‘તારક મહેતા’..સિરિયલમાં આ કલાકારો નહિં કરે સાથે કામ, જાણી લો કેમ

ટીવીના પોપ્યુલર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના દર્શકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની શુટિંગ કરવાની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.

image source

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોના પ્રોડ્યુસર અને ડાયરેક્ટરને મળીને ઝૂમ મીટીંગ દ્વારા શોની સ્ટાર કાસ્ટ સાથે વાત કરી અને આ મીટીંગમાં તેમણે શુટિંગને લઈને આવનાર મુશ્કેલી વિષે પણ વાત કરી. શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ચાલુ પાંડેનું પાત્ર નિભાવનાર દયાશંકર પાંડે જે શોની ક્રિએટીવ ટીમના સભ્ય પણ છે.

તેમણે કહ્યું છે કે અમે જલ્દી જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’શોની શુટિંગ શરુ કરવા ઈચ્છી રહ્યા છીએ પરંતુ સૌથી મોટી સમસ્યા જે હજી સામે આવી જ છે તે છે એ કે, કોરોના વાયરસ સંક્રમણના સમયના નિયમો અનુસાર અમને સેટ માટે કોઈ ડોક્ટર નથી મળી રહ્યા.

image source

ક્રિએટીવ ટીમના સભ્ય દયાશંકર પાંડે જણાવે છે કે, મુંબઈમાં હજી ૫૦ થી ૬૦ શોની શુટિંગ શરુ થવા જઈ રહી છે અને આ કારણે શુટિંગ દરમિયાન કલાકારોનું ધ્યાન રાખવા માટે ડોક્ટર નથી મળી રહ્યા. આના સિવાય બીજી સમસ્યા જે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એક એવો શો છે જ્યાં એક પરિવારની સાથે શૂટ નથી કરવી પડતી.

image source

અહિયાં આખી ગોકુલધામ સોસાયટીની સાથે શૂટ કરવી પડે છે જેમાં ઓછામાં ઓછા ૧૫ થી ૨૦ વ્યક્તિઓ એકસાથે સામેલ હોય છે. આવામાં સેટ પર સોશિયલ ડીસ્ટન્સને કેવી રીતે જાળવવાનું રહેશે. આ સમસ્યા વિષે પણ મીટીંગમાં વાત કરવામાં આવી અને બધાને તેના સમાધાન વિષે પૂછવામાં આવ્યું. આ વિષે બધાએ એવું પણ કહ્યું કે હવે એકસાથે શૂટ નહી કરીને અલગ અલગ શૂટ કરવામાં આવે અને ત્યાર પછી તેને એકસાથે બતાવવામાં આવશે.

image source

દયાશંકર પાંડે કહે છે કે, બધા કલાકારો કામ કરવા પરત આવવા ઈચ્છે છે. પરંતુ મુશ્કેલી એ છે કે, કેવી રીતે તેઓ પોતાને સુરક્ષિત રાખશે. કેમ કે, ક્યારેક ગળે મળવાનો સીન કરવો પડશે તો ક્યારેક સાથે બેસવાનો સીન. આવામાં બધા ડરેલ રહેશે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિવાય દયાશંકર પાંડે હજી શો ‘સત્યમેવ જયતે 2’ની શુટિંગ પણ શરુ કરવા જઈ રહ્યા છે. આ લોકડાઉન દરમિયાન દયાશંકર પાંડેનો શો ‘કર્મફલ દાતા : શનિદેવ’ પણ દંગલ ટીવી પર પુનઃપ્રસારિત કરવામાં આવી રહ્યો છે અને આ શોએ ટોપ 5માં પોતાનું સ્થાન બનાવી રાખ્યું છે. આ સિવાય પણ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ જલ્દી જ પોતાના ૩ હજાર એપિસોડ પુરા કરવા જઈ રહ્યું છે.

source : livehindustan

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત