જ્યારે સ્કૂલમાં છોકરીને ઈમ્પ્રેસ કરવા માટે વિવેક ઓબરોએ લીધી હતી સંજય દત્તની મદદ.

બૉલીવુડ એકટર વિવેક ઓબરોયે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. વિવેકે વર્ષ 2002માં રામ ગોપાલ વર્માની ફિલ્મ કંપનીમાં એક ગેંગસ્ટરનું પાત્ર ભજવીને ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ રામ ગોપાલ વર્માના નિર્દેશનમાં બની હતી. તો શૂટઆઉટ એટ લોખંડવાલા વિવેક ઓબરોયના કરિયરની એક મહત્વની ફિલ્મ છે. આ ફિલ્મમાં એમને માયા ડોલસ નામનું નેગેટિવ પાત્ર ભજવ્યું હતું જેના માટે એમને આજે પણ યાદ કરવામાં આવે છે.

image source

આ ફિલ્મમાં વિવેકે પહેલીવાર સંજય દત્ત સાથે સ્ક્રીન સ્પેસ શેર કરી હતી અને એ એમના માટે ખૂબ જ ખાસ અવસર હતો.સંજય દતના કારણે વિવેક પોતાના સ્કૂલના દિવસોમાં છોકરીઓ સામે હીરો બની ગયા હતા. એક રિપોર્ટ અનુસાર વિવેકે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં આ કિસ્સો જણાવ્યો હતો. એક્ટરે જણાવ્યું હતું કે એ અજમેરની જાણીતી મેયો કોલેજની બોર્ડિંગ સ્કૂલમાં ભણી રહ્યા હતા. એક વખતની વાત છે વિવેકના પિતા સુરેશ ઓબરોય જયપુરમાં કોઈ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા તો એમને વિવેકને મળવાનો પ્લાન બનાવ્યો અને એમની સ્કૂલે પહોંચી ગયા.

image source

વિવેક ઓબરોય કહે છે કે મને યાદ છે, જ્યારે હું માયો કોલેજની બોર્ડિંગ સ્કૂલમાં ભણતો હતો. મારા લીટા જયપુર કોઈ ફિલ્મના શૂટ માટે આવ્યા હતા અને એમને મને સરપ્રાઈઝ આપવાનો નિર્ણય કર્યો. એ અચાનક સ્કૂલે આવી ગયા. પોતાના પિતાને અચાનક સ્કૂલમાં જોઈને હું પણ ચોંકી ગયો.

image source

અભિનેતાએ આગળ કહ્યું કે આ દરમિયાન હું જોઈને ચોકી ગયો કે લાંબા વાળમાં સંજય દત્ત પણ કારમાંથી બહાર નીકળ્યા. એ પિતાજીની સાથે શૂટિંગ કરી રહ્યા હતા તો એમને પણ પિતા સાથે અહીંયા આવવાનો નિર્ણય કર્યો હતો.. સંજય દત્ત એ દરમિયાન ખૂબ જ લોકપ્રિય હતા. મને યાદ છે મેં એને મોકા પર ચોંકાની જેમ ઉપયોગ કર્યો, મેં એમને રોડની પેલી બાજુ ફક્ત 10 મિનિટ માટે માયો ગર્લ્સ સ્કૂલમાં આવવાની વિનંતી કરી. એ ખૂબ જ શાનદાર હતું.

image source

વિવેક ઓબરોય આગળ કહે છે કે જ્યારે એ મારી સાથે આવ્યા, ગેટ ખુલ્યો અને ચોકીદારનું મોઢું ખુલ્લું જ રહી ગયું. છોકરીઓ એકદમ પાગલ જેવી થઈ ગઈ અને હું રાજા જેવું ફિલ કરી રહ્યો હતો. એ પછી અસલી સ્ટાર તો જતા રહ્યા પણ હું સ્કૂલનો મીની સ્ટાર બની ગયો હતો. એટલે સુધી કે એકવાર તો હું સ્કૂલમાંથી ચૂપચાપ નીકળીને સંજય દત્તની ફિલ્મ જોવા જતો રહ્યો હતો અને પછી ફસાઈ ગયો હતો.

image source

વિવેક ઓબરોયની પહેલી જ ફિલ્મમાં એમના અભિનયના ખૂબ જ વખાણ થયા હતા. સાથિયા, યુવા, મસ્તી, ઓમકરા વિવેક ઓબરોયની યાદગાર ફિલ્મો છે. જો કે જે ફિલ્મોમાં એમને ગ્રે રોલ્સ ભજવ્યા એમને પણ ખૂબ જ પસંદ કરવામાં આવ્યા. સંજય ગુપ્તા નિર્દેશિત શૂટઆઉટ એટ લોખંડવાલા 2007માં રિલીઝ થઈ હતી.