કાજોલે મુંબઈના જુહુ સ્થિત ‘અનન્યા’ બિલ્ડિંગમાં બે ફ્લેટ ખરીદ્યા છે. તેમની કુલ કિંમત 11 કરોડ 95 લાખ રૂપિયાની આસપાસ જણાવવામાં આવી રહી છે. કાજોલે જાન્યુઆરીમાં જ આ બંને ફ્લેટ માટે મોટી રકમ ચૂકવી છે. કાજોલ અને અજય દેવગન પાસે મુંબઈમાં પહેલાથી જ બે આલીશાન બંગલા છે.
Squarefeetindiaના અહેવાલ મુજબ, આ બંને ફ્લેટ 10મા માળે છે. આ બંને ફ્લેટ 2000 ચોરસ ફૂટમાં ફેલાયેલા છે. કાજોલના આ બંને નવા એપાર્ટમેન્ટ તેના શિવશક્તિ બંગલાની નજીક છે. મિલકતોના દસ્તાવેજો પર કાજોલ દેવગન દ્વારા ‘ત્રયક્ષા પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ’ સાથે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
પોઝ વિસ્તારમાં છે કાજોલનું ઘર
કાજોલ તેના પતિ અજય દેવગન, પુત્ર યુગ અને પુત્રી ન્યાસા સાથે મુંબઈના પોશ જુહુ વિસ્તારમાં રહે છે. અજય દેવગન અને કાજોલના બંગલાનું નામ શિવશક્તિ છે. આ બંગલો અંદરથી અને બહારથી ખૂબ જ સુંદર લાગે છે.
કાજોલ હાઈ-ફાઈ બનવાનું ટાળે છે અને તેની સાદગી ચાહકોને મોહિત કરે છે. તેમના બંને ઘરનો નજારો પણ તેમને આ વ્યક્તિત્વનો ખ્યાલ આપે છે. કાજોલ અને અજયે આ પહેલા જુહુની પોશ સોસાયટીમાં 60 કરોડ રૂપિયાનો નવો બંગલો પણ ખરીદ્યો હતો. અજય અને કાજોલના આ બંગલા પાસે રિતિક રોશન, અક્ષય કુમાર અને અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રનો પણ બંગલો છે.
પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો કાજોલ ગયા વર્ષે ‘ત્રિભંગા’માં જોવા મળી હતી અને હવે તે બીજી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. ‘ત્રિભંગા’ ગયા વર્ષે જાન્યુઆરીમાં OTT પર રિલીઝ થઈ હતી. તેનું નિર્દેશન અભિનેત્રી રેણુકા શહાણેએ કર્યું હતું. ‘ત્રિભંગા’માં કાજોલ ઉપરાંત મિથિલા પાલકર અને તન્વી આઝમી પણ જોવા મળી હતી. બીજી તરફ, અજય દેવગન પાસે ઘણા પ્રોજેક્ટ છે જેમાં ‘ગંગુબાઈ કાઠિયાવાડી’, ‘RRR’, ‘રનવે 34’, ‘મેદાન’, ‘સર્કસ’, ‘થેંક ગોડ’ અને ‘ભોલા’નો સમાવેશ થાય છે. આ સિવાય તેની વેબ સીરિઝ ‘રુદ્ર’ 4 માર્ચે રિલીઝ થઈ રહી છે.