Site icon News Gujarat

ઝુલા પર ઝુલતી ઢીંગલીએ આખા શહેરને પરસેવો ચઢાવ્યો, લોકોમાં ડરનો માહોલ

ઓસ્ટ્રેલિયામાં એક ઢીંગલીએ આખા શહેરની ઉંઘ ઉડાડી દીધી છે. આ ઢીંગલી ઝાડ પર એક ઝુલામાં પર બેઠી છે અને જ્યારે પણ પવન ફૂંકાય છે ત્યારે તે ઝૂલવા લાગે છે. સ્થાનિક લોકો આ ઢીંગલીને ભૂત માને છે અને તેઓ કહે છે કે જે કોઈ આકસ્મિક રીતે આ ઢીંગલીની નજીક જાય છે, તેના ખરાબ દિવસો શરૂ થઈ જાય છે.

image source

આ કેસ ઉત્તર ક્વીન્સલેન્ડનો છે. સ્થાનિક લોકો કહે છે કે આ ઢીંગલી ખરાબ નસીબ લાવી છે. તેની અસર આસપાસના લોકો પર પણ પડે છે. લોકો તેના વિશે વાત પણ કરવા માંગતા નથી. તેઓ કહે છે કે આ ઢીંગલી દુષ્ટતા ફેલાવે છે.

ઢીંગલી વિશે કોઈ વાત કરવા માંગતા નથી

image source

ડેઇલીમેલના સમાચાર અનુસાર, અહીંના લોકો કહે છે કે આ ઢીંગલીને જોયા પછી અત્યાર સુધી ઘણા લોકોનો અકસ્માત થયો છે. હિંચનબ્રૂકના સાંસદ નિક ડીમેટ્ટોએ કહ્યું: એવું લાગે છે કે અહીં રહેનારા દરેક લોકો ઢીંગલી વિશે જાણે છે, પરંતુ કોઈ પણ તેના વિશે વાત કરવા માંગતું નથી. ડેઇલીમેલ મુજબ, જ્યારે લોકો પાસે આ ઢીંગલી વિશે જાણવાનો પ્રયાસ કર્યો, ત્યારે કોઈએ તેના વિશે વાત કરી નહીં. આ ઢીંગલી ક્યાંથી આવી અને તે ક્યારે ઝાડની ડાળી પર ઝૂલવા લાગી તે કોઈ કહેવા તૈયાર નથી.

image source

નિક ડીમેટ્ટોએ એમ પણ કહ્યું કે, તેમણે એવા લોકોની કહાની સાંભળી છે તેમણે માછલી પકડતી વખતે ઢીંગલીની ખૂબ નજીક આવી ગયા હતા, ત્યાર બાદ તેને નુકશાની વેઠવી પડી હતી. નિક ડેમેટ્ટો કહે છે કે તે લોકોનો વહેમ અથવા સંજોગોને કારણે હોઈ શકે છે. આ ઢીંગલીને લઈને સ્થાનિક લોકોને ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ભયનું વાતાવરણ એવું છે કે આ અંગે કોઈ જવાબ આપવા માંગતો નથી. પરંતુ દરેક આ રહસ્ય વિશે જાણવા માંગે છે.

image source

શહેરમાં રહેતા એક ઉદ્યોગપતિએ જણાવ્યું કે આ ઢીંગલી એક પ્રેમી યુગલ દ્વારા બનાવવામાં આવી હતી જે શહેરમાં થોડો રંગ ફેલાવવા માંગતી હતી. પરંતુ તે દંપતી વિશે કોઈને કંઈ ખબર નથી. એવું કહેવામાં આવે છે કે પ્રેમી યુગલ હવે ગાયબ થઈ ગયું છે અને આ ઢીંગલી તેની સાથે સંબંધિત હોઈ શકે છે. જો કે, સ્થાનિક વહીવટી તંત્ર તેના વિશેની સત્ય જાણવા પ્રયાસ કરી રહ્યું છે.

image source

પરંતુ તેમના સામે પણ સમસ્યાએ આ આવી રહી છે કે કોઈ પણ વહીવટી અધિકારી તેની પાસે જવા માંગતો નથી. આવી સ્થિતિમાં, તે ઢીંગલીની તપાસ કેવી રીતે કરવામાં આવશે, આ મોટો પ્રશ્ન છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version