કચ્છનું આ દંપતિ આંખ, પથરી, અસ્થિભંગ સહિતના રોગોને દૂર કરી જીવંતી નામનું વનસ્પતિનું કરી રહ્યા છે જતન

કચ્છના મુંદ્રા તાલુકાના એક દંપતિ તેમના અલગ અને સ્વાસ્થ્યલક્ષી અભિયાન માટે ચર્ચામાં છે. ખૂબ ઓછા લોકો આ વાતથી વાકેફ હશે કે જીવંતી નામની એક વનસ્પતિ થાય છે જેને સ્થાનિક ભાષામાં ડોડી પણ કહેવામાં આવે છે.

image source

આ વનસ્પતિ વિટામીનની ઊણપ દૂર કરે છે, આંખનું તેજ વધારે છે અને સાથે જ કેટલીક બીમારીઓમાં પણ ઔષધિ તરીકે ઉપયોગી છે. આ ડોડી એટલે કે જીવંતીનું જતન કચ્છનું આ દંપતિ કરે છે.

કચ્છના મુંદ્રા તાલુકાના કાંડાગરા ગામે છેલ્લા આઠ વર્ષથી બીઆરસી કોર્ડીનેટર તરીકે ફરજ બજાવતા ભરતભાઈ મકવાણા તેના અભિયાનના કારણે ડોડીમેન તરીકે ઓળખાય છે. આ અભિયાનમાં તેમનો સાથ આપે છે ભાવનગરમાં ટીચર તરીકે કાર્યરત તેમના પત્ની જાગૃતિબેન મકવાણાએ. આ દંપતિ છેલ્લા 8 વર્ષથી અહીં જીવંતીનું જતન કરી રહ્યા છે અને લોકોમાં આ ખાસ વનસ્પતિ માટે જાગૃતિ લાવી રહ્યા છે.

image source

મુંદ્રા તાલુકામાં આ દંપતિ હર હર ડોડી ઘર ઘર ડોડી નામથી એક અભિયાન વર્ષોથી ચલાવે છે. તેઓ મૂળ તો સુરેન્દ્રનગર તાલુકાના સાયલા ગામના વતની છે પરંતુ અહીં તેઓ ફરજના ભાગરૂપે કાર્યરત છે. તેઓ જણાવે છે કે જીવંતી આંખોના અનેક રોગોમાં અકસીર દવા તરીકે ઉપયોગમાં આવે છે. તેમનું કહેવું છે કે આ વનસ્પતિથી લોકો અજાણ છે પરંતુ એન્ટિબાયોટિક દવા બનાવતી કંપની તેનો બેફામ ઉપયોગ કરે છે જેના કારણે આ વનસ્પતિ હવે લુપ્ત થવાના આરે છે.

તેમનું કહેવું છે કે વર્ષો પહેલા ગાય, ભેંસ અને બકરી સહિતના દુધાળા પશુઓ તેને આરોગતા અને તેથી તેમના દૂધમાં જરૂરી વિટામીન મળી આવતા. પરંતુ હવે આ વનસ્પતિ જ્યારે લુપ્ત થવાના આરે છે ત્યારે લોકોને પ્રાણીઓના દૂધમાં પણ તે પોષણ મળતું નથી પરિણામે બાળકોની આંખો નાનપણથી નબળી પડી જાય છે. આ જ કારણ છે કે તેમણે લોકોમાં જાગૃતિ લાવવા અને વનસ્પતિને લુપ્ત થતી બચાવવા માટે હર હર ડોડી ઘર ઘર ડોડી અભિયાન શરુ કર્યું હતું.

image source

તેમણે મુંદ્રા તાલુકાની અનેક શાળાઓના બાળકોને આ અંગે જાણકારી આપી છે અને તેનું વાવેતર પણ કર્યું છે. તેના કારણે આજની તારીખમાં તેમની પાસે ડોડીના અગણિત બીજ ઉપલબ્ધ છે. આ જીવંતીના અન્ય ગુણની વાત કરીએ તો તે પથરી, અસ્થિભંગ, મોઢામાં ચાંદા જેવી સમસ્યાઓમાં પણ લાભ કરે છે. હવે તેમની પાસે આ જીવંતીના પુરતા પ્રમાણમાં બીજ છે તેથી જેમ જેમ લોકો તેને ઉગાડવા માટે તેમનો સંપર્ક કરે છે તેમ તેમ તે લોકોને બીજ પુરા પાડે છે. આ બીજ તેઓ લોકોને તેમના ખર્ચે પુરા પાડે છે.

image source

આ દંપતિએ જીવંતીને જીવતી રાખવા માટે દર વર્ષે 50 હજાર સ્વખર્ચમાંથી ફાળવવા નક્કી કર્યું છે. તેમના આ કામની નોંધ પૂર્વ રાજ્યમંત્રી પણ લઈ ચુક્યા છે અને તેમણે જીવંતી વાવવા માટે પોતાની માલિકીની જમીન તેમને વિનામૂલ્યે ફાળવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત