Site icon News Gujarat

જે કામ UK-દુબઈના ડોક્ટર ન કરી શક્યા એ ભારતીય ડોક્ટરોએ કરી બતાવ્યું, અને મહિલાએ 30 વર્ષ પછી મોઢું ખોલ્યુ

દિલ્હીની પંજાબ નેશનલ બેંકમાં સિનિયર મેનેજર તરીકે કામ કરનારી મહિલાનું એક અનોખું ઓપરેશન થયું છે. ખરેખર, આ મહિલાનું મોં 30 વર્ષથી બંધ હતું. ગંભીર ઓપરેશન બાદ આ મહિલાનું મોં ખુલ્યું છે. આસ્થા મોંગિયા નામની 30 વર્ષીય મહિલાને દોઢ મહિના પહેલા સર ગંગા રામ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં લાવવામાં આવી હતી, જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી.

જેના કારણે તે મોં ખોલવામાં સક્ષમ ન હતી

image source

ખરેખર, આ સ્ત્રી જન્મજાત ડિસઓર્ડરથી પીડિત હતી. તેના જડબાના અસ્થિ મોંની બંને બાજુથી ખોપરીના હાડકાથી જોડાયેલા હતા, જેના કારણે તે મોં ખોલવામાં સક્ષમ ન હતી. એટલું જ નહીં, આસ્થા તેની આંગળીથી તેની જીભને પણ સ્પર્શ કરી શકતી ન હતી. આટલા દિવસોથી આ સ્ત્રી ફક્ત પ્રવાહી પર જીવીત હતી. મોં ન ખોલવાને કારણે તેના દાંતમાં ચેપ લાગ્યો હતો.

બધાએ શસ્ત્રક્રિયા કરવાનો ઇનકાર કર્યો

તમને જણાવી દઈએ કે આસ્થા મોંગિયાને જન્મથી જ આ મુશ્કેલી હતી. સૌથી મોટી સમસ્યા એ હતી કે તેનો આખો ચહેરો ગાંઠની રક્ત વાહિનીઓથી ભરેલો હતો, જેના કારણે કોઈ પણ હોસ્પિટલ સર્જરી માટે તૈયાર નહોતી. આસ્થાના પરિવારે તેમને ભારત, યુનાઇટેડ કિંગડમ અને દુબઇની મોટી હોસ્પિટલોમાં બતાવ્યું હતું, પરંતુ બધાએ શસ્ત્રક્રિયા કરવાનો ઇનકાર કર્યો.

વિચાર-વિમર્શ પછી આ જટિલ સર્જરી કરવાનું નક્કી કર્યું

image source

સર ગંગારામ હોસ્પિટલના સિનિયર પ્લાસ્ટિક સર્જન ડો.રાજીવ આહુજાએ જણાવ્યું હતું કે, જ્યારે અમે દર્દીને જોઈ ત્યારે અમે તેમના પરિવારને કહ્યું કે સર્જરી ખૂબ જટિલ છે અને વધુ પડતા લોહી વહેવાથી ઓપરેશન ટેબલ પર મૃત્યુ પણ થઈ શકે છે. અમે પ્લાસ્ટિક સર્જરી, વેસ્ક્યુલર સર્જરી અને રેડિયોલોજી વિભાગની એક ટીમ બોલાવી હતી અને ખૂબ વિચાર-વિમર્શ પછી આ જટિલ સર્જરી કરવાનું નક્કી કર્યું.

સર્જરી માટે ટીમનું નેતૃત્વ ડો.રાજીવ આહુજાએ કર્યું. આ ટીમમાં ડો. રમન શર્મા અને ડો. ઇતિશ્રી ગુપ્તા (પ્લાસ્ટિક સર્જરી), ડો.અંબરીશ સાત્વિક (વેસ્ક્યુલર અને એન્ડોવાસ્ક્યુલર સર્જરી) અને ડો.જયશ્રી સૂદ અને ડો.અમિતાભ (એનેસ્થેસિયા ટીમ) નો સામેલ હતા.

મહિલાનું ઓપરેશન સાડા ત્રણ કલાક ચાલ્યું હતું

image source

ઓપરેશનના 3 અઠવાડિયા પહેલા દર્દીના ચહેરા પર એક વિશેષ ઈન્જેક્શન (સ્ક્લેરોસન્ટ) લગાવામાં આવ્યું હતું, જેના કારણે લોહીથી ભરેલી નસો થોડીક સંકોચાય જાય છે. 20 માર્ચ, 2021ના રોજ, દર્દીને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા અને સૌથી પહેલા ધીમે ધીમે ટ્યૂમરની નસોને બચાવતા ડોક્ટર મોંની જમણી બાજુએ પહોંચ્યાં, જ્યાં જડબુ ખોપરી સાથે જોડાઈ ગયું હતું, જ્યાં તેને કાપીને અલગ કરવામા આવ્યું એ જ રીતે, ડાબી હાજુના જોડાયેલા જડબાને અલગ કરવામાં આવ્યું. અહીંયા, જો થોડી પણ ભૂલથી જો ટ્યૂમરમી નસ કપાય જાત તો ઓપરેશન થિયેટરમાં જ દર્દીનું મોત થઈ શકે તેમ હતું. સંપૂર્ણ સફળ સર્જરી કરવામાં સાડા ત્રણ કલાકનો સમય લાગ્યો.

દર્દીનું મોં અઢી સેન્ટીમીટર ખુલ્યું

image source

ઓપરેશન દરમિયાન, દર્દીનું મોં અઢી સેન્ટીમીટર ખુલ્યું હતું, જ્યારે સામાન્ય વ્યક્તિનું મોં 4 થી 6 સેન્ટિમીટર ખુલે છે. ડોક્ટર રાજીવ આહુજાએ કહ્યું કે મોંની ફિઝીયોથેરાપી અને કસરતને કારણે હવે તેનું મોં વધુ ખુલશે.

મહિલા હવે સામાન્ય રીતે વાત કરી શકે છે

મહિલાના પિતા હેમંત પુષ્કર મુંગિયાએ જણાવ્યું હતું કે, મારી પુત્રીએ છેલ્લા 30 વર્ષમાં ઘણુ દુખ સહન કર્યું છે. તેનું મોં એટલું પણ ખુલતું ન હતું કે તે તેની જીભને તેના હાથથી સ્પર્શી શકે. સફળ સર્જરી પછી, તે મોં ખોલી શકે છે અને તેની જીભને સ્પર્શ પણ કરી શકે છે અને સામાન્ય વાતચીત પણ કરી શકે છે.

મહિલાએ ભગવાન અને ડોક્ટરોનો આભાર માન્યો

image source

30 વર્ષ પછી મોં ખોલ્યા પછી આસ્થા મોંગિયાએ કહ્યું, હું આ બીજા જન્મ માટે ભગવાન અને ડોકટરોનો આભાર માનું છું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version