આ છે એવા ટીવી કલાકારો જેમને બૉલીવુડ ફિલ્મોમાં કામ કરવાની ચોખ્ખી ના પાડી દીધી.

આ છે એવા ટીવી કલાકારો જેમને બૉલીવુડ ફિલ્મોમાં કામ કરવાની ચોખ્ખી ના પાડી દીધી.

બૉલીવુડ સૌથી મોટો ફિલ્મ ઉદ્યોગમાંથી એક છે, એમાં કોઈ બેમત નથી. બોલીવુડમાં દર વર્ષે લગભગ એક હજાર ફિલ્મો બને છે. લોકોનું બૉલીવુડ ફિલ્મોમાં અભિનય કરવો એ સપનું હોય છે. મોટા ભાગના ટીવી કલાકારો ખરેખરમાં તો ફિલ્મોમાં કામ કરવાનો એક અવસર મળે એ માટે ઉત્સુક હોય છે.

સુશાંત સિંહ રાજપૂત, મૌની રોય જેવા કલાકારોએ પહેલા ટીવીમાં કામ કરીને બોલીવુડમાં પોતાની જગ્યા બનાવી છે. પણ અમુક ટીવી કલાકારો એવા પણ છે જેમને બોલિવુડમાંથી મળતી ઓફરને ચોખ્ખી ના પાડી દીધી છે. એમાંથી અમૂકનું માનવું છે કે એના માટે એ તૈયાર નથી, મોટા પાયે થતા સ્વાગત અને એની સાથે આવનારી બધી જ વસ્તુઓ માટે અને અમુક સ્ટારડમ અને કમ્ફર્ટ ઝોનમાં રહેવા માંગે છે જે એમને ટીવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરીને મેળવી છે.

આજે અમે તમને એવા કલાકારોનું લિસ્ટ જણાવીશું, જેમને બોલીવુડની ઓફર ઠુકરાવી દીધી છે.

અંકિતા લોખંડે

image source

પવિત્ર રિશ્તાની અર્ચના તો તમને યાદ જ હશે. એ અંકિતા લોખંડે જે એના સમયમાં ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી વધુ પસંદ કરાતી અભિનેત્રીઓમાંથી એક છે. એ ઝલક દિખલાજા શોમાં પાર્ટીસીપેટ કર્યું એ માટે પણ જાણીતી છે જેમાં એમને સુશાંત સિંહ રાજપૂત સાથે ભાગ લીધો હતો.

એમને બોલીવુડની ઘણી ઓફર ઠુકરાવી દીધી છે. એ પછી એમને પોતાની પહેલી ફિલ્મ મણિકર્ણીકા: ધ કવીન ઓફ ઝાંસીથી ડેબ્યુ કર્યું, જેમાં એમને જલકારીબાઈની ભૂમિકા ભજવી હતી.

શહીર શેખ

image source

એ વ્યવસાયે વકીલ છે પણ હાલમાં એ એક ટેલિવિઝન અભિનેતા તરીકે કામ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે એ એક રિયાલિટી શો સપ્લીટ્સવીલા માંથી આગળ આવ્યા હતા. એ કુછ રંગ પ્યાર કે એસે ભી અને મહાભારત જેવા શોમાં પોતાની ભૂમિકા માટે જાણીતા છે. એમને બોલીવુડની ઘણી ઓફર નકારી દીધી કારણ કે એમને એવું લાગે છે કે બૉલીવુડ ફિલ્મોમાં નાની ભૂમિકાઓ કરવા કરતાં ટીવી સિરિયલ કરવી સારી છે.

અદા ખાન

image source

નાગીન શો માટે કામ શરૂ કર્યા પછી એમને ઘણા બૉલીવુડ ઓફર આવ્યા. એમને અમૃતમંથન, નાગીન , પરદેશ મેં હે મેરા દિલ અને પિયા બસંતી રે જેવી સિરિયલ કરી છે. એમને એમ કહીને બધી ઓફર ઠુકરાવી દીધી કે હાલ એ બૉલીવુડ માટે તૈયાર નથી, એ બોલીવુડમાં ત્યારે આવશે જ્યારે એને એમ લાગશે કે એ તૈયાર છે.

મોહિત રૈના

image source

લાઈફ ઓકે પર પ્રસારિત થતા ફેમસ શો દેવો કે દેવ મહાદેવમાં મહાદેવની ભૂમિકા ભજવનાર મોહિત રૈના તો તમને યાદ જ હશે. એમને બિપાશા બાસુ દ્વારા ક્રિએચર 3dમાં એક ભૂમિકા ભજવવની ઓફર મળી હતી પણ એમને એ ઠુકરાવી દીધી કારણ કે એ ટેલિવિઝન જગતમાં જ રહેવા માંગતા હતા. જો કે એમની શાનદાર ભૂમિકા માટે 2019માં રિલીઝ થયેલી ફિલ્મ યુરી ધ સર્જીકલ સ્ટ્રાઈકમાં એમના ઘણા વખાણ થયા

દ્રષ્ટિ ધામી

image source

લોકો માટે દ્રષ્ટિને ઓળખવું કઈ અઘરું નથી કારણ કે ટીવી શોમાં તે ખૂબ જ લોકપ્રિય છે. એમના સર્વશ્રેષ્ઠ શોમાં દિલ મિલ ગયે, ગીત- હુઈ સબસે પરાઈ, મધુબાલા- એક ઇશ્ક એક જુનુંન અને એક થા રાજા એક થી રાનીનો સમાવેશ થાય છે. ફિલ્મોમાં સિંઘમ રિટર્નસમાં એમને અજય દેવગન સાથે મુખ્ય ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી પણ એમને એ ઠુકરાવી દીધી કારણ કે એમને એમના શો મધુબાલાને વધુ મહત્વ આપ્યું.

કપિલ શર્મા

image source

કપિલ શર્મા એક ઇન્ટરનેશનલ લેવલ પર માન્યતા પ્રાપ્ત ટોક શોના હોસ્ટ છે તેમજ તે કૉમેડીમાં પણ ખૂબ જ સારા છે. એમને પોતાની ફિલ્મ કિસ કિસ કો પ્યાર કરુથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું પણ પછી એમને બોલીવુડની ઓફર નકારવાનું શરૂ કરી દીધું. એમને ફિલ્મ બેન્ક ચોરમાં અભિનય કરવાની ઓફર ઠુકરાવી દીધી કારણ કે એમનો શો ચાલી રહ્યો હતો

કરણ ટેકર

image source

એમનો લુક આખા દેશમાં ત્યારે છવાઈ ગયો જ્યારે એ પહેલી વાર વીરેન્દ્ર વઢેરાના રૂપમાં શો એક હજારોમે મેરી બહેના હેમા દેખાયા હતા. એ એક ટેલેન્ટેડ એકટર, ફેશન મોડલ અને એક પ્રભાવશાળી વ્યક્તિ છે. એ અફવા હતી કે કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2માં કરણને એક ભૂમિકા ઓફર કરવામાં આવી હતી પણ એમને એ કહીને અફવાઓનું ખંડન કર્યું કે એ ફિલ્મમાં નથી.

મૃણાલ ઠાકુર

image source

મૃણાલ ઠાકુરે કુમકુમ ભાગ્યમાં અભિનય કર્યો અને એમના અભિનય કૌશલ્ય આમિર ખાન અને આદિત્ય ચોપરને ઈમ્પ્રેસ કરવા માટે પૂરતો હતો અને એટલે જ એ ઇચ્છતા બતા કે એ એમની ફિલ્મ થગ્સ5 ઓફ હિંદોસ્તાનમાં અભિનય કરે પણ એમને આ ભૂમિકા માટે ના પાડી દીધી અને પછી આ રોલ ફાતિમા સના શેખે કર્યો.પણ એમને સુપર 30માં ઋત્વિક રોશન સાથે કામ કર્યું અને હકીકતમાં ખૂબ જ સારું કામ કર્યું

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત