Site icon News Gujarat

આ મહિલાને જોઈ કોરોનાને પણ પરસેવો છુટી જશે, ચમચી લઈને આગના ગોળા ઝાપટી રહી છે, વીડિયો ધડાધડ વાયરલ

બધા હાલની પરિસ્થિતિ વિશે સારી રીતે જાણે જ છે. કોરોનાએ આખા દેશમાં હોબાળો મચાવ્યો છે. આજ સુધી કેટલા લોકોએ જીવ ગુમાવ્યો તેની ખબર નથી. હોસ્પિટલોમાં દર્દીઓને ન તો બેડ મળી રહ્યા છે તો કેટલીક જગ્યાએ ઓક્સિજનને લઇને સમસ્યા આવી રહી છે. આવી સ્થિતિમાં, કોરોના પોઝિટિવ આવતા લોકો ઘરે રહીને પોતાને ઇલાજ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સાથે જ કોરોનાથી બચવા માટે લોકો ગરમ પાણીને સ્ટીમ પણ લેતા હોય છે, હળદર ગરમ દૂધમાં મિક્સ કરીને પીવે છે.

image source

હવે આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા ખુરશી પર બેઠેલી છે અને તેણે પ્લેટમાં કંઈક એવી વસ્તુ મૂકી દીધી છે, જે આગ જેવું જ દેખાઈ રહ્યું છે. વીડિયોમાં તમે જોશો કે મહિલા ચમચી વડે એક પછી એક આ ફાયરબોલ્સ ગટગટાવી રહી છે. આ વીડિયો આઈપીએસ અધિકારી રૂપીન શર્માએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે, ‘સ્ટીમ લીધા પછી, મીઠાના પાણીથી કોગળા કર્યા પછી, હળદરનું દૂધ પીધા પછી, રોજ ગરમ પાણી પીધા પછી, આ છેલ્લો ઉપાય બાકી છે. કોરોના જીવતો ભસ્મ થઇ જશે, ત્યારે હવે આ વીડિયો હાલમાં ભારે ચર્ચામાં આવ્યો છે અને લોકો પણ વીડિયોની મજ્જા લઈ રહ્યા છે.

image source

ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાની બીજી લહેર જોખમી બની રહી છે. છેલ્લા 24 કલાકમાં અહીં 4 લાખ 3 હજાર 626 લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ હતી. આ સતત ચોથી વાર હતું જ્યારે એક જ દિવસમાં 4 લાખથી વધુ કેસ આવ્યા હતા.

\નવા કેસની સાથે મૃત્યુની વધતી સંખ્યા પણ ચિંતાનું કારણ બની રહી છે. શનિવારે, દેશમાં કોરોનાને કારણે 4,091 લોકોનાં મોત થયાં. જો કે, રાહતની વાત છે કે છેલ્લા 24 કલાકમાં 3 લાખ 86 હજાર 207 લોકો સાજા પણ થયા. આ એક જ દિવસમાં સાજા થનાર લોકોની સૌથી મોટી સંખ્યા છે.

જો ગુજરાતમાં કોરોના વિશે વાત કરવામાં આવે તો રાજ્યમાં 11,892 લોકોને સંક્રમણ લાગ્યું હતુ. 14,366 લોકો સ્વસ્થ થયા અને 119 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 6.69 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 5.18 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 8,273 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અહીં 1.43 લાખ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

Exit mobile version