જૂનિયર એન્જીનિયરના ઘરે દરોડામાં સર્જાયા અજય દેવગનની Raid ફિલ્મ જેવા દ્રશ્યો

અજય દેવગનની Raid ફિલ્મ તો તમે પણ જોઈ હશે. આ ફિલ્મમાં જ્યારે દરોડા અને સર્ચ ઓપરેશન ચાલતું હોય છે ત્યારે ઘરમાંથી એવી એવી જગ્યાએથી રૂપિયા અને સોનુ નીકળે છે કે જેના વિશે વિચાર્યું પણ ન હોય. આ દ્રશ્ય ફિલ્મમાં જોઈને પણ દર્શકોને આશ્ચર્ય થયું હશે પરંતુ એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓએ તો તાજેતરમાં એક દરોડા દરમિયાન આવું દ્રશ્ય હકીકતમાં જોયું હતું.

આ ઘટના બની હતી કર્ણાટમાં. અહીં કર્ણાટક એન્ટી કરપ્શન બ્યૂરોના અધિકારીઓએ એક એન્જીનિયરના ઘરે દરોડા કર્યા હતા અને તેમાં જે જોવા મળ્યું તે જોઈ અધિકારીઓની આંખો પણ ચાર થઈ ગઈ હતી.

કર્ણાટક એન્ટી કરપ્શન બ્યૂરોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે. આ વીડિયો છે ત્યારનો જ્યારે એસીબીએ PWD ના એન્જીનિયરના ઘરે દરોડા કર્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે એસીબીના અધિકારીઓ ઘરમાં લાગેલા એક પાઈપમાંથી કૈશ, સોનાના દાગીના કાઢી રહ્યા છે.

ઘટના બની હતી કલબુર્ગીમાં જેઈ શાંતાગૌડા બિરાદરના ઘર પર થયેલા દરોડા દરમિયાન. એસીબીના અધિકારીઓએ જ્યારે દરોડા કરી સર્ચ ઓપરેશન શરુ કર્યું તો આ કાળુ ધન મળી આવ્યું હતું. શાંતાગૌડાએ પોતાના કાર્યકાળ દરમિયાન જે કાળુ નાણું એકઠું કર્યું હતું તે સંપત્તિને તેણે આ રીતે એકઠી કરી હતી.

એસીબીએ આ દરોડા એસપી મહેશ મેઘનાવરના નેતૃત્વમાં કર્યા હતા. કેટલાક મીડિયા રિપોર્ટ અનુસાર એસીબીએ સવારે 9 કલાકે શાંતાગૌડાના ઘરે દરોડા કર્યા હતા. અચાનક આવેલી ટીમને જોઈ ડરી ગયેલા બિરાદરે દરવાજા ખોલવામાં 10 મિનિટનો સમય લગાવી દીધો. જેના કારણે અધિકારીઓની શંકા વધુ ઘેરી થઈ ગઈ કે હોય ન હોય એન્જીનિયરે પૈસા ક્યાંક છુપાવ્યા છે.

ઘરની તપાસ કરતાં ટીમને શંકા ગઈ તો તેમણે એક પ્લંબરને બોલાવ્યો અને તેની પાસે ઘરના પીવીસી પાઈપ કપાવ્યા. પ્લંબરે પાઈપ કાપ્યો તો તેની અંદરથી પાણીને બદલે રોકડા રૂપિયા, દાગીના નીકળ્યા.

જૂનિયર એન્જીનિયરના ઘર પર દરોડા દરમિયાન 13.5 લાખ રૂપિયા મળી આવ્યા હતા. એસીબી અધિકારીઓને બિરાદરના ઘરની અગાસી પરથી 6 લાખ રૂપિયા મળી આવ્યા હતા. બિરાદર હાલ જેવરગી સબ ડિવીઝનમાં પીડબ્લ્યુડીમાં એક જૂનિયર એન્જીનિયર તરીકે ફરજ પર છે.