ્યા ભારતીએ 19 વર્ષની ઉંમરમાં ખૂબ જ નામ મેળવી લીધું હતું. એટલું જ નહીં ખૂબ જ નાની ઉંમરમાં એમને પ્રોડ્યુસર સાજીદ નાડીયાદવાલા સાથે લગ્ન પણ કરી લીધા હતા. દિવ્યા પોતાના કરિયરમાં પિક પર હતી જ્યારે એમને સાજીદ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન ખૂબ જ ગુપચુપ રીતે થયા હતા જેની જાણકારી ફક્ત અમુક મિત્રોને જ હતી.

જુહી ચાવલા અને જય મહેતા.

image source

જુહી ચાવલાના સ્મિત સામે તો લાખો કરોડો ફેન્સ પોતાનું દિલ હારી જતા હતા. જુહી પોતાની દમદાર એક્ટિંગ અને સુંદરતાના કારણે દરેકના દિલ પર રાજ કરતી હતી. એવામાં જ્યારે જુહીના લગ્નની ખબરો સામે આવી હતી તો એમના ફેન્સનું દિલ તૂટી ગયું હતું. સૌથી હેરાન કરી દેનારી વાત એ હતી કે જુહી લાંબા સમય સુધી જય મહેતાને પોતાના સારા મિત્ર કહેતી રહી હતી પણ જ્યારે એમના લગ્નનું રહસ્ય ખુલ્યું તો દરેક વ્યક્તિ હેરાન રહી ગઈ. જુહી ચાવલા અને જય મહેતાએ ગુપચુપ રીતે લગ્ન કર્યા હતા જેમાં એમના ખૂબ જ નજીકના લોકો જ સામેલ થયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version