ભારતની આ જગ્યાએ અકબર તેમજ અંગ્રેજોએ કર્યો હતો માતાની જ્યોત ઓલવવાનો પ્રયત્ન, અને પછી એવો ચમત્કાર થયો કે…

મિત્રો, હિમાચલ પ્રદેશમા કાંગડા ખીણથી ૩૦ કિ.મી.ના અંતરે દક્ષિણ દિશામા જ્વાળા દેવી નામનુ એક મંદિર સ્થિત છે. આ મંદિર એકયાવન શક્તિપીઠોમાં શામેલ છે. આ મંદિરને જોતાવાલી મંદિર અને નગરકોટ તરીકે પણ ઓળખવામા આવે છે. માતાના અન્ય મંદિરોની સાપેક્ષે આ મંદિર અનન્ય છે કારણકે, અહીં કોઈપણ પ્રકારની મૂર્તિની પૂજા કરવામા આવતી નથી પરંતુ, પૃથ્વીના ગર્ભમાંથી નીકળતી નવ જ્વાળાઓની પૂજા કરવામા આવે છે.

image source

આ મંદિર શોધવા પાછળનુ સંપૂર્ણ શ્રેય પાંડવોને જાય છે. આ પવિત્ર ધાર્મિક સ્થળ તેમના દ્વારા શોધવામા આવ્યુ હતુ. માતા સતીની જીભ આ સ્થળ પર પડી હતી. આ મંદિરમા માતાના દર્શન જ્યોતિ સ્વરૂપે થાય છે. મંદિરની અંદર માતાની નવ જ્યોતિઓ છે, જેને મહાકાળી, અન્નપૂર્ણા, ચંડી, હિંગળાજ, વિંધ્યાવાસની, મહાલક્ષ્મી, સરસ્વતી, અંબિકા, અંજીદેવીના નામથી ઓળખવામાં આવે છે.

image source

એક પૌરાણિક કથા મુજબ આ બધા મંદિરો શિવ અને શક્તિ સાથે જોડાયેલા છે. ધાર્મિક ગ્રંથો મુજબ આ તમામ સ્થાનો પર દેવીમાતા ના શરીરના વિવિધ અંગો પડ્યા હતા. એવુ માનવામાં આવે છે કે, આ મંદિરની જગ્યા પર માતા સતીની જીભ પડી હતી.

એક દંતકથા મુજબ પ્રાચીન સમયમા માતાના અનન્ય ભક્ત હતા ગોરખનાથ. જે માતાની હૃદયપૂર્વક સેવા કરતા હતા. એકવાર ગોરખનાથને ભૂખ લાગી ત્યારે તેમણે તેમની માતાને જણાવ્યુ કે, તમે આગ સળગાવીને પાણી ગરમ કરો, હું ભિક્ષા માંગીને લાવુ છુ.

image source

માતાએ તેમના જણાવ્યા મુજબ આગ લગાવીને પાણી ગરમ કર્યુ અને ગોરખનાથની રાહ જોવા લાગ્યા પરંતુ, ગોરખનાથ અત્યાર સુધી પાછા ફર્યા નથી. માતા આજે પણ જ્યોત પ્રગટાવીને પોતાના શ્રદ્ધાળુઓની રાહ જોઈ રહી છે. આ મંદિરની પાસે જ બાબા ગોરખનાથનું મંદિર પણ છે.

આ મંદિરનું પ્રાથમિક બાંધકામ રાજા ભૂમિચંદ દ્વારા કરવામા આવ્યુ હતુ. પાછળથી ઈ.સ. ૧૮૩૫ મા મહારાજા રણજીતસિંહ અને રાજા સંસારચંદે આ મંદિરનુ સંપૂર્ણપણે નિર્માણ કરાવ્યુ હતુ અને આ જ કારણ છે કે, આ મંદિરમાં હિન્દુઓ અને શીખ એકસમાન આસ્થા ધરાવે છે.

image source

એક સમયની વાત છે કે, જયારે દેશમા અકબર શાસન ચાલતુ હતુ. આ સમયે આ મંદિરનો મહિમા ચારેય તરફ ગવાઈ રહ્યો હતો. આ મંદિર વિશે સાંભળીને તેણે આ મંદિર તરફ પ્રયાણ કર્યું. મંદિરમાં સળગતી જ્યોત જોઈને તેના મનમા શંકા જાગી.

તેણે આ જ્યોત બુઝાવવા માટે નહેરનું નિર્માણ કરાવ્યું, તેણે પોતાની સેનાને મંદિરમાં સળગતી જ્યોતિઓ પર પાણી નાખીને બુઝાવવાનો આદેશ આપ્યો. લાખો પ્રયાસો બાદ પણ અકબરની સેના મંદિરની જ્યોતને બુઝાવી શકી નહીં

image source

આમ, અકબરને દેવી માતાની શક્તિનો અહેસાસ થયો અને તેમણે આ દેવીમાતાના મંદિરમા સોનાનું છત્ર પણ ચઢાવ્યુ. આ છત્ર જ્યારે માતાજીને ચડાવવામા આવ્યુ ત્યારે તે એક એવી ધાતુમા બદલી ગયુ કે, જેના વિશે માહિતી મેળવવી આજે પણ લોકો માટે એક રહસ્ય બની ગયુ છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ