કોવેક્સિન કે કોવિશિલ્ડ કઈ રસી વધુ અસરકારક? ખુદ ડોક્ટરો એ જ કર્યો મોટો ખુલાસો

કોરોના મહામારીને ડામવા માટે દેશમાં રસીકરણ અભિયાન જોરશોરથી શરુ થઈ ચુક્યું છે. હાલ દેશમાં કોવૈક્સીન અને કોવિશીલ્ડના ડોઝ આપવામાં આવી રહ્યા છે. અનેક લોકો રસીના ડોઝ લઈ ચુક્યા છે અને કરોડો લોકો રસી લેવાની રાહમાં છે. ત્યારે એક પ્રશ્ન મોટાભાગના લોકોના મનમાં થતો રહે છે કે કઈ રસી લેવી વધુ લાભકારી છે. આ પ્રશ્નનો જવાબ તાજેતરમાં થયેલા એક સંશોધનમાં મળ્યો છે. બંને વેકસીનને લઈને થયેલા એક અભ્યાસના તારણમાં સામે આવ્યું છે કે કોવિશીલ્ડ રસી સ્વદેશી કોવેક્સીન કરતા વધુ એન્ટિબોડિઝ બનાવે છે.

image source

ભારતમાં ચાલતા રસીકરણ અભિયાન દરમિયાન થયેલા આ સંશોધનના તારણમાં સામે આવ્યું છે કે કોવિશીલ્ડ લેનાર લોકોમાં વધારે એન્ટીબોડીનું નિર્માણ થઈ રહ્યું છે. આ સ્ટડી ભારતમાં કરવામાં આવી હતી. શોધકર્તાઓએ જણાવ્યું કે બંને રસી અસરકારક છે જ પરંતુ કોવિશીલ્ડનો એંટીબોડી રેટ વધારે છે.

image source

આ સંશોધન માટે શરુ કરવામાં આવેલા પ્રારંભિક અભ્યાસ મુજબ, રસીનો પ્રથમ ડોઝ લેનારા લોકોમાં કોવેક્સીનની સરખામણીમાં કોવિશિલ્ડ રસી લેનારા લોકોમાં વધુ એન્ટિબોડીઝ જોવા મળ્યા હતા. આ સંશોધનમાં 552 આરોગ્ય કમર્ચિારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે કોવિશિલ્ડ રસીનો પ્રથમ ડોઝ લેનારા લોકોમાં એન્ટિ-સ્પાઇક એન્ટિબોડીઝ અને સીરો પોઝિટિવિટી રેટ કોવેક્સિનનો પ્રથમ ડોઝ મેળવનારા લોકો કરતા નોંધપાત્ર રીતે વધારે હતા.

image source

જો કે મહત્વનું છે પણ છે કે કોરોના વાયરસ સામે લડવા માટે કોવિશિલ્ડ અને કોવેક્સિન બંને રસીનો સારી પ્રભાવશાળી સાબિત થાય છે. પરંતુ કોવિડશિલ્ડમાં સીરો પોઝિટિવિટી રેટ અને એન્ટિ-સ્પાઇક એન્ટિબોડી વધારે બને છે. સર્વેમાં સામેલ 456 આરોગ્ય કર્મચારીઓને કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ અને 96 લોકોને કોવેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. પ્રથમ ડોઝ પછીનો સીરો પોઝિટિવિટી રેટ 79.3% રહ્યો હતો.

આ સંશોધન કોરોના વાયરસ વેકસિન ઈન્ડયુસ્ડ એન્ટિબોડી ટાઈટર દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું છે કે કોવિશિલ્ડ વધુ સારી એન્ટિબોડી બનાવે છે. આ રીસર્ચમાં 325 પુરુષ અને 227 મહિલાઓ હતી. આ સંશોધન પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ગુજરાત અને ઝારખંડની છ હોસ્પિટલ અને એક સ્વતંત્ર વિશેષજ્ઞએ સાથે મળી કર્યું છે. આ રાજ્યોના સંયુક્ત સંશોધનમાં સામે આવ્યું છે કે કોવેક્સિન અને કોવિશીલ્ડ બંને વેકસીન કોરોના પર અસરકારક છે પરંતુ કોવિશિલ્ડ લેનાર લોકોમાં કોવેક્સીન કરતાં વધુ એન્ટિબોડી મળી હતી.

image source

શું છે એન્ટિબોડી ?

એન્ટિબોડીઝ શરીરના એવા તત્વો છે જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને શરીરમાં પ્રવેશતા વાયરસને બેઅસર કરવામાં મદદ કરે છે. કોરોના વાયરસનો ચેપ લાગ્યા પછી શરીર એન્ટિબોડીઝ બનાવવા માટે એક અઠવાડિયા સુધીનો સમય લે છે. જ્યારે કોઈ વ્યક્તિને કોરોના વાયરસનો ચેપ લાગે છે ત્યારે તેના શરીરમાં એન્ટિબોડીઝ બને છે જે વાયરસ સામે લડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!