Site icon News Gujarat

આ ફેમસ કલાકારો વચ્ચે સોશિયલ મીડિયા પર થઈ હતી રકઝક, માહોલ થઈ ગયો હતો ગરમ.

ગ્લેમર ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સેલેબ્સ આમ તો હંમેશા પોતાના સાથી સેલેબ્સ સાથે સારા સંબંધો રાખવાનો પ્રયત્ન કરે છે પણ ઘણીવાર ઈચ્છવા છતાં અમુક વસ્તુ એવી નથી થઈ શકતી અને એમની વચ્ચે રકઝક થઈ જાય છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર ઘણા સેલેબ્સ પબ્લિકલી લડી બેસે છે. ચાલો જાણી લઈએ ટીવીના એ કલાકારો વિશે જેમની વચ્ચે સોશિયલ મીડિયા પર થયેલી બબાલ રહી હતી ચર્ચામાં.

નિયા શર્મા અને દેવોલીના ભટ્ટાચાર્જી

image source

હાલમાં જ ટીવીની નાગીન નિયા શર્મા અને ગોપી વહુ એટલે કે દેવોલીના વચ્ચે ટ્વીટર પર જંગ જોવા મળી હતી. અભિનેતા પર્લ વી પુરીના નાબાલીગ સાથે રેપના મામલે અરેસ્ટ બાદ નિયા શર્મા અને દેવોલીના વચ્ચે ટ્વીટર પર જુબાની જંગ શરૂ થઈ હતી. જો કે પછી નિયાએ દેવોલીના પાસે પોતાની પ્રતિક્રિયાઓ માટે માફી માંગી લીધી હતી.

હીમાંશી ખુરાના અને કંગના રનૌત.

image source

બિગ બોસ 13 ફેમ હીમાંશી ખુરાના ખેડૂત વિરોધ પર પોતાના સ્ટેન્ડને લઈને કંગના રનૌત સાથે જુબાની જંગમાં પડી ગઈ હતી. હીમાંશીએ સોશિયલ મીડિયા પર ખેડૂતોના વિરોધ પ્રદર્શન દરમિયાન એક વૃદ્ધ મહિલા પર ખોટો આરોપ લગાવવા માટે કંગનાની ખેંચી હતી જેને જોઈને પછી કંગનાએ એમને ટ્વીટર પર બ્લોક કરી દીધી હતી.‘

જેસ્મીન ભસીન અને રશ્મિ દેસાઈ

image source

ટ્વીટર પર ટીવીની બે ફેમસ એક્ટ્રેસ જેસ્મીન ભસીન અને રશ્મિ દેસાઈ વચ્ચે પણ ત્યારે જંગ જોવા મળી જ્યારે એમની અંદરોઅંદર તીખી રકઝક થઈ ગઈ. બિગ બોસ 14માં ફેમીલી વિઝીટ વિક દરમિયાન અલી ગોનીનો મજાક ઉડાવવાને લઈને જેસ્મીન ભસીન અને રશ્મિ દેસાઈમાં જંગ છેડાઈ ગઈ હતી. જોતજોતામાં બન્નેની આ રકઝક ટ્વીટર પર આવી ગઈ.

કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર.

image source

કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર વચ્ચેના ઝગડાથી હરકોઈ વાકેફ છે..જ્યારે એક ફેને સુનીલને કપિલના શોમાં પાછા આવવા માટે કહ્યું તો ફેનને જવાબ આપતા સુનિલે કહ્યું હતું કે એમને શો માટે સંપર્ક નથી કરવામાં આવ્યો. આ બાબતે કપિલ શર્માએ ટ્વીટર હેન્ડલ પર સુનિલના ટ્વીટનો જવાબ આપતા કહ્યું કે એમને સો વાર ફોન કર્યા. એ સાથે જ એમને પોતાના કોમેડિયન સાથીને અફવા ન ફેલાવવાની અપીલ કરી.

કુશાલ ટંડન અને અમિષા પટેલ.

image source

આ બહુ ચર્ચિત ઘટના વર્ષ 2015માં ઘટી હતી, જ્યારે કુશાલ ટંડને અમિષા પટેલ પર ફિલ્મની સ્ક્રીનીંગ પહેલા એક થિયેટરમાં રાષ્ટ્રગાન માટે ઉભા ન થવાનો આરોપ લગાવ્યો હતો. એ પછી અમિષા પટેલે ઘણી બધી ટ્વીટસમાં કુશાલ ટંડનના આરોપોનો જવાબ આપ્યો હતો. અમિષા પટેલે સ્ત્રીઓની અંગતતા પર હુમલો કરવો અને પબ્લિસિટી મેળવવાનો આરોપ કુશાલ ટંડન પર લગાવ્યાપ હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version