જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમના માતાને આવ્યો કોરોના પોઝિટીવ, હાલમાં છે હોસ્પિટલમાં સારવાર હેઠળ

કોરોના વાયરસના સંક્રમણ દેશમાં ઝડપથી વધી રહ્યું છે. રોજે રોજ દેશમાં નવા નવા કેસ સામે આવી રહ્યા છે. હવે આ વાયરસની ચપેટમાં ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેની માતા પણ આવી ગયા છે.

image source

મધ્ય પ્રદેશના ગુનાથી પૂર્વ સાંસદ અને ભાજપના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેની માતા માધવી રાજે સિંધિયાને કોરોના થયો છે. તેમને હાલ સારવાર માટે દિલ્હીની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં તેમને કોરોના હોવાની વાતની પુષ્ટી કરવામાં આવી છે.

દિલ્હીના સાકેત મૈક્સ હોસ્પિટલમાં હાલ તેની સારવાર ચાલી રહી છે. જાણવા મળે છે કે સાકેતની મેક્સ હોસ્પિટલને કોવિડ 19 હોસ્પિટલમાં કન્વર્ટ કરવામાં આવી છે. જેથી કોરોનાના દર્દીઓને પુરતા પ્રમાણમાં વ્યવસ્થા મળે અને તેમની સારવાર સારી રીતે કરી શકાય.

image source

આ અંગે જાણવા મળ્યા અનુસાર ભાજપની તરફથી રાજ્યસભાની ચુંટણી માટે નામાંકન ભર્યા પછી જ્યોતિરાદિત્ય સિંધિયા ભોપાલથી સીધા દિલ્હી આવ્યા હતા. ત્યારબાદ જ્યારે લોકડાઉનની ઘોષણા થઈ ત્યારથી દિલ્હીમાં જ હતા. ભાજપમાં જોડાયા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયા ગ્વાલિયર ગયા નથી. મધ્ય પ્રદેશમાં પેટા ચુંટણીને લઈને તૈયારી માટે સમર્થકો પણ તેમની રાહ જોઈ રહ્યા હતા.

image source

જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની માતા માધવી રાજે સિંધિયાને કોરોના હોવાની વાત સામે આવ્યા બાદ ડોક્ટરો તેમના કોન્ટેક્ટ ટ્રેસિંગમાં લાગી ગયા છે. આ સાથે જ તેમના પરિવારના સભ્યોનું પણ હેલ્થ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. ડોક્ટરોને જાણવામાં મથી રહ્યા છે કે કેવી રીતે સિંધિયાને વાયરસનો ચેપ લાગ્યો છે.

image source

જણાવી દઈએ કે દિલ્હીમાં જ નહીં દેશભરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જ્યારે દિલ્હીમાં સીએમ અરવિંદ કેજરીવાલને પણ ગઈ કાલથી તબીયત લથડી છે. તેમને પણ તાવ અને ગળામાં તકલીફ છે જેના કારણે આજે તેમનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. આજે સાંજે તેમના ટેસ્ટનું રિઝલ્ટ આવશે.

image source

આ પહેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ડો સંબિત પાત્રાને પણ કોરોના થયો હતો. તેમને આઠ જૂનના રોજ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તેમને ગુરુગ્રામની મેંદાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તે સ્વસ્થ થયા છે અને હવે ઘરમાં કોરોન્ટાઈન છે.

image source

દિલ્હીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. હવે રાજનૈતિક પાર્ટીઓના નેતાઓ પણ કોરોનાની ચપેટમાં આવવા લાગ્યા છે.

source : jagran

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત