શું ખરેખર કભી ખુશી કભી ગમ વખતે ઋતીક સાથે શાહરુખ, અમિતાભ અને કાજોલે લીધા હતા અબોલા ?

શું ખરેખર કભી ખુશી કભી ગમ વખતે ઋતીક સાથે શાહરુખ, અમિતાભ અને કાજોલે લીધા હતા અબોલા ?

image source

ફિલ્મોના શૂટ દરમિયાન અભિનેતાઓ તેમજ અભિનેત્રીઓ વચ્ચે અબોલા કે નાની મોટી નોકઝોંક તો ચાલતી જ રહે છે અને તે વિષે અવારનવાર મિડિયામાં પણ ખબર ઉડતી જ રહે છે. અને જ્યાં સુધી વિશ્વાસપાત્ર સૂત્રો દ્વારા જાણકારી ન મળે ત્યાં સુધી આ બધી બાબતોને અફવાજ ગણવામાં આવે છે.

કભી ખુશી કભી ગમ ધર્મા પ્રોડક્શન હેઠળ બનેલી ફિલ્મ છે. કુછ કુછ હોતા હૈ બાદ કરણ જોહરે આ બીજી ફીલ્મ ડીરેક્ટ કરી હતી. કરણ જોહરને હંમેશથી મલ્ટી સ્ટારર ફિલ્મો બનાવવી ખૂબ પસંદ છે. આ ફિલ્મ પણ લોકોને પસંદ આવી હતી. જો કે આ ફિલ્મ માટે બે વર્ગ પડી ગયા હતા. એક આ ફિલ્મનો ફેન વર્ગ હતો જેમને આ ફિલ્મ ખૂબ ગમી હતો તો બીજા એવા લોકો પણ હતા જેમને આ ફિલ્મ હથોડા જેવી લાગી હતી. પણ આજે અવારનવાર મૂવીઝ ચેનલો પર કભી ખુશી કભી ગમ બતાવવામાં આવે છે ત્યારે તેને વારંવાર જોનારાઓનો પણ એક અલગ વર્ગ છે.

image source

આ ફિલ્મ એક કૌટુંબિક પ્રેમ તેમજ વાતાવરણથી ભરેલી ફિલ્મ હતી. પણ આ ફિલ્મના સેટ પરનું વાતાવરણ તેટલું પ્રેમાળ કે તેટલું જ કૌટુંબિક નહોતું. ખાસ કરીને ફિલ્મમાં અમિતાભના નાના પુત્રનું પાત્ર ભજવનાર ઋતિક રોશન માટે તો જરા પણ તેવું વાતાવરણ સેટ પર નહોતું. આ વાતનો ખુલાસો ખુદ કરણ જોહરે પોતાની આત્મકથા ‘એન અનસુટેબલ બૉય’માં કર્યો છે. તેમણે લખ્યું છે કે શાહરુખ ખાન, અમિતાભ બચ્ચન, જયા બચ્ચન અને કાજોલ તેનાથી (ઋતિક)થી અંતર રાખતા હતા અને તેના માટે તે લોકોને પણ ખરાબ લાગતું હતું. તેમણે જણાવ્યું હતું કે સેટ પરની આ દુશ્મની ફિલ્મ કહોના પ્યાર હૈની સફળતાના કારણે ઉભી થઈ હતી.

image source

ફિલ્મ કહોના પ્યાર હૈની સફળતા બાદ ઋતિક રોશન બોલીવૂડની મોટી હસ્તી બની ગયો હતો અને તેની સરખામણી શાહરુખ ખાન સાથે થવા લાગી હતી. કરણે પોતાના પુસ્તકમાં લખ્યું છે, ‘તે ખુબ જ ખોટું હતું કારણ કે ઋતિક રોશન એક જુનિયર હતો જ્યારે શાહરુખ ખાન પહેલેથી જ એક મોટો સ્ટાર હતો. પણ તે સમય એવો હતો, જ્યારે શાહરુખ ખાનની એક કે બે ફિલ્મો ફ્લોપ થઈ હતી અને મિડિયાએ ત્યાં ઋતિકને પ્રોજેક્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. જેનાથી એક નકારાત્મકતા સામે આવી, જે યોગ્ય નહોતી, અને તે ખરેખર દુઃખદ હતું.’

image source

કરણ આ બાબતે આગળ લખે છે, ‘મને લાગતું હતું કે શૂટિંગ દરમિયાન માત્ર ઋતિક રોશનને કોઈની જરૂર રહેતી હતી. અમિતાભ અને જયા બચ્ચન તેની સાથે વાત નહોતા કરતા. શાહરુખ ખાને પણ તેનાથી અંતર રાખ્યું હતું અને કાજોલ તો પહેલેથી જ શાહરુખ ખાનની જ મિત્ર હતી.’ કરણને લાગતું હતું કે ઋતિક તે એકલા બાળક જેવો હતો, જે ખોવાઈ ગયો છે. તે સેટ પર ઋતિકને શક્ય હોય તેટલું સ્વાભાવિક ફિલ કરાવવાનો પ્રયાસ કરતા, કરણ લખે છે, ‘મને ઋતિક રોશનનો હાથ પકડવાની જરૂર લાગી. અને પછી અમે એક સારા મિત્ર બન્યા.’

Source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત