છત્તીસગઢમાં કબડ્ડી મેચ દરમિયાન પ્લેયરનું મોત, આઘાતજનક ઘટના વીડિયોમાં કેદ થતાં હાહાકાર મચી ગયો

ધામતારી જિલ્લાના ગોજી ગામે કબડ્ડી મેચ દરમિયાન એક વીસ વર્ષના વ્યક્તિનું રિંગમાં મોત થયું હતું. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી. મેચ દરમિયાન ખેલાડીના મોતનો વીડિયો ત્યાં બેઠેલા કોઈ પ્રેક્ષકે બનાવ્યો હતો અને તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. મળતી માહિતી મુજબ ધામતારી જિલ્લાના કોક્રી ગામના રહેવાસી નરેન્દ્ર સાહુની કબડ્ડી રમતી વખતે વિરોધી છાવણીમાં ખેલાડીઓએ પકડતાં તેનુ મોત નીપજ્યું હતું. બુધવારે સાંજે આ ઘટના બની હતી.

image source

કુરુદના પોલીસ સ્ટેશનના પ્રભારી રામનરેશ સેંગરે જણાવ્યું હતું કે, નિવેદનો અનુસાર, “સાહુ વિરોધી ટીમની કોર્ટમાં ગયો હતો અને જ્યારે તે પાછો આવી રહ્યો હતો ત્યારે એક ખેલાડીએ તેને પકડ્યો હતો અને ત્યારબાદ અન્ય ખેલાડીઓએ પણ તેને પકડ્યો હતો. પછી તેનાથી શ્વાસ લેવાતો નહોતો. અને પછી ત્યાં જ પડી ગયો. આ સાથે અધિકારીએ કહ્યું કે સાથી ખેલાડીઓ અને ત્યાં હાજર ગામના સરપંચે તાત્કાલિક ખેલાડીને કુરુદ હોસ્પિટલમાં ખસેડ્યો જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો.

image source

નરેન્દ્ર સાહુ (20)એ કબડ્ડી રમતી વખતે જીવ ગુમાવ્યો હતો. સ્થળ – ગામ ગોજી, જીલ્લા ધમધારી. પોલીસે જણાવ્યું હતું કે મોત થયા બાદ તપાસ કરવામાં આવી રહી છે. આ કેસની તપાસ કરી રહેલા સેંગરે જણાવ્યું હતું કે, “પ્રારંભિક અહેવાલમાં એવું લાગે છે કે સાહુનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે, પરંતુ અમે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ.” અધિકારીએ જણાવ્યું કે પોલીસે સીઆરપીસીની કલમ 164 હેઠળ ગુનો નોંધ્યો છે અને ઘટનાની તપાસ ચાલુ છે. અધિકારીએ એમ પણ કહ્યું હતું કે પોલીસે ડઝનેક લોકોનાં નિવેદનો નોંધ્યા છે અને તપાસ બાદ કેટલાક વધુ પ્રવાહો ઉમેરી શકાય છે.

આ પહેલાં પણ એક મોતની ઘટના બની હતી અને એનો વીડિયો વાયરલ થયો હતો. આ ઘટના સેલ્ફીના ચક્કરમાં બની હોવાનું સામે આવ્યું હતું. અરવલ્લી જિલ્લામાં આવેલ શામળાજી મંદિર પરિસર (Shamlaji temple)માં આવેલી વાવ (Vav)માં મહિલાને ફોટો પડાવવો મોંઘો પડ્યો હતો. વાવમાં સેલ્ફીના ચક્કરમાં બેલેન્સ ગુમાવતા મહિલાનું મોત નીપજ્યું છે. શામળાજી મંદિર પરિસરમાં આવેલી વાવમાં મહિલા વાવ ઉપરના પથ્થર ઉપર ઉભા રહી ફોટો પડાવતા હતા.

image source

આ જ સમયે પગ લપસતાં મહિલા વાવમાં પડી જતા માથામાં ઇજાથી મોત નીપજ્યું હતું. આ વિશે મળતી માહિતી પ્રમાણે શામળાજી મંદિર પરિસરમાં આવેલી વાવમાં ફોટો પડાવવાના ચક્કરમાં મહિલાનું મોત થયું છે. ભરૂચનો રાંદેરિયા પરિવાર દર્શને આવ્યો હતો. જેમાં 45 વર્ષીય શિલ્પાબેન દક્ષેશભાઈ રાંદેરિયા નામની મહિલા વાવ ઉપરના પથ્થર ઉપર ઉભા રહી ફોટો પડાવતા હતા. પરંતુ દુર્ભાગ્યવશ પગ લપસતાં મહિલા વાવમાં પડી જતા માથામાં ઇજાથી મોત નીપજ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત