શું કાલસર્પ અને પિતૃદોષથી પરેશાન છો? તો મોડું કર્યા વગર આજે જ અજમાવો આ ઉપાયો અને મેળવો મુક્તિ
હાલ, મંગળવારના રોજ એક ખાસ સંયોગ બની રહ્યો છે. કાલસર્પ અને પિતૃદોષથી પીડાતા લોકો માટે આ દિવસ ખુબ ખાસ છે. પંચાંગ મુજબ મંગળવારે વૈશાખ કૃષ્ણ પક્ષના અમાવસ્યાનો દિવસ છે. વૈશાખ માસની અમાસ ને વિશેષ માનવામાં આવે છે. આ અમાસની તારીખને સુતવાઈ અને ભૌવાસ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. કાલસર્પ અને પિતૃદોષ દૂર કરવા માટે આ દિવસે પૂજા કરવાથી વિશેષ લાભ થાય છે.

શું છે આ દોષ ?
જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આપણી કુંડળીમાં બાર પ્રકારના કાલસર્પ દોષ બનતા હોય છે અને તે બધામાં જરૂરી નથી કે તે કાલસર્પ દોષ તમને નુકસાનકારક જ હોય. કેટલાક કાલસર્પ દોષ એવા પણ હોય છે. જે જાતકોને હકારાત્મક પરિણામો પણ આપે છે. તે બધુ તમારી કુંડળીમાં રહેલા રાહુ અને કેતુની સ્થિતિ પર આધાર રાખે છે.

જ્યોતિષશાસ્ત્ર મુજબ કુંડળીમાં રાહુ અને કેતુ વચ્ચે તમામ ગ્રહો આવે ત્યારે કાલસર્પ યોગ બને છે. જે કુંડળીમાં કાલસર્પનો દોષ મળે છે. તે જીવન સંઘર્ષ અને મુશ્કેલીઓથી ભરેલું હોય છે. દરેક કાર્યમાં અવરોધોનો સામનો કરવો પડે છે. શિક્ષણ, નોકરી, કારકિર્દી, વ્યવસાય અને આરોગ્યની દ્રષ્ટિએ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
પિતૃદોષ કેવી રીતે બને છે?
જ્યોતિષ શાસ્ત્રમાં પિતૃદોષ ને અત્યંત અશુભ માનવામાં આવે છે. જન્મકુંડળીના બીજા, ચોથા, પાંચમા, સાતમા, નવમા અને દસમા ભાવમાં સૂર્ય રાહુ કે સૂર્ય સ્થિત હોય ત્યારે કુંડળીમાં પિતૃ દોષ રચાય છે. બીજી તરફ સૂર્ય તુલા રાશિમાં બેસીને રાહુ કે શનિ સાથે જોડાય તો આ દોષની અસર વધે છે.

આ સાથે જ લગ્ન છઠ્ઠા, આઠમા, બારમા ભાવ અને રાહુ લગ્નમાં હોય તો પણ પિતૃદોષ રચાય છે. પિતૃદોષને કારણે ધનની ખોટ, કામમાં અવરોધ, વૈવાહિક જીવનમાં વિખવાદ, પ્રેમ સંબંધમાં અવરોધ, કોઈ કામ પૂર્ણ નથી થતું. માનસિક તણાવ, અજ્ઞાત ભયની સ્થિતિ વગેરે જેવી સ્થિતિ ચાલુ રહે છે.
અમાવસ્યા પર આ ઉપાય કરો
જો કાલ સર્પ દોષથી પીડાઈ રહ્યો હોય તો આ દિવસે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. ભગવાન શિવનો યોગ્ય અભિષેક કરવો જોઈએ. સાથે જ શિવ મંત્રોનો જાપ કરવો જોઈએ. ભગવાન શિવે આ દિવસે પોતાની મનપસંદ વસ્તુઓનો ભોગ ધરવો જોઈએ.

જે વ્યક્તિને કાલ સર્પ દોષ હોય તેણે નાગની આકૃતિવાળી અંગુઠી જરૂર પહેરવી જોઈએ. પિતૃદોષથી બચવા માટે આ દિવસે ચોખાથી બનેલી વસ્તુઓનું દાન કરવું જોઈએ. પિતૃઓ ની માફી માંગવી જોઈએ. અને પિતૃઓને યાદ કરવા જોઈએ. આ દિવસે જો બની શકે તો તમારી શક્તિ મુજબ ગરીબોને વસ્ત્ર અને અન્નનું દાન કરવું જોઈએ.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,