વૈજ્ઞાનિકોએ જ્વાળામુખીના ગરમ લાવા પર હોટડોગ કર્યુ ગ્રિલ, અને પછી…શું તમે જોયો આ વાયરલ વિડીયો?

આઇસલેન્ડના જ્વાળામુખી ફાટવાના ઘણા વીડિયો આ દિવસોમાં વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે આ જ્વાળામુખી મોટા પાયે લાવા બહાર ફેકી રહ્યો છે. આઇસલેન્ડમાં જ્વાળામુખી ફાટવાના કારણે ઘણા ભૂકંપો પણ આવી રહ્યા છે. આવી સ્થિતિમાં જ્વાળામુખી પર રિસર્ચ કરવા ગયેલા વૈજ્ઞાનિકોની ટીમનો એક વિડીયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

image source

કંઇક એવું કર્યું જે જોઈને તમને આશ્ચર્ય થશે

ઘણા લોકો જ્વાળામુખી જોવા માટે તેની પાસે જઈ રહ્યા છે. એવામાં વૈજ્ઞાનિકોની એક ટીમ પણ આ જ્વાળામુખીના સંશોધન માટે ત્યાં પહોંચી ગઈ. સંશોધન દરમિયાન વૈજ્ઞાનિકોની આ ટીમને ભૂખ લાગી. આ દરમિયાન તેણે કંઇક એવું કર્યું જે જોઈને તમને આશ્ચર્ય થશે.

image source

વૈજ્ઞાનિકોએ હોટડોગ બહાર કાઢ્યા

ભૂખ્યા લાગી ત્યારે વૈજ્ઞાનિકોએ હોટડોગ બહાર કાઢ્યા. તેમની પાસે તેને ગરમ કરવા માટે કંઈ જ નહોતું. તેઓએ તેને ગરમ કરવાની એક અલગ રીત વિશે વિચાર્યું. ત્યારબાદ વૈજ્ઞાનિકોએ હોટડોગ અને ચિકન સોસને જ્વાળામુખીના લાવા પર જ ગરમ કરી લીધો. વિડિયોમાં તમે જોઈ શકો છો કે વૈજ્ઞાનિકોની ટીમ લાવા પર હોટ ડોગને ગરમ કરી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો 2 લાખ 48 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે.

image source

યુરોપિયન દેશ આઇસલેન્ડમાં 800 વર્ષ બાદ ફાટેલા જ્વાળામુખીને જોવા માટે મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ રહી છે. લોકો વાહનો લઇને જ્વાળામુખીના મોં સુધી પહોંચી રહ્યા છે. લોકો 1150 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળતા લાવા નજીક ફોટોશૂટ કરાવી રહ્યા છે. સાયકલિંગ અને સ્ટંટ કરી રહ્યા છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે 19 માર્ચે જ્વાળામુખી ફાટ્યો હતો, ત્યારથી લગભગ 50,000 લોકો તેને જોવા પહોંચ્યા છે. સ્થિતિ એવી છે કે જ્વાળામુખી તરફ જતા માર્ગ પર 4-4 કિ.મી.ની લાંબી કતાર લાગી છે. લોકોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

ઘરોમાં રોકાવાની ચેતવણી આપવામાં આવી

તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં આઇસલેન્ડમાં હજારો ભૂકંપ આવ્યા હતા, જેના પછી હવામાન વિભાગે ચેતવણી જારી કરી હતી. જોકે જ્વાળામુખી રહેણાંક વિસ્તારથી ખૂબ દૂર છે, તેથી અત્યારે કોઈ જાનહાનિ થવાનો ભય નથી, પરંતુ લોકોને ઘરની બારી બંધ રાખવાની અને ઘરની અંદર રહેવાની સલાહ આપવામાં આવી હતી જેથી હવામાં ફેલાયેલ ગેસથી કોઈ નુકસાન ન થાય.

image source

આ જ્વાળામુખી વર્ષ 2010 માં પણ સક્રિય થયો હતો

આ જ્વાળામુખી આઇસલેન્ડની રાજધાની રેક્યાવીકની દક્ષિણ પશ્ચિમમાં સ્થિત છે. આ સમયગાળા દરમિયાન આ જ્વાળામુખી ફાટવાના ઘણા વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ જ્વાળામુખી વર્ષ 2010 માં પણ સક્રિય થયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *