કાલુપર રેલવે સ્ટેશનથી શહેરમાં જવા શરૂ કરાઈ 40 બસો, જાણી લો તમારા વિસ્તારની બસ ક્યારે ઉપડશે, હેરાન ના થવું હોય તો ખાસ વાંચી લેજો આ લિસ્ટ

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા શુક્રવાર રાત્રે 9 વાગ્યાથી કર્ફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે એએમટીએસ અને ખાનગી બસોના પૈડા થંભી ગયા છે. જેથી બહારથી આવતા લોકોને તકલીફ ન પડે તે માટે તંત્રએ મોટો નિર્ણય લીધો છે.

image source

અમદાવાદમાં કર્ફ્યૂ દરમ્યાન ટ્રેનમાં મુસાફરી કરી આવતા મુસાફર માટે એએમટીએસની બસ શરૂ રહેશે. શહેરના વિવિધ વિસ્તારના રૂટની બસ રેલવે સ્ટેશન પરથી મળશે. બહાર ગામથી આવતા મુસાફરોને હાલાકી ન પડે તે માટે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના માટે 40 જેટલી બસ મુકવામાં આવી છે.

રાત્રીના 9 વાગ્યાથી કર્ફ્યૂ

image source

નોંધિનિય છે અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા આજ રાત્રીના 9 વાગ્યાથી કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. જેને લઈને એસટી ઉપરાંત એએમટીએસની બસો બંધ રહેશે. જો કે આ દરમિયાન રેલ્વેમાં મુસાફરી કરી આવતા લોકોને ઘરે જવા પર તકલીફના પડે તે માટે તંત્રએ 40 બસો મુકી છે. જે રેલ્વે સ્ટેશનેથી લોકોને પોતાના ગંતવ્ય સ્થળ સુધી મુકી આવશે.

જિલ્લામાં રોજના ૩૦૦૦ ટેસ્ટિંગ કરાશે

image source

અમદાવાદ જિલ્લામાં હાલમાં કોરોના સંક્રમણની સ્થિતિ કાબૂમાં હોવાથી ત્યાં કરફ્યુ લદાયો નથી.પરંતુ તકેદારીના પગલારૂપે સર્વેલન્સ, ટેસ્ટિંગની કામગીરી વધારવાનો નિર્ણય જિલ્લાતંત્ર દ્વારા લેવાયો છે. આગામી મંગળવારથી ગામડામાંથી શહેરમાં પ્રવેશવાના કુલ ૮ માર્ગો પર ‘ટેસ્ટિંગ પોઇન્ટ ‘ચાલુ કરી દેવાશે. જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુની અધ્યક્ષતામાં શુક્રવારે જિલ્લાના નોડલ અધિકારીઓ, તાલુકાના હેલ્થ ઓફિસર , જિલ્લાના મેડિકલ ઓફિસરની બેઠક યોજાઇ હતી. જેમાં કોરોના સંક્રમણને નાથવા માટે જરૂરી પગલા ભરવાની સુચનાઓ અપાઇ હતી.

જિલ્લામાં રોજના ૩૦૦૦ ટેસ્ટિંગ કરાશે

image source

સંક્રમણની દ્રષ્ટિએ છેલ્લા પંદર દિવસથી ‘પિંન્ક સ્પોર્ટ ‘ જાહેર કરાયેલા ધંધૂકા, બાવળા, ચાંગોદર, સનાથલ, શેલા, વિરમગામ, સાણંદ અને મોરૈયામાં સર્વેલન્સ અને ટેસ્ટિંગ અંગે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાશે. ઉપરાંત ધોળકા તાલુકાના ધોળકા, કોઠ, નાની બોરૂ, દસક્રોઇ તાલુકાના ભુવાલડી, જેતલપુર, કાસિન્દ્રા, મીરોલી, નાંદેજ, ટીંબા, દેત્રોજ તાલુકામાંરૂદાતલ, વાસણા, ધંધૂકા તાલુકામાં તગડી, માંડલ તાલુકામાં સીતાપુર, વિઠ્ઠલાપુર, સાણંદ તાલુકામાં સરી , તેલાવ ગામ પર સવિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય જિલ્લાતંત્ર દ્વારા લેવાયો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં ૪૫૦ થી વધારીને બેડની સંખ્યા ૬૦૦ કરી દેવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. પાંચ નગર પાલિકા બારેજા, વિરમગામ, સાણંદ, ધોળકા, ધંધૂકામાં પણ વિશેષ ધ્યાન રખાશે. જિલ્લામાં રોજના ૩૦૦૦ ટેસ્ટિંગ કરાશે.

રાજસ્થાન જવા સાયન્સ સિટી સર્કલ પાસે જામી લોકોની ભીડ

image source

અમદાવાદમાં કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવતા શહેરના સાયન્સ સિટી સર્કલ પાસે બસ દ્વારા રાજસ્થાન જવા લોકોની ભીડ જોવા મળી. લોકો પરિવાર સાથે પોતાના વતન જવા માટે રવાના થયા. લોકોમાં કર્ફ્યૂ લંબાવવાનો ભય હોવાના કારણે ખાનગી વાહન દ્વારા વતન જવા માટે પડાપડી કરતા જોવા મળ્યા.

એરપોર્ટે કરી આ જાહેરાત

તો બીજી તરફ કર્ફ્યૂની જાહેરાત બાદ અમદાવાદ એરપોર્ટ દ્વારા ટ્વીટ કરીને જાણ કરવામાં આવી છે કે ફ્લાઈટના શિડ્યુલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. મુસાફરે તેમના સમય મુજબ એરપોર્ટ પહોંચવાનું રહેશે. મુસાફરી કરનારા વ્યક્તિએ એર ટિકિટ અથવા બોર્ડિંગ પાસ અને સાથે આઈડી પ્રુફ રાખવું પડશે. આ ઉપરાંત જો કોઈ સંબંધી કે પરિવારના કોઈ સભ્યને એરપોર્ટ કે રેલવે સ્ટેશન લેવા માટે જઈ રહ્યા હોય તો તેમણે સંબંધીની ટિકિટ વોટ્સએપમાં મંગાવીને પોલીસને બતાવશે તો તેઓ તેમને લેવા માટે જઈ શકશે. જેથી કોઈ મુસાફર કે તેમના સંબંધીને તકલીફ નહિ પડે.

રાજકોટ વડોદરા અને સુરતમાં પણ કરફયૂની જાહેરાત

image source

અમદાવાદની જેમ રાજકોટ વડોદરા અને સુરતમાં પણ કરફયૂની જાહેરાત કરાઇ છે. જેમાં રાજકોટ વડોદરા અને સુરતમાં રાત્રે 9 વાગ્યાથી લઇને સવારના 6 વાગ્યા સુધી કરફયૂની જાહેરાત કરી છે. આમ રાજકોટ વડોદરા અને સુરતમાં આગામી સૂચના ન મળે ત્યાં સુધી રાત્રિ કરફયૂ લાગુ કરાયો છે. તો અમદાવાદમાં પણ સોમવારે સવારે 6 વાગ્યે કરફયૂ પૂર્ણ થશે જે બાદ સોમવારથી અમદાવાદમાં પણ આગામી સૂચના ન મળે ત્યાં સુધી રાત્રિ કરફયૂ લાગુ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત