જૂન મહિનામાં કોરોનામાં થયા હતા આટલા મોત, જ્યારે જુલાઇમાં મૃત્યુદર ઘટ્યો પણ સામે થયુ એવુ કે…

જુલાઈના પંદર દિવસ દરમિયાન રાજ્યભરમાં કોરોના વાયરસને લઈને મૃત્યુદરમાં ઘટાડો, મૃત્યુદરનું પ્રમાણ ૫.૧ % થી ઘટીને ૧.૯ % સુધી થયું

લોકડાઉન પછી લાગુ કરવામાં આવેલા છૂટછાટ સાથેના અનલોક ૨ પછી કોરોના સંક્રમણના કેસમાં સતત વધતો જઈ રહ્યો છે. આવા સમયે અનલોક ૧ અને અનલોક ૨ની સરખામણી કરવામાં આવી છે. જેમાં અનલોક ૨ દરમિયાન ૧૫ દિવસમાં સતત કોરોના સંક્રમણના નવા કેસોમાં વધારો થયો છે, પણ રાહતની વાત એ છે કે આ દરમિયાન કોરોના વાયરસના કારણે થયેલા મૃત્યુમાં ઘટાડો નોધાયો છે.

image source

૧૯ માર્ચથી લઈને ૩૧ મેં સુધીમાં રાજ્ય ભરમાં ૧૬,૭૯૪ કેસની સામે ૧૦૩૮ દર્દીઓના મૃત્યુના સમાચાર આવ્યા હતા. જો કે આ આંકડો જુન મહિનામાં કુલ કેસ ૧૫૮૪૯ સામે મૃત્યુ દર ૮૧૦નો હતો, જે એ સમયગાળામાં કુલ સંખ્યાના ૫.૧ % જેટલો હતો. જે હવે ઘટ્યો છે, જુન મહિનાની તુલનામાં જુલાઈ માસના માત્ર ૧૫ જ દિવસમાં નવા ૧૨૦૦૫ કેસ નોધાયા છે જેમાંથી માત્ર ૨૩૩ લોકોના જીવ ગયા છે, એટલે કે ૧૫ દિવસ દરમિયાન રાજ્યમાં કોરોનાનો મૃત્યુદર માત્ર ૧.૯ % નોધાયો છે.

આ ૧૦ જીલ્લાના સકારાત્મક પરિણામો

image source

જુલાઈ માસ દરમિયાન એક તરફ જ્યારે સતત નવા કેસમાં વધારો થયો છે, ત્યારે આનંદના સમાચાર એ છે કે ગુજરાતના દસ જીલ્લા એવા છે જેમાં કોરોનાને કારણે એક પણ મૃત્યુ થયું નથી. આ દસ જીલ્લામાં ડાંગ, તાપી અને નર્મદા જીલ્લા તો એવા છે જેમાં આજ દિન સુધી કોરોનાના કારણે કોઈએ જીવ ગુમાવ્યો નથી. જો કે જુલાઈ મહિનાના ૧૫ દિવસની વાત કરીએ તો સાબરકાંઠા, મહીસાગર, આણંદ, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નર્મદા, ગીર – સોમનાથ, પોરબંદર અને બોટાદ એવા જીલ્લા છે જ્યાં એક પણ મૃત્યુ નોધાયું નથી.

આ 10 જિલ્લામાં મૃત્યુના આંકડા ૨ થી ઓછા

image source

રાજ્યના દસ જીલ્લામાં જયારે એક પણ મૃત્યુ જોવા નથી મળ્યું ત્યારે રાજ્યના અન્ય દસ જીલ્લામાં પણ કોરોનાના કારણે માત્ર એક અથવા બે મૃત્યુ જોવા મળ્યા છે. આ જિલ્લાઓમાં દાહોદ એવો જીલ્લો છે જ્યાં જુલાઈ મહિના સુધી એક પણ મૃત્યુ નોધાયું ન હતું, પણ જુલાઈના પંદર દિવસમાં અહી ૨ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સિવાય જુલાઈના ૧૫ દિવસમાં દાહોદ, દેવભૂમિ દ્વારકા, અમરેલી, વલસાડ, ભરૂચ અને કચ્છમાં બે બે લોકોના જીવ ગયા છે. જ્યારે ભાવનગર, સુરેન્દ્રનગર, પંચમહાલ અને નવસારીમાં એક-એકની મૃત્યુ સંખ્યા નોંધાઈ છે.

આ ૭ જિલ્લામાં મૃત્યુના આંકડા ૫ અથવા ઓછા

image source

રાજ્યભરમાં જયારે કોરોનાનો કહેર ચાલી રહ્યો છે એવા સમયે આ સાત જિલ્લાઓમાં મૃત્યુ આંક ૫ અથવા પાંચથી ઓછો રહ્યો છે. આ મૃત્યુ પાછળના પાંચ દિવસમાં નોધાયા છે. જેમાં વડોદરા, જામનગર ને બનાસકાંઠામાં ૫-૫, જુનાગાઢ અને પાટણમાં ૪-૪ તેમજ મહેસાણા અને મોરબીમાં ૩-૩ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

આ ૬ જિલ્લાઓમાં મૃત્યુ આંક ૬ કરતા વધારે

image source

રાજ્યમાં જ્યારે કોરોનાના નવા કેસમાં સતત વધારો થયો છે, ત્યારે પાછળના ૧૫ દિવસમાં ૬ કેસથી લઈને ૮૬ જેટલા દર્દીઓએ પોતાના જીવ ઘુમાવ્યા છે. જો કે જુન મહિનાની સરખામણીએ મૃતકોની સંખ્યામાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદમાં લોકડાઉન દરમિયાન ૮૪૨ લોકોએ જીવ ગુમાવ્યા હતા, અનલોક ૧માં ૫૯૯ અને જુલાઈના ૧૫ દિવસમાં ૮૬ જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ સિવાય આ ૧૫ દિવસમાં સુરતમાં આ આંક ૭૧ છે, રાજકોટમાં ૧૦, ખેડામાં ૮ અને અરવલ્લી તેમજ ગાંધીનગરમાં મૃત્યુ આંક ૬-૬ જોવા મળ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત