આજે છે કાલાષ્ટમીઃ બીમારીઓ અને ભય જેવી અનેક વસ્તુઓને દૂર કરવા આજે પ્રદોષ કાળમાં સાંજે કરો આ રીતે ભૈરવ પૂજા

ભગવાન ભૈરવ મહાદેવના અવતાર હોવાના કારણે ભગવાન ભૈરવની પૂજા પ્રદોષ કાળ દરમિયાન કરવાની હોય છે.

image source

વર્ષ દરમિયાન હિંદુ માસમાં આવતી દર માસની કૃષ્ણ પક્ષની અષ્ટમીના દિવસે ઉપવાસ કરીને ભગવાન કાળ ભૈરવની પૂજા- અર્ચના કરવામાં આવે છે. ચાલી રહેલ જેઠ માસમાં ૧૩ જુન, ૨૦૨૦ શનિવારના રોજ એટલે કે, આજે ભગવાન કાળ ભૈરવની જન્મ તિથી આઠમની તિથિએ પ્રદોષ કાળ દરમિયાન એટલે કે દિવસ અને રાતના મિલનના સમયે થયો હોવાના કારણે દર માસની કૃષ્ણ પક્ષ આઠમના રોજ સાંજના સમયે ભગવાન કાળ ભૈરવની પૂજા કરવાને અત્યંત શુભ ફળદાયી આપનાર હોય છે.

ઉપરાંત ભગવાન કાળ ભૈરવની પૂજા કરવાથી આપની અને આપના પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે છે અને બીમારીઓ દુર રહે છે, આ સાથે જ જો કોઈ વ્યક્તિના મનમાં મૃત્યુનો ભય સતાવતો હોય તો આવી વ્યક્તિએ દર માસની અષ્ટમીના દિવસે ભગવાન કાળ ભૈરવની પૂજા કરવાથી મૃત્યુનો ભય દુર થઈ જાય છે.

image source

પૂજા વિધિઃ-

-ભગવાન કાળ ભૈરવની અષ્ટમીના દિવસે સંધ્યા સમયે પૂજા કરતા પહેલા જરૂરથી સ્નાન કરી લેવું જોઈએ અને ત્યાર પછી આપે આપના ઘરની નજીક આવેલ કાળ ભૈરવના મંદિરમાં જવું.

-ભગવાન કાળ ભૈરવની પૂજા કરવા માટે આપે પૂજા સામગ્રીમાં સિંદુર, સુંગધિત તેલ, લાલ ચંદન, ચોખા, ગુલાબના ફૂલ, જનોઈ, નારિયેળ જેવી વસ્તુઓને સામેલ કરવી. ત્યાર પછી આપે સિંદુર અને સુંગધિત તેલથી ભગવાન કાળ ભૈરવનો શ્રુંગાર કરવો.

image source

-આપે ભગવાન કાળ ભૈરવની પૂજા કરો છો ત્યારે ‘ૐ ભૈરવાય નમઃ’ મંત્રનો જાપ કરવો જોઈએ. ભગવાન કાળ ભૈરવના આ મંત્ર ‘ૐ ભૈરવાય નમઃ’ નો ઉચ્ચારણ કરતા લાલ ચંદન, ચોખા, ફૂલ, સોપારી, નૈવૈધ અને દક્ષિણા ધરાવીને દીવો અને ધૂપબત્તિ કરવા.

-ભગવાન કાળ ભૈરવની પૂજામાં આપે પ્રસાદના રૂપમાં તલ- ગોળ કે પછી ગોળ- ચણાનો પ્રસાદ ધરાવો. આપે ભગવાન કાળ ભૈરવની પૂજા સુંગધિત ધૂપ- અગરબત્તી અને સરસિયાના તેલનો દીવો પેટાવવો. ત્યાર પછી ભગવાન કાળ ભૈરવને પ્રણામ કરો.

-ભગવાન કાળ ભૈરવની પૂજા દરમિયાન ભગવાન કાળ ભૈરવ સમક્ષ ધૂપ, દીપ અને કપૂર પ્રગટાવીને આરતી કરવી. આરતી કર્યા પછી આપે પ્રસાદ ગ્રહણ કરવો. ભગવાન કાળ ભૈરવના વાહન કુતરાને પણ પ્રસાદ અને રોટલી ખવડાવી દેવી જોઈએ.

image source

-આપે દર માસની કૃષ્ણ પક્ષની અષ્ટમીની સાંજના સમયે ભગવાન કાળ ભૈરવની સાથે માતા પાર્વતી અને ભગવાન શિવની પૂજા પણ કરવી જોઈએ. કૃષ્ણ પક્ષની અષ્ટમીના દિવસ દરમિયાન આપે ધર્મ વિરુદ્ધ કાર્ય કરવાથી બચવું જોઈએ.

નારદ પુરાણ મુજબ કાલાષ્ટમીના દિવસે શક્તિ પૂજા કરવી જોઈએ.:

image source

નારદ પુરાણમાં જણાવ્યા મુજબ કાલાષ્ટમીનિમિત્તે કાળ ભૈરવ અને માતા દુર્ગાની પણ પૂજા કરવી જોઈએ. કાલાષ્ટમીની રાત્રિના સમયે કાલી માતાની ખાસ પૂજા કરવાનું વિધાન પણ છે. કાલાષ્ટમીના રોજ ભગવાન કાળ ભૈરવની પૂજા કરવાની સાથે જ શક્તિ પૂજા એટલે કે કાલી માતાની પૂજા કરવાથી પૂજાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. કાલાષ્ટમીના દિવસે ઉપવાસ કરનાર ભક્તોએ ફળાહાર કરવું જોઈએ. કાલાષ્ટમીના દિવસે આપે કુતરાને ભોજન કરાવવું શુભ માનવામાં આવે છે.

આ વ્રતથી રોગ દુર થાય છે.:

image source

કાલાષ્ટમી અવસર ભગવાન શિવજીના રૂદ્ર અવતાર એવા કાલભૈરવના જન્મદિન તરીકે મનાવામાં આવે છે. કાલાષ્ટમીનું વ્રત અત્યંત શુભ ફળદાયી માનવામાં આવે છે. કાલાષ્ટમી નિમિત્તે ઉપવાસ કરીને પૂર્ણ વિધિ- વિધાનની સાથે જ કાલભૈરવની પૂજા- અર્ચના કરવાથી કાળ ભૈરવના ભક્તોના બધા જ કષ્ટ અને મુશ્કેલીઓ દુર થઈ જાય છે આ સાથે જ કાળ પર કાલભૈરવના ભકતોથી દુર રહે છે અને વ્યક્તિ રોગમુક્ત જીવન જીવી શકે છે. કાળભૈરવના ભક્તોને બધા જ કાર્યમાં સફળતા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત