આવા આલીશાન ફાર્મ હાઉસમા ઠાઠથી રહે છે કાઠીયાવાડી ક્રિકેટ ખેલાડી રવીન્દ્ર જાડેજા, જુઓ તસ્વીરો

મિત્રો, હાલ પ્રવર્તમાન સમયમા ક્રિકેટ જગત ખુબ જ પ્રખ્યાત બની ચુક્યુ છે. હાલના સોશિયલ મીડિયાના યુગમા ઘરમા બનતી નાનામા નાની ઘટના પણ ખુબ જ સરળતાથી વાઈરલ થઇ જતી હોય છે. આજે આ લેખમા આપણે ક્રિકેટજગતના એક પ્રખ્યાત ખેલાડી રવીન્દ્ર જાડેજા વિશે વાત કરીશુ તો ચાલો જાણીએ આ ક્રિકેટરના અંગત જીવન વિશે.

image source

આ ક્રિકેટરનો જન્મ ૬ ડિસેમ્બર, ૧૯૮૮ના રોજ ગુજરાત રાજ્યના જામનગર જીલ્લામા થયો હતો. અહી અગત્યની વાત એ છે કે, રિવાબા જાડેજાએ હાલ, પોતાના પતિ રવિન્દ્રનો ફોટો સોશિયલ મીડિયામા પોસ્ટ કર્યો છે અને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. પતિ રવિન્દ્ર સાથેની ફોટો પોસ્ટ કરી રિવાબાએ એક સુંદર ભેંટ આપી હતી. હાલ, આ ફોટો સોશિયલ મીડિયામા ધૂમ મચાવી રહ્યો છે.

image source

ગુજરાત રાજ્યના ઓલ રાઉન્ડર ક્રિકેટર રવિન્દ્રની વાત કરીએ તો સૌ કોઈ તેની સ્ટાઈલના દિવાના છે અને તેનો રાજાશાહી ઠાઠ પણ લોકોમા ખુબ જ લોકપ્રિય છે પરંતુ, આજે આ લેખમા અમે તમને રવિન્દ્ર જાડેજા અંગેની અમુક રસપ્રદ વાતોથી વાકેફ કરાવીશુ.

image source

ટીમ ઇન્ડીયામા આપણા ગુજરાતી ખેલાડીઓ પોતાની એક વિશેષ જ ઓળખ બનાવે છે. રવિન્દ્ર એ ક્રિકેટની સાથે-સાથે બહારની દુનિયામા પણ ઓલરાઉન્ડર છે. તેણે ક્રિકેટના વિશ્વમા હંગામો મચાવી દીધો છે. રવિન્દ્રએ તેની સ્ટાઈલને કારણે બહુ જ ફેમસ છે. તે ભલે બેટિંગ કરતો હોય કે પછી બોલિંગ. આ સિવાય તે પોતાના રજવાડી શોખને કારણે પણ ખુબ જ પ્રખ્યાત છે.

image source

બાપુને ઘોડા પાળવાનો શોખ છે. તેના ફાર્મ હાઉસમાં સ્વિમિંગ પૂલ પણ છે. મિત્રો અને ચાહકો આ ફાર્મ હાઉસની મુલાકાત લેવા અવારનવાર આવતા રહેતા હોય છે. આ સિવાય રવીન્દ્ર પણ ક્રિકેટથી દૂર હોય ત્યારે તેના ફાર્મ હાઉસમાં આવતો હોય છે અને મિત્રો સાથે મજા માણતો પણ જોવા મળતો હોય છે.

image source

આ ક્રિકેટરના ફાર્મ હાઉસ પર અડધો ડઝનથી વધારે ઘોડા-ઘોડી છે. તે ક્રિકેટ ના રમતો હોય ત્યારે ફાર્મ હાઉસમા ઘોડા સાથે પોતાનો સમય વિતાવે છે. તે અહી અવારનવાર અવાર-જવર કરતો રહે છે. આ ક્રિકેટરના ફાર્મ હાઉસના મેઇન ગેટ પર આર.જે. લખવામા આવેલુ હતુ.

image source

અ ક્રિકેટર હંમેશા તેની રજવાડી સ્ટાઈલના કારણે ચર્ચામા રહેતો હોય છે. સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટમાં આ ક્રિકેટર અનેક રેકોર્ડ પોતાના નામે કરી ચૂક્યો છે. ત્યારે આંતરારષ્ટ્રીય ક્રિકેટમાં પણ તેણે પોતાનો જલવો બતાવ્યો છે. ક્રિકેટના મેદાનમા સર જાડેજા ઘણીવાર તલવારબાજી કરી ચૂક્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!