મુંબઈ એરપોર્ટ પર જુહી ચાવલાની બુટ્ટી ખોવાઈ ગઈ, અભિનેત્રીએ કરી મોટી જાહેરાત, કહ્યું- જેને મળશે એને હું…

મુંબંઈ એરપોર્ટ પર ખોવાઈ જૂહી ચાવલાની ડાયમન્ડ ઇયરિંગ – કહ્યું 15 વર્ષથી પહેરે છે શોધવામાં મદદ કરો

સામાન્ય રીતે આવું ઘણાબધા લોકો સાથે થતું હોય છે, જ્યારે કોઈ એક વસ્તુ સાથે આપણે ખૂબ જોડાઈ જતા હોઈએ છીએ ત્યારે તેની વગર રહેવું મુશ્કેલ બની જાય છે પછી તે કોઈ પણ વસ્તુ હોય, કપડાનો કોઈ ટૂકડો હોય, કોઈ પેન હોય, કોઈ પર્સ હોય, કોઈ સિક્કો હોય, પુસ્તક હોય કે પછી શરીર પરનું કોઈ ઘરેણું હોય. અને જો આવામાં તમારી તે પ્રિય વસ્તુ ખોવાઈ જાય તો આપણને ઘણી તકલીફ થતી હોય છે.

image source

આવું જ કંઈક બોલીવૂડ અભિનેત્રી જૂહી ચાલવા સાથે પણ થઈ રહ્યુ છે. તેને લઈને તેમણે પોતાના આધિકારિક ટ્વિટર હેન્ડલ પર એક ટ્વીટ કરીને લોકોની મદદ માંગી છે. વાસ્તવમા જૂહી ચાવલાની એક ડાયમંડ ઇયરિંગ મુંબઈ એરપોર્ટ પર ક્યાંક ખોવાઈ ગઈ છે. જેને તેણી છેલ્લા 15 વર્ષથી પહેરતી હતી.

image source

હવે તેમણે પોતાની આ ઇયરિંગના બીજા પીસની તસ્વીર શેર કરી છે અને સાથે લખ્યું છે, ‘આજે સવારે જ્યારે હું મુંબઈ એરપોર્ટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ગેટ નંબર 8, ટી2 પર પહોંચી, અમિરાત કાઉન્ટર પર ચેકિંગ… સિક્યોરિટી ચેક ઇમિગ્રેશન દરમિયાન ક્યાંક મારી ડાયમંડ ઇયરિંગ સરકીને ખોવાઈ ગઈ છે.

જો કોઈ તેને શોધવામાં મારી મદદ કરી શકતું હોય તો સારું રહેશે. કૃપા કરીને પોલીસને બતાવો. તમને ઇનામ આપવાથી મને ખુશી થશે. આ મેચિંગ પીસ છે, હું આ ઇયરિંગ્સ છેલ્લા 15 વર્ષથી લગભગ રોજ પહેરું છું. કૃપા કરીને તેને શોધવામાં મારી મદદ કરો.’

image source

જૂહી ચાવલાના ટ્વીટ પર લોકોએ ખૂબ પ્રતિક્રિયાઓ પણ આપી છે. આ ટ્વીટને અત્યાર સુધીમાં દસ હજાર કરતાં પણ વધારે લોકોએ લાઇક કર્યું છે. પોસ્ટને 1.2 હજાર લોકોએ શેર પણ કર્યું છે અને ઘણા બધા લોકોએ કમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. લોકોએ આશા વ્યક્ત કરી છે કે અભિનેત્રીને તેણીની ઇયરીંગનો બીજો પીસ જલદી મળી જશે.

image source

એક યુઝરે કમેન્ટ કરીને લખ્યું છે, ‘આશા છે કે તમને તે મળી જશે.’ એક અન્ય યુઝરે લખ્યું છે, ‘તેને ટ્વિટ કરવાનો અર્થ એ છે કે તે તમારા માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. આશા છે કે તે તમને પાછી મળી જાય.’ જોકે પોતાના આ ટ્વીટ બાદ જુહી ચાવલાએ તેને લઈને કોઈ જ અપડેટ શેર નથી કરી.

આપણા જીવનમાં ઘણી બધી એવી વસ્તુઓ છે જેનું મહત્ત્વ તેની કીંમતથી નહીં પણ તેની સાથે જોડાયેલી આપણી લાગણીઓના કારણે વધી જતું હોય છે. જૂહી ચાવલા પણ આ ઇયરિંગ સાથે એવું જ કોઈ કનેક્શન ધરાવતી હશે માટે જ તેણીએ તેના વિષે ટ્વિટ કરવું પડ્યું હશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત