કાચી ડૂંગળી અને લસણથી સાથે ભાત ખાઈ રહ્યો હતો સિક્યોરિટી ગાર્ડ, વીડિયો થયો વાઈરલ

વિશ્વમાં ગરીબીથી મોટું દુખ કોઈ નથી. ભારતમાં ગરીબીને કારણે આજે પણ લાખો લોકો ભરપેટ ભોજન કરી નથી શકતા. આ મામલે મલેશિયા આપણાથી સમૃદ્ધ દેશ છે. જો કે, ત્યાં પણ ગરીબી સંપૂર્ણ રીતે નાબૂદ થઈ નથી. તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો છે જે કોઈપણ સંવેદનશીલ વ્યક્તિના હૃદયને સ્પર્શી જશે. આ વાયરલ વીડિયોમાં એક સિક્યુરિટી ગાર્ડ બતાવવામાં આવ્યો છે જેમાં તે ફક્ત ડુંગળી અને લસણ સાથે ભાત ખાઈ રહ્યો છે. જોકે નમક રોટલી સાથે જમવું ભારતમાં સામાન્ય છે, પરંતુ આવુ મલેશિયામાં પણ થાય છે, તે આશ્ચર્યજનક બાબત છે.

મોટાભાગનો પગાર પરિવારને મોકલાવી દેશે

image source

આ વાઇરલ વીડિયોને સિક્યુરિટી ગાર્ડના એક મિત્ર એપિડ લિડે ફેસબુક પર અપલોડ કર્યો છે. જોત જોતામાં આ વિડિયો ખુબ વાયરલ થઈ ગયો છે. મિત્ર એપીડ લિડે ફેસબુક પર વીડિયો પોસ્ટ કરતા સમયે લખ્યું, કે તેનો મિત્ર ખૂબ જ મહેનતુ છે, તે પોતાનો મોટાભાગનો પગાર તેના પરિવારને મોકલી દેશે. તેની પાસે જે કંઈ પણ બચી જાય છે તેમાછી ફક્ત તે ભાત જ ખાઈ શકે તેમ છે.

આશા છે કે એક દિવસ બધુ બરાબર થઈ જશે

Manusia contoh…Kerja rajin… Gaji sama banyak je dgn orang lain.. Tapi kenapa dia makan nasi putih + kuah air masak +…

Posted by Apit Lid on Saturday, 6 March 2021

 

એપિડે લખ્યું કે, પગાર અન્ય લોકો જેટલો જ છે, પરંતુ તેમ છતાં તે ચોખાની સાથે ડુંગળી અને લસણ ખાવા મજબૂર છે? કારણ કે તે ગામનું જીવન જીવે છે અને તેના પરિવારને ખૂબ ચાહે છે. તે કહે છે કે દર મહિને આવી જિંદગી જીવીને, તે તેના પગારનો વધુને વધુ ભાગ તેના પરિવારને મોકલવા માંગે છે. આ હાર્ટ-ટચિંગ વીડિયો શેર કરતી વખતે, એપિડે એમ પણ લખ્યું છે કે આશા છે કે એક દિવસ બધુ બરાબર થઈ જશે.

વીડિયો પર હજારો કમેન્ટ આવી

image source

પરિવારને વધુ પૈસા મોકલવાના કારણે સિક્યુરિટી ગાર્ડ આવુ ભોજન મજબૂરીમાં કરે છે. આ વિડિયો પોસ્ટ કર્યા પછી લાખો લોકોએ આ વિડિયો જોયો છે. આ અંગે ઘણા લોકોએ કમેન્ટ પણ કરી છે. આ વાયરલ પોસ્ટ પર અત્યાર સુધીમાં 4 હજારથી વધુ કમેન્ટ અને 6 હજારથી વધુ શેર કરવામાં આવ્યો છે. જોકે યુઝરે આ વીડિયો ક્યાંનો છે તે જણાવ્યું નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે આ વીડિયો મલેશિયાનો છે. ઘણા લોકોએ લખ્યું કે આ ખુબ દયનિય છે અને જલદીથી તમની પરિસ્થિતી સારી થઈ જાય અને તે પોતાની જિંદગી સારી રીતે જીવી શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *