જ્યારે આ અભિનેત્રીઓ થઈ ઘરેલું હિંસાનો શિકાર, જેમાં પૂર્વ મિસ વર્લ્ડએ તો દર્જ કર્યો હતો દહેજ ઉત્પીડનનો કેસ

યે રિશ્તા ક્યાં કહેલાતા હે ફેમ અભિનેત્રી દિવ્યા ભટનાગરે ગઈ 7 ડિસેમ્બરે દુનિયાને અલવિદા કહી દીધું. એ કોરોના વાયરસથી સંક્રમિત હતી. દિવ્યાના નિધન પછી એમના પરિવારના લોકો અને અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્યએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પરિવારના લોકો અને દેવોલીનાએ એ પણ જણાવ્યું છે દિવ્યાના પતિ ગગન પર સીમલમાં કેસ નોંધાવ્યો છે.

image source

ગગને કરવા ચોથના દિવસે પણ દિવ્યા સાથે મારપીટ કરી હતી. એમને જણાવ્યું કે ગગન શોષણના આરોપમાં 6 મહિના જેલમાં પણ રહ્યો છે.’ એ જમાનત મળ્યા પછી બહાર આવ્યો હતો. ગ્લેમર ઇન્ડસ્ટ્રી પાછળનું એક કડવું સત્ય એ પણ છે. ટીવી હોય કે બોલીવુડ, આ પહેલા પણ ઘણી અભિનેત્રીઓ સાથે ઘરેલુ હિંસાનો મામલો સામે આવી ચુક્યા છે.

શ્વેતા તિવારી.

image source

ટીવીની જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારીએ પતિ અભિનવ કોહલી પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો, એ પછી એમની પોલીસે ધરપકડ કરી લીધી હતી. શ્વેતાના કહ્યા અનુસાર અભિનવે એમની દીકરી પલક સાથે મારામારી કરી હતી. શ્વેતા તિવારી પહેલા પતિ રાજા ચૌધરીથી પણ પરેશાન હતી. રાજાએ નશાની હાલતમાં શ્વેતા સાથે ઘણીવાર મારામારી કરી હતી.

રંજીતા કૌર.

image source

80ના દાયકાની અભિનેત્રી રંજીતા કૌરે પતિ રાજ મસંદ પર મારામારી અને ચોથા ફ્લોર પરથી ધક્કો મરવાનો આરોપ લગાવ્યો હતો. રંજીતા અને એમના દીકરાએ મળીને રાજ મસંદ શારીરિક રૂપે હેરાનગતિ કરવાની વાત પણ કહી હતી. પરિવારમાં આ વિવાદ ત્યારે શરૂ થયું જ્યારે રાજ મસંદે પોતાના દીકરાને પૈસા આપવાની ના પાડી હતી.

દીપશિખા નાગપાલ.

image source

દીપશિખા નાગપાલના પૂર્વ પતિ પર મારામારી કરવાનો આરોપ લગાવ્યો હતો. દીપશિખાએ વર્ષ 2012માં કેશવ અરોડા સાથે લગ્ન કર્યા હતા પણ લગ્નના થોડા જ દિવસ પછી બંને વચ્ચે અણબનાવ શરૂ થઈ ગયો હતો. વર્ષ 2016માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.

યુકતા મુખી.

image source

વર્ષ 1999માં મિસ વર્લ્ડ જીતનાર યુકતા મુખીએ બિઝનેસમેન પ્રિન્સ તુલી સાથે વર્ષ 2008માં લગ્ન કર્યા હતા. યુકતા મુખીએ એ સમયે ખુલાસો કર્યો કે પ્રિંસે એમની સાથે મારામારી કરી. એમને દહેજ માટે હેરાનગતિનો કેસ પણ નોંધાવ્યો હતો. વર્ષ 2014માં બંનેના છૂટાછેડા થઈ ગયા.

ડિમ્પી ગાંગુલી

image source

રાહુલ મહાજન અને ડિમ્પી ગાંગુલીના લગ્નન્જ ચર્ચા ખૂબ જ હતી. લગ્નના થોડા સમય પછી જ ડિમ્પીએ રાહુલ પર મારમારીની આરોપ લગાવ્યો હતો. પછી બંનેએ છૂટાછેડા લઈ લીધા. એ પહેલાં રાહુલ મહાજનની પહેલી પત્ની શ્વેતા સિંહે પણ એમના પે ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો.

રતિ અગ્નિહોત્રી

रति अग्निहोत्री
image source

રતિ અગ્નિહોત્રીએ અનિલ વિરવાની સાથે વર્ષ 1985માં લગ્ન કર્યા હતા. રતિએ અનિલ વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ નોંધાવ્યો હતો. રતિએ જણાવ્યું હતું કે એમના પતિ એમને ખૂબ જ હેરાન કરી રહ્યા છે. વર્ષ 2015માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત