કરૂણતા તો જુઓ સાહેબ, બાઇકચાલકને બચાવવા જતાં ગાડીવાળાએ કાબૂ ગુમાવ્યો, 3 મહિલાનાં ઘટનાસ્થળે જ મોત઼

લગ્ન પ્રસંગમાં ઝડપથી પહોંચવાની બેદરકારી મોંઘી પડવાનો એક કિસ્સો હાલમાં ભારે ચર્ચામાં આવ્યો છે. આ કિસ્સો મધ્યપ્રદેશમાંથી સામે આવ્યો છે અને એક પરિવારને ઝડપની મજા મોતની સજામાં પરિવર્તિત થઈ ગઈ છે. તો આવો વાત કરીએ આ કરુણ કિસ્સા વિશે. બન્યું કંઈક એવું કે મધ્યપ્રદેશના છિંદવાડામાં શુક્રવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. રામકોણાથી પરત ફરતી ગાડીની પુલ સાથે જોરદાર ટક્કર મારી હતી અને રિણામે ગાડીના 2 ટુકડા થઈ ગયા હતા એટલું ખતરનાક આ એક્સિડન્ટ હતું.

image source

માહિતી મળી રહી છે કે અકસ્માતમાં 3 મહિલાનાં ઘટનાસ્થળ પર મોત નીપજ્યાં, જ્યારે અન્ય 2 લોકોની હાલત પણ હાલમાં ગંભીર છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નાગપુર ખસેડવામાં આવ્યા છે અને જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ કેસ વિશે પોલીસના જણાવ્યા પ્રમાણે, સૌંસરનો રહેવાસી સચિન જયસ્વાલ પોતાના પરિવાર સાથે એક લગ્ન પ્રસંગમાં ભાગ લેવા રામકોણા ગયો હતો.

image source

શુક્રવારે તે ગાડીમાં પરત આવી રહ્યો હતો. આ દરમિયાન નાગપુર રોડ નજીક ડ્રીમ હોટલ પાસે બાઇકસવાર તેમની કારની સામે આવ્યો અને બન્યું એવું કે એમને બચાવવાના પ્રયાસમાં સચિન જયસ્વાલે કાબૂ ગુમાવ્યો અને ગાડી પુલમાં ટકરાઈ ગઈ. ત્યારે રોશની, માધુરી અને પ્રિયાનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં.

image source

આ સાથે જ માહિતી મળી રહી છે કે કારચાલક સચિન જયસ્વાલ અને નીલમ જયસ્વાલને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંનેને ગંભીર હાલતમાં નાગપુરની હોસ્પિટલમાં ખસેડાયાં છે. આ સાથે જ એક માહિતી સામે આવી રહી છે કે રામકોણામાં સાંજે લગ્નપ્રસંગ હતો, જેમાં સામેલ થવા માટે કારમાં સવાર પરિવારના સભ્યો સોંસર જઈ રહ્યા હતા. જો કે એ પહેલાં જ કરુણ ઘટના ઘટી અને 3 મહિલાના મોત નિપજ્યા હતા.

image source

ઉલ્લેખનીય છે કે માર્ગ અકસ્માતોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે ગુજરાત સરકારે તેના પર ધ્યાન કેન્દ્રીત કરીને રાજ્યમાં નવી સાત ઝોન કચેરી બનાવવા જઈ રહી છે. જેમાં આરટીઓમાંથી સ્ટાફની નિયુક્તિ કરવાની કવાયત હાથ ધરી હોવાની માહિતી મળી છે. પ્રત્યેક ઝોન કચેરીમાં એક સીઈઓની નિયુક્તિ પણ કરવામાં આવશે. જે આરટીઓ અથવા આસિસ્ટન્ટ આરટીઓ કક્ષાના અધિકારીઓ હોઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રોડ અને સેફ્ટી માટે આમ તો એક ટીમ કાર્યરત છે. કોઈ સ્થળે અકસ્માત થાય અને તેમાં કેઝ્યુલિટી થાય તો તેના નિરીક્ષણ માટે આ ટીમ પહોંચે છે અને માર્ગમાં ડિવાઈડર, બમ્પર, ડાઈવર્ઝન સહિતના સુધારા વધારા કરાવવા માટેના સુઝાવ આપે છે.