કાલના સરકારના નિર્ણય પર લોકોની નજર, સુત્રો પ્રમાણે 4 શહેરોમાં લાગેલા રાત્રિ કરફ્યૂની મુદત 31 સુધી રહેશે યથાવત

જો જૂના દિવસોને યાદ કરવામાં આવે તો દિવાળી બાદ ગુજરાતમાં માતેલા સાંઢની જેમ કોરોનાના કેસો વધતા 23 નવેમ્બરે અમદવાદમાં સતત કરફ્યૂની સાથે અન્ય ત્રણ શહેરો એવા સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. ખાસ કરીને અમદાવાદમાં શનિ-રવિની રજાઓ દરમિયાન ભીડ બેકાબૂ અને બેફામ ન બને તે માટે થઈને સાવચેતીના પગલા રૂપે સતત 57 કલાકનો કરફ્યૂ મુકવામાં આવ્યો હતો. ગુજરાતના વેપાર-ધંધા ધીમે-ધીમે પાટા પર આવી રહ્યા છે.

image source

પંરતુ હવે ફરીથી કરફ્યૂ કે લોકડાઉનના કારણે વેપારીઓને નુકસાન વેઠવું પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે એવી હાલત થાય તો કંઈ નવાઈ નહીં. કારણ કે રાજ્યમાં દિવાળી તહેવારો પૂર્ણ થતા જ કોરોના વિસ્ફોટ થયો હતો. જેને પગલે અમદાવાદ શહેરમાં 48 કલાકનો કરફ્યૂ લાદવામાં આવ્યો હતો. જો કે આમ છતાં મહામારીએ અતિ ગંભીર સ્વરૂપ ધારણ કરતા અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા એમ ચાર મુખ્ય શહેરોમાં રાતના 9થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ જાહેર કરવામાં આવ્યો હતો. 7 ડિસેમ્બરે આ રાત્રિ કરફ્યૂનો છેલ્લો દિવસ છે. જો કે 15 દિવસના આ રાત્રિ કરફ્યૂ છતાં રાજ્યમાં કોરોનાના કેસો કાબૂમાં આવ્યા નથી અને દૈનિક 1500 જેટલા કેસો સામે આવી રહ્યા છે.

image source

વાત ખાલી કેસની જ નથી. જો વિગતે વાત કરીએ તો આવા પગલાં લેવા છતાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરામાં હજુ પણ ગંભીર સ્થિતિ જ છે. જ્યારે અમદાવાદ શહેરમાં તો 10-12 મોત થઈ રહ્યાં છે. વાસ્તવમાં તો સ્મશાનોમાં અંતિમવિધિ કરવા માટે લાઈનો લાગેલી જોવા મળે છે. જો કે આકંડો સાચો આવે છે કેમ એના પર સૌ કોઈને શંકા છે. આગામી 25 ડિસેમ્બરે ક્રિસમસનો તહેવાર પણ આવી રહ્યો છે. જો આ જ સ્થિતિ રહી તો પરિસ્થિતિ વણસવાની પુરી શક્યતા છે. જેને પગલે રાજ્યના ગૃહ વિભાગના સૂત્રોએ રાત્રિ કર્ફ્યૂ 31મી ડિસેમ્બર સુધી લંબાવવામાં આવે એવી શક્યતા જણાવી હતી. જો કે કોરોનાના વધી રહેલા કેસો મામલે 7મી ડિસેમ્બરે ગૃહ વિભાગની એક ઉચ્ચસ્તરીય બેઠક કરશે. આ બેઠક બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે.

image source

ગુજરાતમાં છેલ્લા 24 કલાકના રોનાનાના કેસની જિલ્લા પ્રમાણે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 291, સુરત કોર્પોરેશન 199, વડોદરા કોર્પોરેશન 133, રાજકોટ કોર્પોરેશન 111, ખેડા 56, મહેસાણા 56, રાજકોટ 53, વડોદરા 41, પંચમહાલ 36, સુરત 36, પાટણ 33, જામનગર કોર્પોરેશન 31, ગાંધીનગર 29, સુરેન્દ્રનગર 29, સાબરકાંઠા 27, બનાસકાંઠા 26, ગાંધીનગર કોર્પોરેશન 24, કચ્છ 24, દાહોદ 23, અમરેલી 21, મોરબી 19, ભાવનગર કોર્પોરેશન 18, અમદાવાદ 15, જામનગર 14, જુનાગઢ કોર્પોરેશન 12, ભરૂચ 10, છોટા ઉદેપુર 10, મહીસાગર 10, આણાંદ 9, નર્મદા 9, ભાવનગર 8, જુનાગઢ 8, ગીર સોમનાથ 7, અરવલ્લી 6, બોટાદ 6, પોરબંદર 6, દેવભૂમિ દ્વારકા 4, નવસારી 3, વલસાડ 2 કેસ સામે આવ્યા છે.

image source

ઉલ્લખેનીય છે કે આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 1455પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 2,18,788એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 17 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4081એ પહોંચ્યો છે. જ્યારે 1485 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને 91.42 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 69,310 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

image source

આ પહેલાં જ્યારે 23 નવેમ્બરે રાત્રિ કર્ફ્યૂ લગાવ્યું ત્યારે આમ જનતાને સંબોધતા મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ અટકાવવા રાજ્ય સરકારે ત્વરિત પગલા ભર્યા છે જેના ભાગરૂપે કોરોનાના કેસ વધવાની સાથે સૌથી પહેલા અમદાવાદ શહેરમાં વીકએન્ડ કરફ્યૂનો અમલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વડોદરા, સુરત અને રાજકોટમાં પણ રાત્રે 9થી સવારે 6 સુધી નાઈટ કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. જ્યાં સુધી પરિસ્થિતિ નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી નાઈટ કર્ફ્યૂ ચાલુ રાખવામાં આવશે. રાજ્યમાં લગ્નો અને જાહેર સમારોહમાં પણ સંખ્યા 200થી ઘટાડીને 100 કરવામાં આવી હતી. જ્યારે અંતિમવિધિમાં 50 લોકોને સામેલ થવાની મંજૂરી આપવામાં આવી હતી.અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત