આ ખૂબસુરત મહારાણીને પામવા જ્યારે અકબરે મોકલ્યું સૈન્ય અને પછી જે થયું તે…

ભારતમાં એકથી એક સુંદર સ્ત્રીઓનો જન્મ લીધો છે. ભારતીય મહિલાઓની સુંદરતાની ચર્ચા દુનિયાભરમાં થાય છે. ભારતીય સ્ત્રીઓના સૌન્દર્ય જોઈને લોકો હેરાન રહી જાય છો. ભારતમાં ઘણી સુંદરીઓએ જન્મ લીધો જેમાંથી કેટલીક સ્ત્રીઓએ સમાજના કારણે પોતાની જીવનલીલા સમાપ્ત કરી લીધી હતું.

રાણી રૂપમતીની કહાની

image source

રૂપમતી માંડુના ખેડૂતની પુત્રી હતી. જેવુ નામ હતું તેવા જ તેમા ગુણો પણ હતા. તે ખૂબ જ સુંદર સ્ત્રી હતી. તે સુંદર હોવા ઉપરાંત ગાવાની કળામાં પણ નિપુણ હતી.

બાઝ બહાદુરે કરી લીધા લગ્ન

માંડુના છેલ્લા સ્વતંત્ર શાસક હતા બાજ બહાદુર, તેમણે પણ રૂપમતી વિશે સાંભળ્યું હતું. એક દિવસ તેણે રૂપમતીને તેના મહેલમાં બોલાવી અને સંગીત પ્રસ્તુતિ કરાવી. રાજા રૂપમતીની સુંદરતા અને ગાયનથી એટલા ખુશ થયા કે તેમણે તેની સાથે લગ્ન કરી લીધા.

અકબર પણ થયો મોહિત

image source

જ્યારે અકબરને રૂપમતીની સુંદરતા વિશે ખબર પડી ત્યારે તે પણ તેને પામવાની ઈચ્છા કરવા લાગ્યો. તેણે બાઝ બહાદુરને પત્ર લખીને કહ્યું કે તે રૂપમતીને તેમની સેવામાં મોકલે. બાઝ બહાદુરને આ વાતનો ખૂબ ગુસ્સો આવ્યો અને તેણે અકબરને એક પત્ર લખ્યો કે તેઓ આવું ન કરી શકે. પોતાના આદેશનું ઉલ્લંઘન કરતો પત્ર મળતા અકબર ગુસ્સાથી લાલ થઈ ગયો. ત્યાર બાદ અકબરે પોતાના સેનાપતિ આજમ ખાનને આદેશ આપ્યો કે, તે માલવા ઉપર તરત આક્રમણ કરે અને રૂપમતીને બંધી બનાવીને તેમની સામે રજુ કરે.

આઝમ ખાને બાઝ બહાદુરને બંદી બનાવી લીધો

ત્યાર બાદ આઝમ ખાને તેની વિશાળ સૈના સાથે બાઝ બહાદુર પર હુમલો કરી દીધો. પોતાના રાજાનો હુકમ મળતા જ આજમ ખાને પોતાની વિશાળ સેના સાથે બાજ બહાદુર ઉપર આક્રમણ કરી દીધું. એક તરફ બાજ બહાદુરની નાની સેના હતી જેમણે અકબરની વિશાળ સેનાનો મુકાબલો કરવાનો હતો. અને બાજ બહાદુરની સેનાએ અકબરની સેનાનો મક્કમતા પૂર્વક સામનો કર્યો, પણ તે યુદ્ધમાં હારી ગયા. આજમ ખાનને તેમણે બંધી બનાવી લીધા. આઝમ ખાને બાઝ બહાદુરને બંદી બનાવી લીધો.

રૂપમતીએ જીવન ટૂંકાવી લીધુ

image source

જ્યારે આઝમ ખાન રૂપમતીને લેવા તેની પાસે આવવા લાગ્યા ત્યારે રૂપમતીએ ઝેર ખાઈને પોતાનું જીવન ટુંકાવી લીધુ. જ્યારે અકબરને આ વાતની ખબર પડી ત્યારે તે ખૂબ જ દુખી થયો અને તેણે રૂપમતી માટે એક મકબરો બનાવી દીધો. જ્યારે બાઝ બહાદુર માલવા પરત ફર્યો ત્યારે તેણે રૂપમતીના મકબરા પર પોતાનું માથું પટકી પટકીને જીવ આપી દીધો. આજે પણ આ બંનેની કબરો મધ્યપ્રદેશમાં આવેલી છે. તમને જણાવી દઈએ કે રાણી રૂપમતીની કહાની રાણી પદ્માવતી સાથે ઘણી મળતી આવે છે. નોંધનિય છે કે રાણી રૂપમતીની જ જેમ રાણી પદ્માવતી ઉપર પણ ખીલજીએ ખરાબ નાખી હતી અને તમણે પણ રાણી પદ્માવતીને પામવા ચઢાઈ કરી હતી. જેમા રાજાની હાર થઈ અને ત્યાર બાદ રાણી પદ્માવતીએ જોહર કર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત