Site icon News Gujarat

જુવાન દિકરાને તબીબે મૃત જાહેર કર્યો, પછી જીવતો હોવાની આશાએ મા-બાપ ખભે લઈ બીજી હોસ્પિટલ દોડ્યા, પણ અફસોસ…

દિકરો કોને વ્હાલો ન હોય, દરેક મા બાપને પોતાનું સંતાન વ્હાલુ જ હોય છે. એ પછી ગમે તેવો હોય પણ માવતરને ગમતો જ હોય છે. માતા પિતા જીવતા જીવ દિકરા માટે બધું જ કરવા તૈયાર હોય છે. હાલમાં એક એવો જ ખતરનાક કિસ્સો સામે આવ્યો છે અને એ જાણીને તમારુ કાળજું કંપી ઉઠશે. આ વાત ચે સુરત શહરેની.

image source

બન્યું એવું કે, સુરત શહેરના અડાજણમાં વિસ્તારમાં 20 વર્ષીય યુવાનને ઇલેક્ટ્રીક કરંટ લાગ્યો હતો અને તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. તો ત્યાં લઈ જવાની સાથે જ ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. જો કે, મૃતક સદામના પરિવારજનોને એવું લાગ્યું કે તે જીવતો છે અને એવું સમજીને તેને ખભે ઉંચકીને દોડતા દોડતા બીજી હોસ્પિટલ લઇ ગયા હતા પણ અફસોસ કે ત્યાં પણ તે બચી શક્યો ન હતો.

image source

પ્રાપ્ય માહિતી અનુસાર વાત કરીએ તો ચોકબજાર ફુલવાડીમાં રહેતો સદામ ઉર્ફે સિકંદર સાબિર શા કે જે 22 વર્ષનો છે અને તે અડાજણ ખાતે ઈલેક્ટ્રિકની દુકાનમાં કામ કરતો હતો. બન્યું એવું કે ગુરુવારે સાંજે તે આવાસમાં વોશીંગ મશીન રિપેરીંગ કરવાના કામથી ગયો હતો. પણ એમાં થયું એવું કે રિપેરીંગ દરમિયાન નીચે ભીની જગ્યામાં વિજપ્રવાહ પસાર થયો અને જોરદાર કરંટ લાગ્યો. તરત જ તે બેભાન થઈને નીચે ઢળી પડ્યો હતો. જેથી તેને તેનો મિત્ર વાસીફ સિવિલ લઈ આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

image source

જ્યારે પરિવારને આ તમામ ઘટનાની ખબર પડી કે, બનાવની જાણ થતા સિકંદરના પરિવારના સભ્યો સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. હજી તો સિવિલનો સ્ટાફ મૃતદેહ પોસ્ટમોર્ટમ રૂમમાં મુકવાની તૈયારી કરી રહ્યો હતો ત્યાં જ પરિવાર આવી પહોંચ્યો હતો અને પરિવારના સભ્યો સિકંદર જીવિત હોવાની આશા સાથે તેના મૃતદેહને ખભા પર ઊંચકી બીજી ખાનગી હોસ્પિટલે દોડી ગયા હતા. પણ આ બધાની વચ્ચે રોકકળ કરતા પરિવારજનોને આ રીતે દુખની હાલમાં જોઈને લોકોની આંખો પણ ભીની થઈ આવી હતી.

image source

પછી પરિવારે આ રીતે લાશ લઈને દોડ્યા અને એ પણ પીએમ કર્યા વિના, તેથી પોલીસ અને હોસ્પિટલ સ્ટાફ દોડતો થઈ ગયો હતો. પરિવાર ખાનગી હોસ્પિટલમાં પહોચ્યા બાદ ત્યાં પણ સિકંદરને મૃત જાહેર કરતા પોલીસને જાણ કરાઇ હતી. અડાજણ પોલીસે સિકંદરનો મૃતદેહ ફરીથી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લઈ આવી હતી. જો કે આ બધી ઘટનાને લાઈવ જોનારની આંખમા પાણી આવી ગયા હતા. અને ત્યારબાદ પરિવાર પર દુખની લાગણીએ ઘરે પરત ફર્યો હતો. આ પહેલાં પણ એક વીજ કરંટ લાગીને લોકોના મોત થવાની ઘટના સામે આવી હતી.

image source

ગાંધીનગર જિલ્લાના સાંતેજ- વડસર રોડ પર આવેલા મિલન એસ્ટેટમાં નવી બનતી ફેક્ટરીમાં કામ કરતા પાંચ મજૂરોના વીજ કરંટ લાગતા ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે ત્રણ મજૂરો ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકોમાં ચાર મજૂરો અમદાવાદના રહેવાસી હોવાની માહિતી મળી હતી. બન્યું હતું એવું કે આઠ મજૂરો લોખંડની સીડી ઉંચકીને લઈ જતા હતા ત્યારે ઉપરથી પસાર થતી હાઈટેન્શન વીજવાયરને અડી જતાં દુર્ઘટના બની હતી

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version