આ 4 દિવસોમાં પડશે કાળઝાળ ગરમી, હવામાન વિભાગે હીટ વેવની કરી આગાહી, જાણો ક્યાં સુધી જઇ શકે છે ગરમીનો પારો

ગુજરાત રાજ્યમાં શિયાળાની ઋતુ પૂર્ણરીતે જઈ રહ્યો છે ત્યાં જ આખા રાજ્યમાં કાળઝાળ ગરમીની શરુઆત થઈ ગઈ તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજ રોજથી આવનાર દિવસ સુધી ગુજરાત રાજ્યમાં હીટવેવની આગાહી કરતા જણાવ્યું છે કે, અમદાવાદ શહેરમાં આવનાર રવિવારથી લઈને મંગળવાર સુધી ગરમીના તાપમાનનો પારો ૪૩ ડીગ્રી સુધી પહોચી શકે છે. ગુજરાત રાજ્યમાં ઉનાળાની ઋતુની શરુઆત થઈ ગઈ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આખા રાજ્યમાં તાપમાનનો પારો ધીરે ધીરે વધી શકે તેવી સંભાવના છે.

image soucre

આવનાર રવિવારથી લઈને મંગળવાર સુધી તાપમાનનો પારો ૪૩ ડીગ્રી સુધી પહોચી શકે છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ‘આખા રાજ્યમાં આવનાર ૪- ૫ દિવસ દરમિયાન તાપમાનમાં ૩ થી ૪ ડીગ્રીનો વધારો થઈ શકે છે. આવનાર શુક્રવાર અને શનિવારના દિવસે પોરબંદર, ગીર સોમનાથ, કચ્છ વિસ્તારમાં હીટ વેવની અસર જોવા મળી શકે છે. જયારે રવિવાર અને સોમવારના દિવસે પોરબંદર, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં હીટ વેવની અસર જોવા મળી શકે છે. અમદાવાદ શહેરમાં આજ રોજ સરેરાશ મહત્તમ તાપમાન ૩૮ ડીગ્રી નોંધવામાં આવ્યું હતું. જે આવનાર ૩ દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં ૪૧ ડીગ્રીની નજીક રહી શકે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા અંદાજ લગાવવામાં આવ્યો છે.

image soucre

અમદાવાદ શહેરમાં ૪૧ ડીગ્રીની આસપાસ તાપમાન રહી શકે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા અંદાજ લગાવવામાં આવ્યો છે.
આજ રોજ ગુજરાત રાજ્યમાં પોરબંદર શહેરમાં ૪૦.૪ ડીગ્રી સૌથી વધારે તાપમાન નોંધવામાં આવ્યું હતું. જયારે રાજ્યમાં અન્ય જગ્યાઓએ ભુજમાં ૩૯.૮ ડીગ્રી, કેશોદ, સુરેન્દ્રનગરમાં ૩૯.૫ ડીગ્રી, કંડલા અને નલિયામાં ૩૯.૧ ડીગ્રી, રાજકોટમાં ૩૯ ડીગ્રી, ડીસામાં ૩૮.૯ ડીગ્રી, સુરત અને અમરેલીમાં ૩૮.૪ ડીગ્રી, વડોદરામાં ૩૭.૮ ડીગ્રી, દીવમાં ૩૭.૭ ડીગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં ૩૭.૩ ડીગ્રી, ભાવનગરમાં ૩૭.૧ ડીગ્રી, સરેરાશ મહત્તમ તાપમાન નોંધવામાં આવ્યું હતું.

image soucre

ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત રાજ્યમાં આવનાર ૪ થી ૫ દિવસ દરમિયાન વધારેમાં વધારે ૩ થી ૪ ડીગ્રી જેટલો વધારો થઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આવનાર શુક્રવાર અને શનિવારના દિવસે પોરબંદર, ગીર સોમનાથ, કચ્છમાં હીટ વેવની અસર જોવા મળી શકે છે. જયારે રવિવાર અને સોમવારના દિવસે પોરબંદર, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા વિસ્તારમાં હીટ વેવની અસર રહી શકે છે આ સાથે જ કાળઝાળ ગરમીનો પણ અનુભવ આપને થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!