મંત્રીમંડળમાં આ મંત્રી છે સૌથી વધુ ભણેલા, જ્યારે આમની પાસે છે કરોડોની સંપત્તિ

ગુજરાતના નવા મંત્રી મંડળની શપથવિધિ ભારે ઉહાપોહ વચ્ચે પૂર્ણ થઈ છે. નવા મંત્રી મંડળમાં નો રીપીટની થિયરી અમલમાં મુકવામાં આવી છે અને સાથે જ ગુજરાતના નવા મંત્રીમંડળમાં જ્ઞાતિ સમીકરણોને ધ્યાને રખાયા છે પણ સ્પષ્ટ થઈ ચુક્યું છે. કારણ કે નવા મંત્રીમંડળમાં 7 પાટીદાર મંત્રી છે, ઓબીસી સમાજના કુલ 6 મંત્રીનો સમાવેશ કરાયો છે. ક્ષત્રિય સમાજના 2 મંત્રીઓ છે જયારે દલિત સમાજના 2 મંત્રી છે. આ સિવાય આદિવાસી સમાજના 4 જયારે જૈન સમાજમાંથી 1 મંત્રીને કેબિનેટમાં સ્થાન મળ્યું છે.

image source

રાજ્યના 17માં મુખ્યમંત્રી તરીકે સોમવારે શપથ ગ્રહણ કરનાર ભુપેન્દ્ર પટેલ રાજભવનમાં આયોજિત આ કાર્યક્રમ દરમિયાન રૂપાણી સાથે હાજર હતા. રૂપાણીએ શનિવારે પદ પરથી અચાનક જ રાજીનામું આપી દીધા પછી નવા મંત્રીમંડળનું ગઠન કરવામાં આવ્યું છે.

મંત્રીઓની સંપૂર્ણ યાદી અહીં જુઓ

ગુજરાતનાં નવા કેબિનેટ મંત્રી :

રાજેન્દ્ર ત્રિવેદી, MLA, રાવપુરા

રાઘવજી પટેલ,MLA, જામનગર ગ્રામ્ય

જીતુ વાઘાણી, MLA, ભાવનગર પશ્ચિમ

ઋષિકેશ પટેલ,MLA, વિસનગર

પૂર્ણેશ મોદી, MLA, સુરત પશ્ચિમ

નરેશ પટેલ, MLA, ગણદેવી

પ્રદિપ પરમાર, MLA, અસારવા

image source

અર્જુનસિંહ ચૌહાણ, MLA, મહેમદાવાદ

કિરિટસિંહ રાણાં, MLA, લિંબડી

કનુ દેસાઇ, MLA, પારડી

રાજ્યકક્ષાનાં મંત્રી (સ્વતંત્ર હવાલો)

હર્ષ સંઘવી, MLA, મજૂરા

જીતુ ચૌધરી, MLA, કપરાડા

જગદીશ પંચાલ, MLA, નિકોલ

મનીષા વકીલ, MLA, વડોદરા શહેર

બ્રિજેશ મેરજા, MLA, મોરબી

રાજ્યકક્ષાનાં મંત્રી

કુબેર ડિંડોર, MLA, સંતરામપુર

મુકેશ પટેલ,MLA, ઓલપાડ

image soure

નિમિષા સુથાર, MLA, મોરવાહડફ

અરવિંદ રૈયાણી, MLA, રાજકોટ દક્ષિણ

કિર્તી સિંહ વાઘેલા, MLA, કાંકરેજ

વિનુ મોરડિયા, MLA, કતારગામ

દેવાભાઈ મલમ, MLA, કેશોદ

ગજેન્દ્ર સિંહ પરમાર,MLA, પ્રાંતીજ

આર.સી મકવાણા, MLA, મહુવા

તમને જણાવી દઈએ કે કે આજે મંત્રીઓ બનેલામાંથી કુબેર ડીંડોર સૌથી વધારે ભણેલા છે જેમણે PhD કરેલ છે. બધા મંત્રીઓમાં કુલ ચાર એવા મંત્રી છે જેમણે LLB કરેલું છે જ્યારે ત્રણ મંત્રીઓ બીકોમ પાસ છે. મંત્રીઓમાં સૌથી ઓછું ભણેલા દેવાભાઈ માલમ છે જે ચાર ધોરણ પાસ છે.

image source

સંપત્તિની વાત કરીએ તો મંત્રીમંડળમાં સામેલ મોટા ભાગનાં મંત્રીઓ કરોડપતિ હોવાનું સામે આવી રહ્યું છે જ્યારે અર્જુન સિંહ ચૌહાણ પાસે 12.57 લાખની મિલકત છે જે સૌથી ઓછી છે. જ્યારે જગદીશ પંચાલ પાસે 14.75 કરોડ સંપત્તિ છે જે સૌથી વધુ છે.