કોરોના કાળમાં બાળક જાય જ્યારે શાળાએ ત્યારે આ વાતને લઈ માતાપિતા રહે જાગૃત

કોરોનાનું સંક્રમણ ફેલાવાનું શરુ થયું ત્યારથી જ બાળકોનું સ્કુલે જવાનું બંધ થઈ ગયું હતું. છેલ્લા દોઢ વર્ષ જેટલા સમયથી બાળકો ઘરમાં બેસી અને ઓનલાઈન અભ્યાસ જ કરી રહ્યા હતા. તેવામાં બાળકો તો શાળાએ જવાનું શરુ થતા ઉત્સાહમાં છે પરંતુ તેમની સામે માતાપિતાની ચિંતા વધી ચુકી છે. કારણ કે રાજ્ય અને દેશમાંથી કોરોના નાબૂદ થયો નથી. કોરોનાનું સંક્રમણ હજુ પણ ફેલાઈ જ રહ્યું છે. તેવામાં માતાપિતાને ચિંતા એ વાતની રહે છે કે શાળાએ જતા બાળક સંક્રમણનો શિકાર થઈ ના જાય. તેવામાં આજે એવી 3 મહત્વની વાતો વિશે જણાવીએ કે જેની જાણકારી કોરોના કાળમાં શાળાએ જતા દરેક બાળકના માતાપિતાને હોવી જ જોઈએ.

1. શરદી થાય તો ટેસ્ટ કરાવો.

image source

હાલની સીઝનમાં બાળકોને શરદી થવી સામાન્ય થઈ ચુકી છે. તેવામાં દરેક માતાપિતાને ચિંતા થાય જ કે આ શરદી છે કે કોરોના.. નાના બાળકોમાં શરદી, ઉધરસ, માથાનો દુખાવો તે સમસ્યા હાલ સામાન્ય છે. તેવામાં બાળકમાં આવું કોઈપણ લક્ષણ જણાય તો ટેસ્ટ કરાવી કન્ફર્મ કરી લેવું કે તે શરદી છે કે કોરોનાની શરુઆત

2. બાળકોમાં યૂનિક લક્ષણ

image source

કોવિડ સંક્રમણ થયું હોય તેવા બાળકો અને ટીન્સમાં જોવા મળે છે યૂનિક લક્ષણ. આ લક્ષણ છે કોવિડ ફીંગર્સ અથવા તો ત્વચા પર ઘાના નિશાન. આ રેર લક્ષણ છે પરંતુ તે કોરોનાનું લક્ષણ હોય શકે છે તેથી તેના પ્રત્યે બેદરકાર ન રહો.

3. કોણે કેવી રીતે કરાવવો ટેસ્ટ ?

image source

જો ઘરમાં કોઈ સભ્ય કોવિડ મામલે હાઈરિસ્ક પર છે તો તેનો ટેસ્ટ કરાવવો જરૂરી છે. બાળકનો ઝડપથી ટેસ્ટ કરાવવા માટે ઈનફોર્મ્ડ ડિસિઝનની મદદ લઈ શકાય છે.

બાળક પોઝિટિવ થાય તો શું કરવું ?

image source

જો બાળકનો ટેસ્ટ પોઝિટિવ આવે તો સૌથી પહેલા ગભરાઈ ન જવું અને બાળકને પણ હિંમત આપવી. ઘરના બધા જ લોકોના ટેસ્ટ થશે. બાળકો માટે હાલ કોઈ અપ્રૂવ્ડ ટ્રીટમેંટ નથી. તેથી તેને હાઈડ્રેટેટ રાખવા માટે તેને આરામ કરાવો અને પાણી પીવડાવો. આ સિવાય બાળકમાં જોવા મળતા લક્ષણો પર પણ ધ્યાન આપો. જો બાળકને ગંભીર લક્ષણો જણાય જેમકે અચાનક શ્વાસ લેવામાં તકલીફ થાય, છાતીમાં દુખાવો થાય, તાવ આવે કે પેટમાં દુખે તો ડોક્ટરનો સંપર્ક કરો.