નવદંપતી પર કૂહાડીના ઘાતકી પ્રહાર કરીને મોતને ઘાટ ઉતારીને બાઈક પર ફરાર થઇ ગયા અજાણ્યા શખ્સો, કેટલી હદે ક્રુરતા કહેવાય

પ્રેમલગ્નનો આવ્યો કરુણ અંજામ – નવદંપત્તીને કૂહાડીના પ્રહારથી મોતને ઘાટ ઉતાર્યા

પ્રેમલગ્ન કરનાર આ નવદંપત્તિએ ક્યારેય પોતાના આવા કરૂણ અંતની કલ્પના નહીં કરી હોય. જૂનાગઢના માંગરોળમાં આ કરૂણ ઘટના ઘટી ગઈ છે જેમાં માત્ર ચાર જ મહિનાથી લગ્નગ્રંથીથી જોડાયેલા યુગલની કૂહાડીના ઘા ઝીકીને કરપીણ હત્યા કરવામાં આવી છે. અને આવી ઘાતકી હત્યાથી આખાએ વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ છે.

image source

મળેલા અહેવાલ પ્રમાણે નવયુગલ સંજય રામશીભાઈ રામ પત્ની ધારાબેન રામ એટલે કે ધારા ભાણાભાઈ પરમાર અને સંજયની બહેન ત્રણ સવારીમાં કેશોદથી જૂનાગઢ તરફ બાઈક પર જઈ રહ્યા હતા, તે સમયે વંથલી નજીક આવેલા એક પેટ્રોલ પંપની નજીક બાઈક પર સવાર થયેલા વ્યક્તિએ સંજયના હાથ પર કૂહાડી દ્વારા ઘાતકી પ્રહાર કર્યો હતો અને બાઈક પર સવાર ત્રણે વ્યક્તિ રસ્તા પર પટકાઈ પડ્યા હતા. ત્યાર બાદ બાઈક પર સવાર તે અજાણ્યા લોકોએ સંજય અને તેની પત્ની ધારા પર વારંવાર કૂહાડીના ઘાતકી પ્રહાર કર્યા હતા અને તેમને મોતને ઘાટ ઉતારીને બાઈક પર ફરાર થઈ ગયા હતા.

કૂહાડીના ઘાતકી પ્રહારથી સંજય અને ધારાનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું હતું. ઘટનાની જાણ વંથલી વિસ્તારના પીએસઆઈ ચૌહાણને થતાં તેઓ કેશોદ ડીવાયએસપી ગઢવી અને પોતાના પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સ્થળ પર હતપ્રભ અવસ્થામાં સંજયની બહેન પાસેથી પ્રાથમિક માહિતી મેળવીને પોલીસે તપાસ આગળ વધારી છે.

image source

જિલ્લા પોલીસના વડા સૌરભસિંઘ દોડીએ ઘટનાની વિગત આપતા જણાવ્યું હતું કે યુવક અવ્ યુવતી બન્ને માંગરોળના દરસાલી ગામના રહેવાસી હતા, અને ચાર મહિના પહેલાં ઘરેથી ભાગીને તેમણે પ્રેમ લગ્ન કર્યા હતા. યુવક રાજકોટ શહેરમાં કામ કરતો હતો પણ લોકડાઉના કારણે તે બન્ને પોતાના વતન પાછા આવ્યા હતા. મૃતક સંજયની બહેન દ્વારા મળેલી માહિતીના આધારે તપાસ આગળ વધારવામાં આવી છે. અને આરોપીની ઓળખ મેળવવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજની મદદ લેવામાં આવી રહી છે.

image source

પ્રેમમાં ઓતપ્રોત યુગલ ભાગી ગયું ત્યારે યુવતિના પિતાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.

ધારા અને સંજય વચ્ચે ગાઢ પ્રેમ સંબંધ હતો. તેમણે પોતાની સુંદર તસ્વીરને બાઇકના કીચેનમાં પણ નખાવી હતી તો મોબાઈલના કવરમાં પણ લગાવી હતી. તે બુધવારે તેમણે મેચીંગ વસ્ત્રો પહેર્યા હતા અને મનમાં કંઈ કેટલાએ અરમાનો લઈને તેઓ ઘરેથી નીકળ્યા હતા પણ તેમને શું ખબર હતી તે દિવસ તેમનો અંતિમ દીવસ બની રહેશે.

image source

મૃતક યુવતિનું નામ ધારાબેન ભાણાભાઈ પરમાર હતું, તેણીએ સંજય સાથે ભાગીને લગ્ન કર્યા હતા, અને જ્યારે તેણી ઘરેથી ભાગી હતી ત્યારે તેના પિતાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત