જુના જમાનામાં મહિલાઓ આ ચીજોના ઉપયોગથી ફેસ-પેક બનાવતી હતી, તમે પણ આ દેશી ઉપાય અજમાવો

ત્વચાની સંભાળ રાખવા માટે ઘણા ઉત્પાદનો બજારમાં જોવા મળશે, પરંતુ મોટાભાગના લોકો જૂના જમાનાના સ્વદેશી ઉપાય પર વધુ વિશ્વાસ કરે છે. જો તમે પણ તમારી ત્વચાને ગ્લોઈંગ બનાવવા માટે દેશી ઉપાય શોધી રહ્યા છો, તો આજે અમે તમને દેશી ઉપાય વિશે જણાવીશું જે ઉપાય અજમાવ્યા પછી તમે કોઈપણ બજારમાં મળતા પ્રોડક્ટ્સ અને પાર્લરોથી દૂર રેહશો અને માત્ર આ ઉપાય જ અજમાવશો.

image source

આ ફેસ-પેકનો ઉપયોગ તમે તહેવારોના સમયમાં પણ કરી શકો છો, આ ફેસ-પેક ત્વચાને સાફ કરવા, સુંદર બનાવવા અને ત્વચાને ગ્લોઈંગ બનાવવામાં મદદ કરશે. જો તમારી પાસે મુલ્તાની માટી નથી, તો તેના બદલે તમે ચણાના લોટનો ઉપયોગ પણ કરી શકો છો. તો ચાલો જાણીએ મુલતાની માટીથી બનતા ફેસ-પેક વિશે.

ફેસ-પેક માટેની સામગ્રી

image source

બે ચમચી મુલતાની માટી

એક ચમચી હળદર

એક ચમચી દહીં

એક ચમચી મધ

બનાવવાની રીત.

image source

– સૌથી પેહલા એક બાઉલમાં આ બધી જ સામગ્રીને મિક્સ કરો. જો તમે ઇચ્છો તો તમે સુકા ગુલાબની પાંખડીઓ પણ આ ફેસ-પેકમાં
નાખી શકો છો.

– ત્યારબાદ તમારી ત્વચાને પાણીથી સાફ કરો અને આ ફેસ-પેક લગાવો.

– તમારા ચેહરા પર આ ફેસ-પેક 20 મિનિટ માટે રહેવા દો. પછી આ પેકને ઘસવું અને સાબુવાળા પાણીથી સાફ કરવું.

– આ ફેસ-પેક તમે તમારા ચહેરા, ગળા અને હાથ પર અઠવાડિયામાં એક કે બે વાર લગાવી શકો છો.

ફેસ-પેકનો ફાયદો ફાયદો

image source

હળદર એક અત્યંત શક્તિશાળી એન્ટી-ઓક્સિડેન્ટ છે. તેના બળતરા વિરોધી ગુણધર્મોને લીધે તે ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ
કરશે. તે નિસ્તેજ દેખાતી ત્વચાને પણ એકદમ ગ્લોઈંગ કરે છે. મુલ્તાની માટી ત્વચાને શુદ્ધ કરવામાં મદદ કરે છે. મુલ્તાની માટી તમારી
ત્વચામાં કુદરતી તેલ ઉમેરી દે છે અને કુદરતી રીતે ત્વચાને પોષણ આપે છે, જેથી ત્વચા ગ્લોઈંગ બને છે. દહીંમાં જોવા મળતા લોરિક
એસિડથી મૃત કોષો અદૃશ્ય થઈ જાય છે. તે ત્વચા પરના બેક્ટેરિયાને સંતુલિત કરવામાં પણ મદદ કરે છે. મધ ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે અને એન્ટિસેપ્ટીકનું કામ કરે છે. આ ઉપરાંત ત્વચા પરના કુદરતી બેક્ટેરિયાને જાળવી રાખે છે, જે ત્વચાને વધુ મજબૂત રીતે સુરક્ષિત કરે
છે.

તમે તૈલીય ત્વચા માટે આ રીતે મુલતાની માટીનો ઉપયોગ કરો

સામગ્રી

image source

-મુલતાની માટી

– ગુલાબજળ

કેવી રીતે બનાવવું

– તમે મુલતાની માટી અને ગુલાબજળ બંને વસ્તુને એક સાથે મિક્સ કરો અને એક સરળ પેસ્ટ બનાવો.

– હવે તેને તમારા ચહેરા પર લગાવો અને તેને 15 મિનિટ માટે સુકાવા દો.

– એકવાર તે સુકાઈ જાય પછી તમારા ચહેરાને હળવા પાણીથી સારી રીતે ધોઈ લો અને ત્યારબાદ તમારા ચેહરા પર મોઇશ્ચરાઇઝર લગાવો.

શુષ્ક ત્વચા માટે

જો તમારી ત્વચા શુષ્ક છે, તો આ ફેસપેક લગાવવાથી તમારી ત્વચામાં ઘણો ફાયદો થશે.

સામગ્રી

-મુલતાની માટી

– એલોવેરા જેલ

– મધ

કેવી રીતે બનાવવું

– 2 ચમચી મુલતાની માટી, એક ચમચી મધ અને એલોવેરા જેલ મિક્સ કરો.

image source

– ત્રણેય વસ્તુની સરળ પેસ્ટ બનાવો અને તેને તમારા ચહેરા પર લગાવો.

– આ પેસ્ટને તમારા ચહેરા પર 20 મિનિટ માટે રહેવા દો અને પછી તમારા ચહેરાને સામાન્ય પાણીથી ધોઈ લો.

– ત્યારબાદ મોઇશ્ચરાઇઝર લગાવી, તમારી ત્વચાને વધુ સુંદર બનાવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત